ઉપવાસ માં લોકો સાબુદાણા ની ખિચડી ખાવાનું પસંદ કરે છે. જો તમે ઈચ્છો તો સાબુદાણા નો ચટપટો અને હેલ્થી નાસ્તો તૈયાર કરી શકો છો. એની માટે તમારે વધારે પડતી સામગ્રી ની પણ જરૂર નથી અને ચા સાથે પણ તમારો ચટપટો નાસ્તો તૈયાર થી જશે.અને આ નાસ્તો નાના બાળકો થી લઈ ને મોટાઓ ને પણ બહુ ગમશે.
ચાલો જોઈએ સાબુદાણા ની ટિક્કી બનાવાની રીત.
સમગ્રી
- તેલ
- થોડા સાબુદાણા
- 4 બાફેલા બટાકા
- ½ કપ સીંગદાણા
- 2 લીલા મરચાં
- આદુ ની પેસ્ટ
- કોથમીર
- સ્વાદ અનુસાર મીઠું
વિધિ
- સાબુદાણા ને 3 – 4 કલાક માટે પાણી માં પલાળી રાખો. ત્યાર પછી સીંગદાણા ને શેકી ને તેના છોતરાં કાઢીને મિક્સર માં દળી લો.
- બાફેલા બટાકા ને છૂંદી નાખો. સાબુદાણા ને પાણી માંથી કાઢી ને ધોઈ લો.
- હવે સાબુદાણા માં દળેલા સીંગદાણા, છુંદેલા બટાકા ,લીલા મરચાં , આદુ ની પેસ્ટ , કોથમીર, ગરમ મસાલો , લાલમરચું, ધાણા જીરું ,મીઠું અને લીંબુ નો રસ નાખી ને મિક્સ કરો.
- હવે આ મિક્સર ના ગોળ ગોળ આકાર બનાવીને ચપટો કરો. જેવી રીતે ટિક્કી નો આકાર હોય છે. હવે એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો.
- હવે આ ટિક્કી ને ડીપ ફ્રાય કરો. જ્યારે તે આછા ગુલાબી રંગ ના થઈ જાય ત્યારે કાઢી લો. હવે તેને સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરો.
તૈયાર છે તમારી ચટપટી સાબુદાણા ની ટિક્કી..
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team