કોરોના મહામારીને કારણે હાલ ઘણો ખરાબ માહોલ ચાલી રહ્યો છો. લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સાથેજ લોકો ઘરની બહાર પણ નીકળતા ડરી રહ્યા છે. જેના કારણે લોકોના મગજ પર તેની ગંભીર અસર થઈ રહી છે. લોકો માનસીક રીતે કંટાળીને ચીડચીડા બની ગયા છે. સાથેજ કારણ વગર લોકોનો મૂડ ખરાબ રહેતો હોય છે. ત્યારે આજે અમે તમને અમુક એવી વસ્તુઓ વીશે માહિતી આપીશું કે જેનાથી તમારો મૂડ સારો રહેશે સાથેજ તમને માનસીક શાંતિ પણ મળશે અને દિવસભર તમારા શરીરમાં એનર્જી પણ રહેશે.
ઓટ્સ
જ્યારે તમે કંટાળી જાવ ત્યારે ઓટ્સને દૂધ, મધ અને સૂકી દ્રાક્ષ સાથે ખાવાનું રાખજો. જેથી તમારો મૂડ સારો થઈ જશેય ઓટ્સમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સને ઓછી કરવાની ક્ષમતા હોય છે. જેના કારણે આપણા શરીરમાં બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. ઓટ્સમાં મિનિરલ અને સેલેનિયમ તેવા તત્વો રહેલા હોય છે. જેના કારણે તમને માનસીક શાંતિ મળી રહેશે.
ઈંડા
ઈંડામાં લેસિથિન રહેલું હોય છે. જેના કારણે તમને માનસીક શાંતી મળશે સાથેજ તમારો મૂડ પણ સારો રહેશે. તેમા જે કોલીન રહેલું છે તેમા ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે. જેના કારણે તેનું સેવન કરવાથી તમને માનસીક શાંતિ મળશે. સાથેજ તેમા વિટામિન બી 12 રહેલું હોય છે. જેના કારણે તમે ડિપ્રેશનમાં પણ ક્યારેય નહી આવો.
માછલી
માનસીક શાંતી મેળવવા માટે માછળી પણ ઘણી ગુણકારી છે. જો તમે માછલી ખાવાના શોખીન છો તો તમારે તે પહેલા ખાવી જોઈએ તેમા વિટીમિન ડી અને ઓમેગા 3 ફૈટી એસિડ રહેલું હોય છે. જેના કારણે તમારા મસ્તિસ્કમાં સેરોટોનિનનું સ્તર વધે છે. પરિણામે તમારો મૂડ પણ સારો રહેશે ઉપરાંત તમને શાંતી પણ મળી રહેશે.
કોફી
કોફીનું સેવન મોટા ભાગના લોકો મગજને શાંત રાખવા કરતા હોય છે. ઘણા લોકોની શરૂઆત તો કોફી પીવાથી થતી હોય છે. જેથી તેમનો મૂડ સારો રહેતો હોય છે. જોકે કોફીનું સેવન પ્રમાણસર કરવું જોઈએ કારણકે જો તેનું વધારે પડતું સેવન કરો તો તેની આદત પડી જાય છે. જે આદત આપણા સ્વાસ્થ્ય માટે સારી નથી.
અખરોટ
અખરોટમાં ઓમેગા 3 ફૈટી એસિડ અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં રહેલું હોય છે. જેના કારણે આપણા મસ્તિષ્કમાં સેરોટોનિનનું સ્તર ઝડપથી વધે છે. પરિણામે જો તમે ટેન્શનમાં હશો તો તે ટેન્શન પણ દૂર થઈ જશે. સાથેજ નકારાત્મક વિચારો પણ દૂર રહેશે. ઉપરાંત તમને ઉંઘ પણ સારી આવશે.
ફણગા
ફણગામાં વિટામિન બી 12 અને ફોલીક એસીડ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેના કારણે તેનું સેવન કરવાથી આપણો મૂડ સારો રહેતો હોય છે. સાથેજ આપણાને માનસીક શાંતિ પણ મળી રહેતી હોય છે. આ સીવાય તેનું સેવન કરવાથી આપણો દિવસ પણ એનર્જીથી ભરપૂર રહેતો હોય છે.
ગ્રીન ટી
આપને જાણીને નવાઈ લાગસે કે ગ્રીન ટીમાં એંટીઓક્સિડેંટ તત્વો અને એમિનો એસિડના ગુણ રહેલા હોય છે. જેના કારણે શરીરની ઉર્જા વધી જતી હોય છે. ઉપરાંત તેનું સેવન કરવાથી તમને માનસીક શાંતિ પણ મળશે સાથેજ તમારો મૂડ પણ સારો રહેશે.
ડાર્ક ચોકલેટ
ડાર્ક ચોકલેટમાં એંટીઓક્સિડેટ ગુણ રહેલા હોય છે. જેના કારણે શરીરમાં રહેલો તણાવ ઓછો થાય છે. સાથેજ જે હોર્મોન્સને કારણે તણાવ થતો હોય છે. તે તણાવ પણ દૂર રહેતો હોય છે. ઉપરાંત તમને આનંદ મળી રહે તેવા હોર્મોન ડાર્કચોકલેટમાં હોય છે. જેના કારણે તેનું સેવન કરવાથી તમને ઘણો ફાયદો થશે. ખાસ કરીને ડાર્ક ચોકલેટના સેવનને કારણે આપણાને ઘણો માનસીક શાંતિનો અનુભવ થતો હોય છે.
શક્કરિયા
શક્કરિયા કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે જેના કારણે આપણા મસ્તિષ્કમાં સેરોટોનિનનું પ્રમાણ વધી જતું હોય છે. પરિણામે તમારો મૂડ તો સારો રહેશે સાથેજ તમને માનસિક શાંતિ મળી રહેશે. ઉપરાંત એક ઉલ્લેખનીય વાત એ પણ છે કે શક્કરિયાનું સેવન કરવાથી ઉંઘ પણ સારી આવતી હોય છે.
કેળા
મૂડને સારો રાખવા માટે કેળાનું સેવન પણ તમે કરી શકો છો. રોજ સવારે નાસ્તામાં કેળા ખાવાથી તામારો મૂડ ઘણો સારો રહેશે સાથેજ તમને માનસિક શાંતિ પણ મળી રહેશે. કારણકે તેમા કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, વિટામિન બી-6 અને મેગ્નેશિયમ જેવા તત્વો રહેલા હોય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team