કેટલીક મહિલાઑ ના મોઢા પર જીણા જીણા હલકા એવા ભૂરા રંગ ના સ્પોટ્સ દેખાય છે, જેને બ્રાઉન સ્પોટ્સ કહવાય છે. આ નિશાન હલકા ભૂરા થી લઈ ને ડાર્ક રંગ ના થઈ જાય છે. જેનાથી કોઈ પણ મહિલા નો ચેહરો થોડો ડલ લાગવા લાગે છે. જેના લીધે મહિલા ની ખૂબસૂરતી છીનવાઇ જાય છે. આજે આપણે આ બ્રાઉન સ્પોટ્સ તેમંજ ડાઘ થી કેવી રીતે છુટકારો મેળવવો તેના કેટલાક ઘરેલુ ઉપાય જોઈશું.
લીંબુ નો રસ
ચહેરા પર રુ થી લીંબુ નો રસ લગાવવો અને 15 મિનિટ પછી ચહેરા ને ધોઈ નાખવો. આમ કરવાથી બ્રાઉન સ્પોટ્સ અને કરચલીઓ થી છુટકારો મળે છે.
ટામેટાં નો રસ
લીંબુ ના રસ માં ટામેટાં નો રસ ભેળવી લગાવવાથી ફાયદો થાય છે.
ડુંગળી નો રસ
બ્રાઉન સ્પોટ્સ થી છુટકારો મેળવવા માટે 1 ચમચી ડુંગળી ના રસ માં 2 ચમચી મધ ભેળવી ને ડાગ પર લગાવવું . પછી 15 મિનિટ બાદ ચહેરો ધોઈ નાખવો.
દૂધ અને ક્રીમ
ચહેરા પર ના બ્રાઉન સ્પોટ્સ આછા કરવા માટે તેમજ તેને ધીમે ધીમે મટાડવા માટે, ફાટી ગયેલા દૂધ માં મધ અને ક્રીમ નાખીને એક ફેસમાસ્ક તૈયાર કરવો. હવે આ માસ્ક ને ચહેરા તેમજ ગરદન પર લગાવવું. આમ કરવાથી ચહેરા પર ના ડાગ ને ઓછા કરવામાં મદદ મળી રહે છે.
પીળા સરસવ નો લેપ :
પીળા સરસવ નો લેપ બનાવવા માટે એને સૌ પહેલા દળી લો અને દૂધ માં મિક્સ કરી ને એનો માસ્ક તૈયાર કરી લો. ચહેરા પર લગાવી તેને 20 મિનિટ સુધી રહવા દો. પછી ચહેરો ધોઈ નાખો. આમ આ ચહેરા પર ના ડાગ દૂર કરવાનો અસરકાર ઉપાય છે.
ત્વચા ને સુર્ય ના તાપ થી બચાવું:
ચહેરા પર બ્રાઉન સ્પોટ્સ થવાનું મુખ્ય કારણ છે સુર્ય માંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણો. એટલા માટે જ જેમ બને એમ સુર્ય ના કિરણ થી ચહેરા નો બચાવ થાય એનું ધ્યાન રાખવું. ભડભડતા તાપ માં બહાર જવાનું ટાળવું. જો કોઈ કારણ થી તડકા માં નીકળવું પડે તો સનસ્ક્રીન લોશન લગાવી ને નીકળવું.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team