દિવાળીના અવસર પર લાગવું છે સૌથી સુંદર? તો સીખી જાઓ આ ઇઝી હેર સ્ટાઈલ…

દિવાળી માં હવે વધારે દિવસો નથી રહ્યા. ઘણી લેડીઝ વિચારતી હોય છે કે આ દિવાળી કંઇક અલગ થી મનાવવી જોઈએ. અલગ રીતે તૈયાર થવું એ પછી અલગ સાડી કે ડ્રેસ પહેરવો કે પછી અલગ હેર સ્ટાઈલ કરવી.. બસ બધાથી અલગ દેખાવું એ દરેકને પસંદ હોય છે.

વાળ ગમે તેટલા સ્વસ્થ અને સુંદર કેમ ન હોય? પરંતુ દરેક સીઝનમાં વાળને ખુલ્લા રાખવા શક્ય નથી. નિયમિત રીતે જો વાળ ખુલ્લા રાખવામાં આવે તો વાળને નુકસાન થાય છે. અત્યારે નવરાત્રી અને દિવાળી જેવા ફેસ્ટિવલના દિવસોમાં તથા ઓફિસમાં પણ તમે વિવિધ પ્રકારની સરળ હેર સ્ટાઇલ ટ્રાય કરી શકો છો. જે તમને સ્ટાઇલિશ લુકની સાથે તમારા વાળની જાળવણી રાખવામાં મદદ કરશે.

સોક બન

લાંબા વાળ કોને પસંદ નથી હોતા? ગરમી લાગવાના કારણે વાળમાં પરસેવો થાય છે, તથા તે ગરમીમાં વાળની સંભાળ લેવી મુશ્કેલ બને છે. તો વાળને સારી રીતે કેરી કરવા માટે સોક બન ક્વિક, ઇઝી અને ટ્રેન્ડી હેરસ્ટાઇલ છે. આ હેર સ્ટાઇલ બનાવવા માટે પહેલા ઊંચી પોની બાંધી લો. ત્યાર બાદ પોનીના રાઉન્ડ બનની મદદથી ગોળાકાર અંબોડો બાંધી લો. તમે ફેસ્ટિવલ સીઝનમાં આ હેર સ્ટાઇલને ડેકોરેટ કરવા માટે તેની પર રીંગ કે બ્રોચ લગાવી શકો છો.

ફિશટેલ

ફિશટેલ દેખાવમાં થોડી અઘરી હેર સ્ટાઇલ લાગશે, પરંતુ ખૂબ જ ઓછા સમયમાં સરળ રીતે બની શકે છે. આ હેર સ્ટાઇલ બનાવવા માટે વાળને બે ભાગોમાં ડિવાઇડ કરો. હવે એક સાઇડમાંથી થોડા વાળ લો, તેની બીજી સાઇડથી લઇને ચોટલો બનાવતા જાઓ. આ હેર સ્ટાઇલ તમે ટ્રેડિશનલ કે વેસ્ટર્ન વેરમાં કરી શકો છો. આ ઇન્ડોવેસલ્ટન હેર સ્ટાઇલ છે. જે તમે કોઇપણ ફંક્શનમાં બનાવી શકો છો. તે તમારા લુકને સિમ્પલ અને ક્લાસી બનાવશે.

સ્લીક્ડ્ બેકપોની

સ્લીક્ડ્ બેક પોની હેર સ્ટાઇલ બનાવવા માટે સૌ પ્રથમ તમે તમારા વાળને સ્ટેટનિંગ મશીનની મદદથી સ્ટ્રેટ કરી લો. ત્યાર બાદ હળવા હાથે આગળના ભાગમાં તેલ લગાવી લો. હવે કાંસકાની મદદથી ઊંચી પોની બનાવો, તેમાંથી જ એક લટ કાઢી લો, અને તેનાથી જ ટાઇટ પોની બાંધી લો.

Leave a Comment