શિયાળાની સીઝન ને ખાવા – પીવાની સીઝન માનવામાં આવે છે. આ સીઝન માં એક વસ્તુ છે જે લોકો ઉત્સાહ સાથે ખાઈ છે અને તે છે મગફળી. મગફળીમાં બધા પોષક તત્વો મળી આવે છે, જે બદામ માં હોય છે. એટલા માટે તેને સસ્તી બદામ પણ કહેવામાં આવે છે. મગફળી માં આરોગ્યનો ખજાનો છુપાયેલો હોય છે. ચાલો જાણીએ કે શિયાળામાં મગફળી કેમ ખાવી જોઈએ.
પ્રોટીન થી ભરપુર
મગફળીમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે, જે શારીરિક વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે. જો તમે કોઈ કારણોસર દૂધ નથી પી શકતા તો મગફળીનું સેવન એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
વજન ઓછો કરે
મગફળી વજન ઓછુ કરવામા ખુબજ મદદરૂપ છે. મગફળી ખાધા પછી લાંબા સમય સુધી ભૂખનો અનુભવ થતો નથી. આ કારણે તમે વધુ ખાતા નથી, જેના લીધે તમને વજન ઓછું કરવામા સરળતા રહે છે.
હદય રોગ દૂર કરે છે
મગફળી એન્ટી ઓક્સિડન્ટ અને ખનીજો થી ભરપુર હોય છે. તે સ્ટ્રોક અને હદય ને લગતી સમસ્યાઓ ના ભય ને ઓછો કરે છે. મગફળીમાં રહેલ ટ્રીપ્ટોફૈન હતાશા દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
કેન્સરનો ભય ઓછો કરે છે
મગફળીમાં વધારે પ્રમાણમા ફાયટોસ્ટેરોલ રહેલુ હોય છે, જેને બીટા – સિટોસ્ટેરોલ કેહવાય છે. આ ફાયટોસ્ટેરોલ કેન્સર સામે રક્ષણ માટે મદદરૂપ સાબિત થાય છે. યુએસમાં કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ, જે સ્ત્રીઓ અને પુરુષો ઓછામાં ઓછુ અઠવાડિયામાં બે વાર મગફળી નું સેવન કરે છે, તેવી સ્ત્રીઓમાં કોલોન કેન્સરનું જોખમ ૫૮ ટકા અને પુરુષોમાં ૨૭ ટકા ઓછુ થાય છે.
ડાયાબિટસ થી બચાવે છે
મગફળીમાં મેંગેનીજ ની સાથે સાથે ખનીજ પણ મળી આવે છે. તે ખનીજ ચરબી, કાર્બોહાઈડ્રેટ, મેટાબોલિઝ્મ, કેલેશિયમ શોષણ અને બ્લડ શુગર ને નિયંત્રિત કરે છે. ઘણા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મગફળીના સેવનથી ડાયાબિટસ નું જોખમ ૨૧ ટકા સુધી ઓછુ થાય છે. જો તમને ડાયાબિટસ હોય તો તમારા ડૉક્ટર ની સલાહ લઈને મગફળી ખાઈ શકો છો.
ખરાબ કોલેસ્ટરોલ
મગફળીમાં મોનોનસેચ્યુરેટેડ અને બહુઅસંતૃપ્ત ચરબી રહેલી હોય છે. મગફળીમાં મળી આવતું ઓલેક એસીડ લોહીમાં ખરાબ કોલેસ્ટરોલને ઓછું કરે છે અને સારા કોલેસ્ટરોલ સ્તરને વધારે છે. તે શરીરમાં કોલેસ્ટરોલ સ્તરનું સંતુલિત પણ કરે છે અને સાથેજ કોરોનરી ધમની ના રોગ થી શરીરને સુરક્ષિત રાખે છે.
ફળદ્રુપતા ને સારી બનાવેછે
મગફળીમાં ભરપૂર પ્રમાણમાં ફોલિક એસિડ રહેલુ હોય છે, જે સ્ત્રીઓમાં ફળદ્રુપતા માં સુધારો કરે છે. તે ગર્ભમાં વિકસી રહેલા બાળકના આરોગ્યમાં પણ સુધારો કરે છે. જો તમે ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસો હોય, તો આજથી જ મગફળી ખાવાનું શરૂ કરી દો. તેનાથી બાળકનું આરોગ્ય સારુ રહેશે. મગફળીના સેવનથી આવનારા બાળક માં અસ્થમા થવાનું જોખમ પણ ઓછુ રહે છે.
ચેહરા પર ચમક આવે છે
મગફળી આરોગ્યની સાથે સાથે ત્વચા માટે પણ ખુબજ ફાયદાકરક હોય છે. મગફળીમાં રહેલ મોનોનસેચ્યુરેટેડ એસિડ ત્વચાને હાઇડ્રેટ રાખવાની સાથે સાથે ત્વચામાં ચમક પણ લાવે છે.
રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે
મગફળીમાં વિટામિન સી મળી આવે છે, જે શિયાળ માં થતાં તાવ અને ઉધરસ જેવી સમસ્યાઓ થી બચાવે છે. દરરોજ મગફળી ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહે છે અને શરીરને ઊર્જા મળે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team