સવાર ના નાસ્તા માં બનાવો એકદમ સરળ અને ટેસ્ટી સ્ટફ ઇડલી..

સવારે નાસ્તા માં શું બનાવામાં આવે?? દરેક ગૃહિણી ને આ પ્રશ્ન ખૂબ હેરાન કરતો હોય છે. જો તમે પણ આવા જ પ્રશ્ન થી હેરાન થઈ ગયા છો તો એક વખત સ્ટફ ઇડલી તો ટ્રાય કરવી જ જોઈએ. બનાવામાં સરળ અને ખૂબ જ ઓછા તેલ માં તે બની જાય છે. સવારે નાસ્તા માં ઇડલી અને વડા તો બધા ને જ ભાવે પણ તેની સાથે સંભાર અને ચટણી બનાવી પડે એટલે તે થોડું મુશ્કેલી વાળુ કામ લાગે છે. એટલે જ અમે આજે લઈ ને આવ્યા છીએ સ્ટફ ઇડલી..

Image Source

ચાલો જાણીએ કેવી રીતે બનાવી શકાય આ સરળ રેસીપી..

સ્ટફ ઇડલી બનાવા માટે ની સામગ્રી

  • 1 ½  કપ સોજી
  • 1 ½ કપ દહી
  • 2 બાફેલા બટાકા
  • 1 જીણી સમારેલ ડુંગળી
  • સાથે જીણા સમારેલા બીન્સ, શિમલા મિર્ચ, લીલા મરચાં,
  • થોડું છીણેલું આદું
  • વટાણા, જીરું
  • હળદર, મરચું, ધાણાજીરું, અને સ્વાદાનુસાર મીઠું

વિધિ

સૌથી પહેલા જીણા દાણાવાળી સોજી અને દહી ને મિક્સ કરી ફેટી દો. તેમા અડધી ચમચી જેટલું મીઠું નાખી ને ઢાંકી ને મૂકી દો. હવે stuffing માટે એક કઢાઈ લો. તેમા થોડું તેલ નાખી ને તેને ગરમ થવા દો.

Image Source

તેલ ગરમ થતાં તેમા જીરું નાખી ને સાંતડો. ત્યારબાદ તેમા ડુંગળી, આદું અને લીલા મરચાં નાખો. ડુંગળી આછા ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સાંતડો. પછી તેમા જીણા સમરેલા બીન્સ, શિમલા મિર્ચ, વટાણા નાખી ને સાંતડો. બધા જ સૂકા મસાલા નાખી દો. હવે બાફેલા બટાકા નાખી ને બધુ મિક્સ કરી દો.

ઇડલી માટે

ઇડલી ના ખીરા માં થોડું પાણી નાખી ને તેને બરાબર ફેટી લો. ધ્યાન રાખવું કે ખીરું થોડું જાડું જ રાખવું. હવે stuffing ને હાથ માં લઈ ને તેને ટિક્કી જેવો શેપ આપો. ઇડલી ની પ્લેટ ને તેલ લગાવી ને ગ્રીસ કરી લો.

Image Source

ત્યારબાદ તેમા  ઇડલી નું બેટર નાખો. હવે તેની પર બનાવેલી ટિક્કી મૂકો અને ફરી થી તેની પર ઇડલી નું બેટર નાખો.

Image Source

અને ઇડલી ને બાફવા મૂકો. તમારી સ્વાદિષ્ટ ઇડલી તૈયાર છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment