આજકાલના સમય વધુ પડતા દંપતીઓ પોતાના ફેસબુકનો પાસવર્ડ, ઈમેલ પાસવર્ડ અને એટીએમની પિન શેયર કરતાં જ હશે, પણ આ ખબર વાંચ્યા પછી કદાચ તમે પિન શેયર કરવાનું બંધ કરી દેશો. આ ઘટના છે તો ત્રણ વર્ષ જૂની, પણ ઘણી ચોંકાવી દેનારી છે. બેંગ્લોરમાં રહેતી એક સ્ત્રી જ મેટરનીટીની રજા પર હતી, તેણે પોતાના પતિને એટીએમ કાર્ડ અને પિન આપીને ૨૫૦૦૦ રૂપિયા કાઢવા માટે કહ્યું.
કાર્ડ સ્વાઈપ કર્યા પછી એસબીઆઇના મશીનમાંથી તેના પતિને સ્લીપ મળી કે રૂપિયા નીકળી ગયા છે પણ એના પતિએ દાવો કર્યો કે એટીએમથી રૃપિયા બહાર આવ્યા જ નથી. આ ઘટના પછી જ્યારે આ દંપતીએ કેસ લખાવ્યો, ત્યારે બેંકના એટીએમના નોન-ટ્રાન્સફરએબલ થવાની વાત કરી. બેંકે સરખી રીતે આ કેસની તપાસ કરતાં કહ્યું કે એકાઉન્ટ હોલ્ડરે રૂપિયા નથી કાઢ્યા.
આમ તો કન્ઝ્યુમર કેસ પછી સીસીટીવી ફૂટેજમાં દેખાયું કે તેના પતિ એટીએમનો ઉપયોગ કરી રહ્યા છે, પણ તેને પૈસા નથી મળ્યા. સૌથી આશ્ચર્યજનક વાત તો એ હતી કે બેન્કે કહ્યું કે કાર્ડ હોલ્ડર વંદના ફૂટેજમાં નથી દેખાતી. કન્ઝયુમર કોર્ટે ફેંસલો કર્યો કે વંદનાએ પોતાના પતિને ૨૫૦૦૦ નો સેલ્ફ ચેક આપવો હતો કે ઓર્થોરાઈઝેશન લેટર આપો હતો; પિન શેયર નહોતી કરવી અને આ કેસ બંધ કરી દીધો; કેમ કે બેંકના નિયમ અનુસાર એટીએમ કાર્ડ ટ્રાન્સફર ન કરી શકાય અને એકાઉન્ટ હોલ્ડર જ આનો ઉપયોગ કરી શકે છે.
એટીએમ કાર્ડનો ઉપયોગ કરતાં સમયે આ બાબતોનું ધ્યાન રાખો-
એટીએમ કાર્ડની પિન કોઇની પણ સાથે શેયર ન કરો. કાર્ડ કામ ન કરતુ હોય તો અલગ-અલગ મશીનમાં ટ્રાય ન કરો.
– બેંકની એસએમએસ એલર્ટ સર્વિસને સબસ્ક્રાઇબ કરો. એનાથી ગડબડ થવા પર નજર રાખવામાં મદદ મળશે.
– ઘણીવાર એવું થાય છે કે આપણે સ્ટેટમેન્ટ સ્લીપ ફાડ્યા વગર જ ફેંકી દઈએ છીએ, પણ આવુ બિલકુલ ન કરો- સ્લીપ ફાડીને જ ફેંકો.
– પાસવર્ડ હંમેશા અઘરો જ રાખો. ક્યારે પણ ૧૨૩૪, ૬૭૮૯ આવી રીતના સામાન્ય પાસવર્ડ ન રાખો.
– પાસવર્ડ ટાઇપ કરતાં સમયે જો કોઈ વ્યક્તિ આસપાસ હોય તો મશીનના આડા ઉભા રહીને પાસવર્ડ ટાઇપ કરો.
– રૂપિયા કાઢ્યા પછી કેન્સલ નું બટન જરૂર દબાવો. બેંકની મિની સ્ટેટમેન્ટ ની જાણકારી જરૂર રાખો.
– કાર્ડ ચોરી થાય તો તરત જ બેંકમાંથી બ્લોક કરાવો. એવા એટીએમનો ઉપયોગ ન કરો, જ્યાં સુમસામ હોય- કેમકે આવી જગ્યાએ જ રૂપિયા ખેંચીને લઇલે છે.
એટીએમ કાર્ડ ઘણા માણસોની મુશ્કેલીઓ તો ઓછી કરી છે, પણ આજે હરકોઈ એટીએમ અને ક્રેડિટ કાર્ડ પર જ નિર્ભર થઈ ગયા છે. આવો જાણીએ એટીએમ કાર્ડના ફાયદા અને નુકશાન
એટીએમ કાર્ડના ફાયદા-
એટીએમ રાખવાથી રોકડા ની જરૂર નથી હોતી, કેમકે આજકાલ દરેક જગ્યાએ ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થવા લાગ્યો છે.
એટીએમ ની પહોંચ ગામડા સુધી થઈ ગઈ છે. એટીએમના કારણે લોકો ઇલેક્ટ્રોનિક બેન્કિંગથી જોડાવા લાગ્યા છે.
આજકાલ તમે ક્યાંય પણ જાવો અને તમારી પાસે એટીએમ કાર્ડ હોય, તો તમે એક ક્લિક કરીને સહેલાઇથી પૈસા ચૂકવી શકો છો.
હવે દરેક જગ્યાએ એટીએમ મશીન લાગેલી જ છે. જો તમે કોઈ લાંબી મુસાફરીમાં જય રહ્યા હોવ, તો તમે સહેલાઇથી એટીએમથી રૃપિયા કાઢી શકો છો.
ટેકનોલોજીએ જ્યાં આપણી મદદ કરી છે, ત્યાં જ તેના નુકશાન પણ છે-
એટીએમ ઉપયોગ કરતાં સમયે લોકો સેહલા પીન નંબર રાખે છે, પણ આવો સહેલો પીન નંબર તમને મુશ્કેલીમાં નાખી શકે છે.
એક સ્ટડી અનુસાર ૧૦૦૦૦ એવા પીન નંબર છે જેમાંથી ૧૧% નંબરના અનુમાન સહેલાઈથી લગાડી શકાય એવા છે. રિસર્ચ ડેટા જેનેટિક્સના અભ્યાસથી વાત સામે આવી છે કે ૩૪ લાખ પાસવર્ડ માંથી સૌથી ખતરનાક પાસવર્ડ શોધ કરવામાં આવ્યો છે. સૌથી અસુરક્ષિત પાસવર્ડ ૧૯ અંકથી શરુ થવાવાળો છે.
જો તમે એટીએમ કાર્ડથી ખરીદી કરી રહ્યા હોવ, તો પેમેન્ટ ના સમયે પોતાનું કાર્ડ કોઈ દુકાનદાર ને ન આપો- પોતે જ સ્વાઇપ કરો.
જો તમને જરા પણ અંદાજો થાય કે તમારો પાસવર્ડ કોઈને ખબર પડી ગઈ છે, તો તરત જ બદલી કરો.
જો તમે આ રીતની સાવધાની રાખશો તો વધારે હદ સુધી એટીએમ ફ્રોડથી બચી શકશો.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI NANDARGI