હાલના પૃથ્વી પરના ક્લાયન્ટમેન્ટને કારણે પૃથ્વીનો ગોળોના તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. સાથે સમુદ્રનું જલસ્તર વધુ રહ્યું છે. આ અસર ધીમે-ધીમે ચિંતાજનક બની રહી છે. અમુક વર્ષો બાદ વાતાવરણની ગંભીર અસર સમગ્ર પૃથ્વી પર પડી શકે છે. તાપમાનમાં વધુ નોંધનીય ફેરફાર થાય અને માનવજીવનને નુકસાન પહોંચે એ પહેલા કંઈક અસરકારક પગલા લેવા જરૂરી છે. આ વાતને સૌથી વધુ ગંભીરતાથી લેવામાં એક આઠ વર્ષની છોકરીનું નામ સૌપ્રથમ છે. આ છોકરીને ગ્લોબલ વોર્મિંગની ચિંતા દિવસ-રાત સતાવે છે.
અત્યારના સમયમાં દરેક દેશ માટે ગ્લોબલ વોર્મિંગ એક પડકાર બની ગયું છે. દરેક દેશને આ વિશે વિચારવું જરૂરી બન્યું છે, જેમાં ભારત દેશ પણ શામેલ છે. ભારત દેશમાં આ સમસ્યા વધી રહી છે અને ઋતુના સમયચક્રમાં ફેરફાર થયો છે. જેને પગલે એક આઠ વર્ષની છોકરીએ કદમ આગળ વધારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંસદ ભવનને ટકોર કરી છે. ભારતના સંસદ ભવનની બહાર એક છોકરી એક તકતી લઈને ઉભી હતી; જેમાં લખેલ વાક્ય જળસંબંધી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પર નરેન્દ્ર મોદીજીને જાણકારી આપવા માંગે છે અને જાગૃતિ ફેલાવવા માંગે છે.
સાંસદ ભવનની બહાર એક આઠ વર્ષની છોકરી એક તકતી લઈને ઉભી હતી. જેમાં લખેલું હતું, ‘શ્રીમાન મોદી અને સાંસદ, ક્લાયમેન્ટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના નિયમને પાસ કરી ભવિષ્યને બચાવો.’ આ છોકરી સાંસદ ભવન પાસે તકતી આ વાક્ય લખેલ તકતી લઈને ઉભી હતી કારણ કે એ મોદીજી અને સાંસદને વાતાવરણની ગંભીરતા સમજાવવા માંગે છે અને તેના નિયમને પાસ કરાવવા માંગે છે.
લાઈસીપ્રિયા કાંગજુમ નામની આ છોકરી જલવાયુ અને ગ્લોબલ વોર્મિંગની અસરને લઈને ઘણી જાગૃત છે. તેની ઈચ્છા છે કે પ્રધાનમંત્રી તેની વાતને સાંભળે અને એવો કોઈ નિયમ બનાવે જેનાથી ગ્લોબલ વોર્મિંગ સામે લડી શકાય. આ અપીલ સાથે લાઈસીપ્રિયા મોદીજીને જણાવવા માટે સાંસદ ભવનની બહાર તખ્તી લઈને ઉભી હતી.
ઘણી ન્યુઝ એજન્સીના રિપોર્ટર પણ લાઈસીપ્રિયાના ઈન્ટરવ્યુ માટે એકઠા થયા હતા ત્યારે આ છોકરીએ મીડિયા સાથેની વાતચીતમાં પણ જણાવ્યું હતું કે, “હું પ્રધાનમંત્રી અને સાંસદમાં અપીલ કરવા માંગું છું કે, ક્લાયમેન્ટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને કંઈક એક્શન લેવા જોઈએ અને આવનારા ભવિષ્યને સુરક્ષિત કરવું જોઈએ. સમુદ્રના પાણીની સપાટી વધુ રહી છે અને પૃથ્વી પરનું તાપમાન વધી રહ્યું છે.”
આ વાત લાઈસીપ્રિયાએ પુંઠા પર એટલે કે એક તખ્તી પર લખીને જણાવી હતી. લાઈસીપ્રિયાના ફોટો અને તેના ઈન્ટરવ્યુની વાતચીત સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ લાઈક કરીને માન્ય રાખી હતી અને તેને સપોર્ટ કર્યો હતો. હજારોની સંખ્યામાં લોકો લાઈસીપ્રિયાની આ વાતમાં સમર્થન આપી રહ્યા છે.
એમ, હવે થોડી ચિંતા દરેક માણસે કરવી પડશે. પ્રદૂષણના સ્તરને ઓછું કરવામાં સહયોગી બનવું જોઈએ. તેમજ ઝાડ-પાનથી પૃથ્વીને બચાવવા માટેના કાર્યક્રમોમાં હાથ લંબાવવો જોઈએ. આ કાર્ય જ આવનારા સમયમાં સારું-સ્વચ્છ-સુરક્ષિત ભવિષ્ય બનાવવામાં કામ આવશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel