શું તમે ક્યારેય પનીર ચીસ બ્રેડ રોલ ખાધા છે?? ચલો જાણીએ તેની રેસીપી..

સાંજ ના નાસ્તા માં કઈ નવું ટ્રાય કરવા માંગો છો?? આજે જ ટ્રાય કરો આ ટેસ્ટી અને સરળ રેસીપી.. તેને બનાવું ખૂબ જ સહેલું છે. કારણકે તેને બનાવા માટે ખૂબ જ ઓછા તેલ કે બટર ની જરૂર પડે છે. સાથે જ આ ડીશ નાના બાળકો ને પણ ભાવશે કારણકે તેમ ઘણું બધુ ચીસ નાખવામાં આવે છે. ચાલો જાણીએ તેને બનાવાની રીત..

Image Source

 

પનીર રોલ ની સામગ્રી

બ્રેડ,

એક કપ ચીઝ, એક ચમચી આદુ-લસણની પેસ્ટ,

ચાર ક્યુબ પનીર,  ½ ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ¼  ચમચી જીરું પાવડર, ગરમ મસાલો ,

ટમેટો સોસ , આમચૂર પાવડર,

સ્વાદ પ્રમાણે મીઠું, કોથમીર, લીલી ચટણી

બે થી ત્રણ ચમચી ઘી અથવા તેલ

બનાવાની રીત

પનીર રોલ બનાવા ખૂબ જ સરળ છે. તેને બનાવવા માટે એક કઢાઈ માં તેલ અથવા માખણ નાખી ગરમ કરો પછી તેમા ડુંગળી નાખી ને સાંતડો. ત્યારબાદ તેમાં છીણેલું પનીર અને બધી સામગ્રી અને મસાલા નાખો અને તેને સારી રીતે સાંતડી લો અને એક  મિક્સર તૈયાર કરો.

Image Source

હવે બ્રેડ ની બધી જ ધાર ને કાપી લો. હવે બ્રેડ ને વેલણ ની મદદ થી થોડું ચપટું કરી લો.

Image Source

હવે તેની પર લીલી ચટણી લગાવી દો. હવે તેમા પનીર નું mixer ભરી ને તેનો રોલ વાળી લો. છેલ્લે બ્રેડ ની ધાર ને પાણી ની મદદ થી ચોંટાડી દો.

Image Source

હવે એક તવી લો તેમા થોડું તેલ કે બટર લઈ ને ગરમ કરો અને તેની પર આ રોલ ને ધીમા તાપે શેકી લો.

Image Source

તમારા બ્રેડ રોલ તૈયાર છે તેને લીલી ચટણી સાથે સર્વ કરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment