આજે જ સેવન કરો પ્રોટીનથી ભરપૂર શાકભાજીનું, જે વધારે છે રોગપ્રતિકારક શક્તિ

Image Source

શાકાહારી શાકભાજીમાં સૌથી મોંઘી શાકભાજીના રૂપમાં પનીર નું નામ સૌથી આગળ આવે છે. માંસાહારીમાં મટન ચિકન અને માછલી ખૂબ જ મોંઘી હોય છે પરંતુ આપણે એવા સાત વિશે જાણીશું જે પનીર ચિકન માછલી મટનથી પણ ખૂબ જ મોંઘી મળે છે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે અને શરીરને રોગપ્રતિકારક શક્તિ વધારે છે વરસાદની ઋતુ શરૂ થતા જ આ શાકભાજી ની આવક શરૂ થઈ જાય છે તેનું નામ પુટું છે તે મશરૂમની પ્રજાતિનું હોય છે. ગામડામાં મહિલાઓને પુરુષ તેને લઈને શહેરમાં આવે છે અને 800 રૂપિયા પ્રતિ કિલો વેચે છે અત્યારે તેની કિંમત 600 થી 800 રૂપિયા ચાલી રહી છે અને લોકો તેને ખૂબ જ ચાહથી ખાય છે.

સરગુજાનું પ્રાકૃતિક શાકભાજી પુટુ બજારમાં આવી ગયું છે. ગામડાના વિસ્તારોમાંથી મહિલાઓ અને પુરૂષો શહેરમાં આવીને અલગ-અલગ જગ્યાએ પોતાની દુકાનો શણગારી રહ્યા છે.વરસાદ શરૂ થયા પછી લોકો પુટું બજારમાં આવવાની રાહ જુએ છે.પુટુને જોતા જ લોકો તેની ખરીદી કરવા લાગે છે.

શરૂઆતના દિવસોમાં પુટુ 600 થી 800 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. પુટુમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે, તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ વધુ સારું છે. દર વર્ષે ગામડાના વિસ્તારના લોકો તેને જંગલમાંથી લાવે છે અને બજારમાં વેચે છે.સરગુજાનું પુટુ અન્ય શહેરોમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.

Image Source

પુટુ એક પ્રકારની ફૂગ છે

સરગુજા જિલ્લામાં દર વર્ષે વરસાદની મોસમમાં પુટુ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.શરૂઆતના દિવસોમાં તેની કિંમત આસમાને હોય છે,પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ તેની કિંમત ઘટતી જાય છે.લોકો તેનું શાક ખૂબ જ ચાહથી ખાય છે.

આ બાબતમાં રાજ મોહિની દેવી કૃષિ મહાવિદ્યાલય અને અનુસંધાન કેન્દ્રના પ્લાન્ટ પેથોલોજી વિભાગ દ્વારા બતાવવામાં આવ્યું છે કે પુટું એક પ્રકારની ફૂગ છે. જે મશરૂમના રૂપે મળે છે વરસાદ શરૂ થતાં જ બલોઈ,જલોઢ માટીમાં આ ફૂગ જમીનમાંથી નીકળે છે.

Image Source

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

આયુષ ડોક્ટર એ કે સિંહનું કહેવું છે કે મશરૂમની જેમ જ પુટ્ટુનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ સારું છે તેમાં હાઈ પ્રોટીન જોવા મળે છે તેનાથી અન્ય રોગો સામે લડવાની ક્ષમતા વધી જાય છે આવનાર દિવસોમાં તે આસાનીથી બજારમાં ઉપલબ્ધ થશે ત્યાં જ જાણકારોનું કહેવું છે કે એક જ જમીન ઉપર વારંવાર પુટુ મળી આવે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment