ચાની સાથે કંઈક ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો ખાવો જોઈએ. તો ઘરે જ ચણા જોર ગરમ રેસિપી બનાવીને તમે ટ્રાય કરી શકો છો. આ ઘણી બધી જગ્યાઓ એટલે કે શેરીઓમાં અને મોલ્સમાં વેચાય છે. આજે અમે એને ઘર પર કેવી રીતે બનાવી શકાય એની સરળ રીત તમને જણાવીશું.
આ એક એવું સ્નેક્સ છે, જે દરેક વ્યક્તિને પસંદ હોય છે. મોટાભાગે લોકો એને બહારથી ખરીદીને ખાતા હોય છે. એને ડુંગળી, લીંબુ અને ચટપટા મસાલા સાથે ખાવામાં આવે તો એ ખુબ ટેસ્ટી લાગે છે. એને તમે ચા સાથે પણ ખાઈ શકો છો, અથવા સાંજના સ્નેક્સ તરીકે પણ ખાઈ શકો છો. ચણા જોર ગરમ ઘરે બનાવીને બનાવીને તમે ઘર ના સભ્યો ને તો ખુશ કરી જ શકો છો પરંતુ એના દ્વારા તમને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો પણ મળે છે. ચણા ની ન્યુટ્રીશન વેલ્યુ તો બધા જાણે છે. તે પોલીઅનસેચ્યુરેટેડ ફેટસ નો ખૂબ મોટો સારો એવો સ્ત્રોત છે. જે પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ નું મિશ્રણ હોય છે.
ચણાજોર બનાવવા માટેની સામગ્રી –
- કાળા ચણા
- કાળું મીઠું
- સફેદ મીઠું
- શેકેલું જીરૂ
- આમચૂર પાઉડર
- લાલ મરચું પાવડર
- તેલ
- ડુંગળી
- લીંબુ
- મરચાં
- લીલા ધાણા
બનાવવાની રીત –
સૌથી પહેલા કાળા ચણાને ધોઈને આખી રાત પલાળી રાખવા. ત્યારબાદ પાણી કાઢીને ચણાને કુકરમાં એક સીટી કરવી. ધ્યાન રાખવું જોઈએ કે ચણા વધુ બફાઈ જાય નહીં. કુકરનું પ્રેસર કાઢીને ચણાને બહાર કાઢી ને ધોઈ લેવા. ત્યારબાદ ચણાને સપાટ કરવા માટે તમે કોઈપણ રીતનો ઉપયોગ કરી શકો છો. ઘણા લોકો બોર્ડ પર મૂકીને ચણાની વેલણની મદદથી દબાવીને સપાટ કરી લે છે. જો તમે ઈચ્છો તો વજનદાર પ્લેટની નીચે એક સાથે ચણા રાખીને એને ચપટા કરી શકો છો. હવે આ ચણાને પંખા નીચે સૂકવવા માટે રાખી દેવા આખો દિવસ એને એ રીતે સુકાવા માટે રાખવા.
મસાલો બનાવવાની રીત –
હવે આ ચણા ચટપટા બનાવવા માટે કડાઈમાં તેલ લેવું અને મધ્યમ આંચ પર ગરમ કરવું. ત્યાર બાદ ચણાને થોડી મિનિટ માટે તેલમાં ફ્રાય કરીને કાઢી લેવા. ચણા નો મસાલો પહેલેથી તૈયાર રાખો. આમચૂર પાઉડર, જીરા પાઉડર, લાલ મરચું પાવડર, કાળું મીઠું, સફેદ મીઠું લઈને મિક્સરમાં મિક્સ કરી લેવું. આ મસાલાને ચણા માં નાખો ત્યારબાદ તેમાં ડુંગળી, લીલા મરચા, સમારેલા લીલા ધાણા નાખવા અને મસાલો મિક્સ કરવો. હવે તમારા માટે એકદમ પરફેક્ટ ચટપટો, સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ચા સાથે ખાઓ ઘરે જ બનાવેલ હેલ્ધી, ટેસ્ટી સ્નેક્સ, મજેદાર ચણા જોર ગરમ”