અઠવાડિયામાં એક વાર આ પ્રકારનું ભોજન જરૂર કરવું જેનાથી તમારા વાળ અને ત્વચાને સંપૂર્ણ પોષણ મળશે…
સ્વાદમાં મજેદાર હોય અને સુંદરતા પણ વધારે, શા માટે તમારું ભોજન અઠવાડિયામાં એક દિવસ આવું ન હોય? જીહા, આજે અમે તમને આવા જ સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારી સુંદરતા વધારવાનું પણ કામ કરે છે…..
યુવાન, ઉર્જાવાન અને સુંદર બની રહેવા માટે ફક્ત ત્વચા અને વાળ પર પેસ્ટ લગાવવાથી કોઈ ફાયદો થતો નથી. પરંતુ ચિરાયું બનવા માટે જરૂરી હોય છે કે તમે તમારા ભોજનમાં અમુક ખાસ વસ્તુઓનો સમાવેશ કરો.જેથી તમારા વાળ અને તમારી ત્વચાને અંદરથી પોષણ મળે અને તે સ્વસ્થ રહે.
આ ખોરાક મૌન અને સુંદરતામાં વધારો કરે છે:
- દહીં
- એવોકાડો
- અખરોટ
- કઠોળ ની શાકભાજી
- મિક્સ લોટની રોટલી
- પાકેલું કેળું
- શાકભાજીનું કાચું સલાડ
- મગફળી, ગજક અને રેવડી
- બપોરના નાસ્તામાં ફળોના ચાટ
- રાતના ભોજનમાં ખીચડી કે નમકીન દહીં
તમે આ રીતે યોજના બનાવી શકો છો:
નાસ્તામાં મિક્સ લોટની રોટલી અને દહીં ખાઓ. પછી બપોરે ખીચડી કે દાળ ભાત સાથે છાશનું સેવન કરો. સાંજના નાસ્તામાં ફળોનું ચાટ ખાઓ અને રાત્રે કઠોળ ની શાકભાજીનો તમારા ભોજનમાં જરૂર સમાવેશ કરો. તમે ઈચ્છો તો ખીચડી કે મીઠું દહીં રાતના ભોજનમાં લઈ શકો છો. કેમકે તે સુપાચ્ય હોય છે અને તેને ખાધા પછી પેટમાં ભારેપણું રહેતું નથી.
સામાન્ય રીતે વીકેન્ડમાં જ શક્ય બને છે, જ્યારે સંપૂર્ણ પરિવાર સાથે બેસીને પૌષ્ટિક ભોજનનો સ્વાદ માણી શકે છે. પરંતુ જો તમે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છો તો પણ આ પ્રકારનું ભોજન અને સમયપત્રક તમને તંદુરસ્ત અને સુંદર રાખવામાં ખૂબ જ મદદ કરશે. સતત એક જગ્યાએ બેસીને કામ કરવાથી તમારા પેટ ઉપર ચરબી જમા થવા લાગે છે. જો તમે આ પ્રકારનું ભોજન કરશો તો આ ફરિયાદ નહીં થાય.
આ પ્રકારે સુંદરતા વધે છે:
તમે કદાચ ધ્યાન આપ્યું હોય કે અમે તમને બે વાર દહીં ખાવાની સલાહ આપી છે. એક નાસ્તામાં અને બીજું બપોરના ભોજનમાં. આવું એટલા માટે કેમ કે દહીં તમારા પાચનને સરખું રાખવાનું કાર્ય કરે છે. તમારા પેટને સાફ રાખે છે. જો કબજિયાતની સમસ્યા હોય તો તેને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
દહીંમાં ગુડ બેક્ટેરિયા મળી આવે છે, જે મેટાબોલિઝ્મ ને યોગ્ય રાખવામાં મદદ કરે છે. જ્યારે પાચન સરખું થાય છે ત્યારે તમારા શરીરને ભોજનના બધાજ રસો મળે છે. એટલે કે ભોજન માંથી જે પોષણ મળે છે તે તમારૂ શરીર સંપૂર્ણ રીતે શોષી શકે છે. તેનાથી તમારી ત્વચા અને વાળને સુંદર બનાવવામાં મદદ મળે છે.
ફળો અને નટસ:
ફળોનું ચાટ અને અખરોટ જેવા સૂકા મેવા તમારા વાળ અને ત્વચાની ચમકને જાળવી રાખવામાં કોઈ જાદુની જેમ કામ કરે છે. તમે આ વસ્તુઓનો તમારા ભોજનમાં ફક્ત એક અઠવાડિયા માટે ઉપયોગ કરો અને ફર્ક જાતે જ જુઓ.
મિક્સ લોટ, કઠોળ ની શાકભાજી અને દહીં:
સામાન્ય રીતે આપણા ઘરોમાં નિયમિત રૂપે ઘઉંના લોટની રોટલી ખાવામાં આવે છે. કેમકે બીજી રોટલીની સરખામણીમાં તેને પચાવવી સરળ છે. જો તમે અઠવાડિયામાં એક દિવસ પણ મિક્સ લોટની રોટલી ખાશો તો તમારા શરીરને સંપૂર્ણ પોષણ મેળવવામાં મદદ મળશે.
રોટલી બનાવવા માટે તમે બજારમાં મળતો મિક્સ લોટ લઈ શકો છો. કે પછી જુવારનો લોટ, ચણાનો લોટ, ચોખાનો લોટ, પીસેલી દાળ, બાજરી વગેરે ભેળવીને ઘરે જ મિક્સ લોટ તૈયાર કરી શકો છો. તેનાથી તમારા શરીરને આયર્ન, કેલ્શિયમ, ઝીંક, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ વગેરે જરૂરી પોષક તત્વો મળશે.
આ બધાં જ પોષકતત્વો તમારી ત્વચાને સુંદર અને ચમકદાર બનાવવામાં મદદ કરશે. તો રાહ કોની જુઓ છો, કોઈ ખાસ પ્રયત્ન કર્યા વગર તમારા ભોજનમાં જરૂરી ફેરફાર કરીને તમારી સુંદરતાને વધારવાના પ્રયત્ન કરો અને ચિરાયુ બનો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team