છોલે ભટુરે ને કોઈપણ પરિચય ની જરૂર નથી. પંજાબ ની આ એક એવી રેસીપી છે જે માત્ર દેશમા જ નહીં પરંતુ વિદેશ મા પણ ખૂબ જ પ્રખ્યાત છે. ઉત્તર ભારતમા તો તમને દરેક ગલીમા એકઆધી છોલે ભટુરા ની દુકાન જોવા મળી જ જાય છે. આજે તો મોટેભાગે ફરસાણવાળા પણ છોલે ભટુરે બનાવવા લાગ્યા છે. આ છોલે ભટુરે બનાવવામા વધુ સમય લાગે છે અને તેને બનાવવા માટે થોડી વધુ મેહનત ની પણ જરૂર પડે છે, પરંતુ તેનો સ્વાદ તમને આ બધુ ભુલાવી દે છે. આ લેખમા અમે તમને છોલે ભટુરે બનાવવા માટે જરૂરી ઘટકો અને તેને કેવી રીતે બનાવવું તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
- તૈયાર કરવા માટે નો સમય : ૧૫ મિનીટ
- બનાવવો નો સમય : એક કલાક
- કુલ સમય : એક કલાક ૧૫ કલાક
- કેટલા લોકો માટે છે આ વાનગી : ૪ વ્યક્તિઓ
- ક્યાં ની છે આ વાનગી : પંજાબ
- ક્યારે ખાવી : ભોજન મા અથવા નાસ્તા મા
- વાનગી નો પ્રકાર : શાકાહારી
- કેલેરી નુ પ્રમાણ : ૫૧૧ Kcal
છોલે ભટુરે બનાવવા ની સામગ્રી :
આ સામગ્રીથી તમે ચાર લોકો માટે છોલે ભટુરા બનાવી શકો છો.
- બે કપ ચણા
- એક ચમચી માખણ
- બે ચમચી તેલ
- એક ટી-બેગ
- એક તેજ પત્તા
- એક કટકી કરેલુ લીલુ મરચું
- એક ચમચી લીંબુ નો રસ
- થોડો તજ
- એક નાની ચમચી અજમા
- ત્રણ થી ચાર લવિંગ
- એક ચમચી કટકી કરેલું લસણ
- એક નાની ચમચી આખા મરી
- એક ચમચી કટકી કરેલું આદુ
- ત્રણ એલચી
- એક કપ સમારેલ ટામેટાં
- બે કાળી એલચી
- એક કપ સમારેલ ડુંગળી
- એક નાની ચમચી હળદર
- એક નાની ચમચી જીરું
- સ્વાદ પ્રમાણે નમક
- સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર
- અડધી ચમચી હીંગ
- એક નાની ચમચી કોથમીર પાવડર
- એક નાની ચમચી જીરું પાવડર
- બે કપ મેંદા નો લોટ
- તળવા માટે તેલ
- અડધો કપ ઘઉં નો લોટ
- અડધી ચમચી આથો
- પાણી
છોલે ભટુરે બનવવા ની રીત
છોલે ચણા બનાવવા માટે:
છોલે ચણા બનાવવા માટે પહેલા તમારે અગાવ ના દિવસે આખી રાત ચણા ને પલાળીને રાખી દેવા અને ત્યારબાદ સવારે પ્રેશર કૂકરમા રાંધવા પડશે. આ પછી એક કડાઈ મા બે ચમચી તેલ ગરમ કરો અને તેમા ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે તેજપત્તા, તજ, જીરું, લવિંગ, કાળા મરી અને બંને પ્રકાર ની એલચી ઉમેરીને પકાવો. જ્યારે આ તમામ મસાલા બ્રાઉન થઈ જાય એટલે તેમાં ડુંગળી નાંખો અને તેને રાંધતા રહો અને સતત હલાવતા રહો.
ત્યારબાદ તેમા આદુ અને લસણ ની કટકી નાખો. ત્યારબાદ કડાઈમા હળદર, લાલ મરચા નો પાઉડર, ધાણા પાવડર, જીરું પાવડર, હિંગ અને મીઠું નાખીને બરાબર બધી વસ્તુઓ ને ફ્રાય કરી લો. હવે તેમાં થોડું પાણી નાંખો અને અગાવ તૈયાર કરેલા છોલે ચણા નાખો. આ તમામ સામગ્રી ને સારી રીતે મિક્ષ કર્યા બાદ તેમાં ટામેટાં અને મીઠું નાખો. ત્યારબાદ તેમા અજમા, લીલા મરચા અને પાણી ઉમેરો. આ ચણા મા રંગ લાવવા માટે, મસાલામા ટી-બેગ નાંખો અને ત્યારબાદ આશરે એક કલાક સુધી ધીમા તાપે તેને પાકવા દો. આ પછી, તેમાં લીંબુ નો રસ અને માખણ નાખો. તો લો હવે તમારા છોલા ચણા પરોસવા માટે તૈયાર છે.
ભટુરા બનાવવા માટે:
ભટુરે બનાવવા માટે સૌથી પહેલાં મેંદા નો લોટ, ઘઉં નો લોટ અને નમક નાખીને જોઈતુ પાણી ઉમેરી ને લોટ બાંધી લો. હવે તેમા આથો ઉમેરો અને બે થી ત્રણ કલાક માટે તેને છોડી દો જેથી આથો તેનું કામ કરી શકે. ત્યારબાદ આ લોટ ને સરખા ભાગે વેહચી લો અને તેમા થી ગોળ અથવા અંડાકાર આકાર મા રોટલી જેવુ બનાવી લો. ત્યારબાદ એક કડાઈ મા ભટુરા તળવા માટે તેલ ગરમ કરો અને તેમા આ ભટુરા તળવા માટે નાખો. તેને ધીમા તાપે તળવા. તે સોનેરી રંગ ના થવા લાગે એટલે તેને બહાર કાઢી લેવા. ધ્યાનમા રાખવું કે તે વધુ બળી ના જાય. તો લો હવે તમારા ભટુરા સર્વ કરવા તૈયાર થઈ ગયા છે.
છોલે ભટુરે કેવી રીતે પરોસવા
છોલે ભટુરા પરોસવા માટે છોલા ઉપર લાંબા-લાંબા લીલા મરચાં અને આદુ નાંખો, તેને ભેળવતા નહીં, ખાલી છોલા ઉપર તેને રાખી દો. છોલે ભટુરા ને કાંદા અને લીંબુ સાથે ગરમાગરમ પીરસો. તેને ગરમાગરમ ખાવા મા આવે તો જ વધુ સ્વાદ આવે છે.
છોલે ભટુરેમાં હાજર રહેલા પોષકતત્વો ની માહિતી
છોલે ભટુરેમા હાજર પોષક તત્વો વિશેની માહિતી નીચે આપેલ છે. આ પોષકતત્વો એક ભટુરા અને આશરે ૩૦૦ ગ્રામ છોલે પર આધારિત છે.
- પોષકતત્વો માત્રા
- કેલોરી ૫૧૧ Kcal
- ફેટ ૨૭ ગ્રામ
- કોલેસ્ટ્રોલ ૫.૭ મી.લી.
- સોડીયમ ૫૦૭ મી.લી.
- કાર્બોહાઈડ્રેટ ૫૯ ગ્રામ
- પ્રોટીન ૧૩ ગ્રામ
- કુદરતી સુગર ૮.૬ ગ્રામ
છોલે ભટુરે બનાવવા માટે ની અમુક ટીપ્સ
- છોલે ચણા ને બરાબર રાંધવા માટે તેને આખી રાત પાણીમા પલાળી રાખો.
- છોલે મા સોડા નો ઉપયોગ ન કરવો, તેનાથી અપચો થઈ શકે છે. સોડા કરતાં બેકિંગ પાવડર નો ઉપયોગ કરવો વધુ સારું છે. જેથી ભટુરા સારા બને છે.
- છોલે ભટુરા ની તીખાસ ને ઓછા-વધુ કરવા માટે લાલ મરચા ના પ્રમાણ ને એડજસ્ટ કરો.
- તમે ભટુરા ના વધેલા લોટ ને ફ્રિજ મા રાખીને બીજા દિવસે ફરી ઉપયોગ મા લઇ શકો છો.
- જો તમે બજાર માંથી મળતા છોલે મસાલા નો ઉપયોગ કરો છો, તો તેનો ઉપયોગ ઓછા પ્રમાણ મા કરવો, નહીં તો તમારા છોલા ખૂબ મસાલેદાર થઈ જશે.
- જો તમારે છોલા ની ગ્રેવી ને ઘાટી કરવા ઈચ્છો છો તો તેમા થોડા છોલા ને મેશ કરી લો.
- છોલા નો સ્વાદ વધારવા માટે તમે તેમા અમચુર પાઉડર અથવા તો દાડમ ના દાણા પણ ઉમેરી શકો છો.
- ભટુરા ના લોટ ને તમારા હાથ થી ગોળ બનાવો, જો તમે તેને કટર થી કાપીને બનાવશો તો ભટુરા ફૂલશે નહીં.
- અહિયાં મેંદા ના લોટ સાથે ઘઉં ના લોટ નો પણ ઉપયોગ કરવામા આવ્યો છે, તમે ઇચ્છો તો ખાલી મેંદા ના ઉપયોગ થી પણ ભટુરા બનાવી શકો છો.
છોલા ભટુરા ને હેલ્થી બનાવવા માટે
છોલે ભટુરે ને હેલ્થી બનાવવા માટે ની કોઈ ખાસ રીત નથી, પરંતુ નીચે આપેલી અમુક ટીપ્સ તમને કામ લાગી શકે છે:
- આમ જોવા જઈએ તો પરંપરાગત રીતે, ભટુરા બનાવવા માટે કેવળ મેંદા ના લોટ નો જ ઉપયોગ કરવામા આવે છે, પરંતુ જો તમે ઇચ્છો તો, તેની પોષ્ટિકતા વધારવા માટે અન્ય પ્રકાર ના લોટ નો પણ ઉપયોગ કરી શકો છો.
- જો તમને હાઈ બ્લડ પ્રેશર હોય તો, છોલે મા ઓછા મસાલા નો ઉપયોગ કરવો.
- હાઈ કોલેસ્ટરોલ ના દર્દીઓ ને તળેલી વસ્તુઓ ન ખાવાની સલાહ આપવામા આવે છે, પરંતુ ભટુરા ને તળ્યા વગર બનાવી શકાય નહીં. આ માટે જો તમે ઈચ્છો તો તેને તળવા માટે સામાન્ય તેલ ની જગ્યાએ ઓલિવ તેલ નો ઉપયોગ કરી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team