દહી-ખાંડ ખાવું એ પરંપરા આયુર્વેદિક મહત્વ ધરાવે છે. તેને ખાવા થી મૂડ સારો રહે છે અને મગજ માં ઠંડક પણ રહે છે.
હિન્દુ ધર્મ ની પરંપરા એ પણ છે કે કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલા દહી-ખાંડ ખાવી સારી ગણાય છે. આયુર્વેદિક હોસ્પિટલ વારાણસી ના ચીકીત્સા અધિકારી વૈધ પ્રશાંત મિશ્રા ના કહેવા પ્રમાણે, આ પરંપરા ને કારણે શરીર માં તરત ઉર્જા મળે છે. આ ઉર્જા થી મૂડ પણ સારો રહે છે. દહી-ખાંડ ખાવાથી શરીર ની ગરમી પણ ઓછી થાય છે. જેનાથી મગજ માં પણ ગરમી નથી વધતી. અને મગજ ને આરામ મળે છે. અને મન ની એકગ્રતા વધે છે.
કાશી ના જ્યોતિષાચાર્ય ગણેશ મિશ્ર નું કહેવું છે કે પુરાણો માં દહી ને અમૃત કહેવામાં આવે છે. પોતાના આયુર્વેદિક ગુણ ને લીધે જ પૂજા માં પણ દહી નો ઉપયોગ કરવામાં આવે છે. ભગવાન ના અભિષેક માટે વપરાતા પંચામૃત માં પણ દહી નો વિશેષ ઉપયોગ થાય છે. આ પાંચ અમૃત માં દહી નો પણ સમાવેશ થાય છે. તેને ખાવાથી સકારત્મક વિચાર આવે છે અને નકારત્મકતા થી દૂર રહેવાય છે. એટલે જ પુરાણો માં દહી-ખાંડ ખાવાનો વિધાન મળે છે.
સ્વાસ્થ્ય માટે સારું છે દહી-ખાંડ
દહી શરીર માટે સુપરફૂડ તરીકે નું કામ કરે છે. દહી, ભોજન ને પચાવામાં તેમજ ભોજન ને મુલાયમ બનાવામાં ઉપયોગી છે. દહી દૂધ માંથી બનતું હોવાથી તેમા કેલ્સિયમ, વિટામિન b2, વિટામિન b12 મેગ્નેશિયમ, મિનરલ્સ તેમજ શરીર ને જરુરી પોષક તત્વો પણ મળી રહે છે. ખાંડ ને દહી માં નાખવાથી દહી વધુ ગુણકારી બને છે. ખાંડ થી દહી માં જીવાણુ વધે છે. તેનાથી પાચન ક્રિયા ને મદદ મળે છે. અને શરીર ની ગરમી દૂર થાય છે.
દહી-ખાંડ સાથે ખાવાનું આયુર્વેદિક કારણ
આયુર્વેદિક અનુસાર, દહી શરીર માં ઠંડક આપે છે. જેનાથી શરીર માં રહેલી ગરમી દૂર થાય છે. ખાંડ ગ્લુકોસ નો અહેમ હિસ્સો માનવામાં આવે છે. જ્યારે આ બંને વસ્તુ ને ભેગી ખાવાથી શરીર ને ઠંડક અને ઇન્સ્ટન્ટ એનર્જિ પણ મળે છે. આ રીતે દિવસ ભર ના સ્ટ્રેસ થી આરામ પણ મળે છે. દહી-ખાંડ ખાવાથી શરીર ને જરુરી એનર્જિ અને ન્યુટ્રીશન પણ મળી રહે છે.
તણાવ દૂર કરી ને બોડી ને રિલેક્સ રાખે છે.
દહી-ખાંડ નો મેળ પોષક તત્વો થી ભરપૂર હોવાની સાથે જ શારીરિક અને માનસિક તણાવ પણ દૂર કરે છે. તે બોડી ને રિલેક્સ કરવામાં મદદ કરે છે. એટલે જ નેગેટિવિટી અને સ્ટ્રેસ દૂર થાય છે તો કોઈ પણ માણસ પોતાનું કામ સારી રીતે કરી શકે છે. લાંબા સમય સુધી દહી-ખાંડ નું સેવન કરવામાં આવે તો યાદશક્તિ અને concentration પણ વધી શકે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team