પરદેસ ફરવા જવું કોને ન ગમે? ભાગ્યેજ કોઈ લોકો હશે કે જેને ટ્રાવેલિંગ નો શોખ નથી હોતો. પણ જે લોકોને ટ્રાવેલિંગ નો શોખ જ નહી પણ જેમના માટે ટ્રાવેલિંગ જ જીવન જીવવા ની પ્રેરણા છે તે લોકો માટે અમે લાવ્યા છીએ ગુડ ન્યુઝ..
વિદેશ ફરવા જતા દરેક યાત્રીને સૌથી મોટી ચિંતા તેના ફોનની કનેક્ટિવિટીની હોય છે. આ યાત્રા દરમિયાન પરિવારજનો સાથે જોડાયેલા કેવી રીતે રહેવું? જો કે દુબઈ જનારા પ્રવાસીઓને હવે આ ચિંતા કરવાની જરાય જરૂર નહિ રહે. દુબઈ જનારા પ્રવાસીઓને હવે ફ્રી SIM કાર્ડ મળશે, તેમાં ફ્રી મોબાઈલ ડેટા અને ટોક ટાઈમ ઉમેરેલા હશે. તમે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી જ તે કલેક્ટ કરી શકશો. એનો અર્થ એ કે તમે દુબઈ જશો તો લોકલ SIM કાર્ડ ખરીદવાની જફા નહિ કરવી પડે.
દુબઈના જનરલ ડિરેક્ટોરેટ ઑફ રેસિડન્સી એન્ડ ફોરેન અફેર ના જણાવ્યા મુજબ 18 વર્ષથી વધુ વયના યાત્રીઓ પાસે પાસે ટ્રાન્ઝિટ, વિઝિટ અને વિઝા ઓન અરાઈવલ હશે તો તેમને દુબઈ એરપોર્ટના ઈમિગ્રેશન કાઉન્ટર પરથી સિમ કાર્ડ મળી જશે. આ SIM એક મહિના માટે વેલિડ રહેશે. તેમાં ત્રણ મિનિટનો ટોક ટાઈમ અને 20 mb ફ્રી મોબાઈલ ડેટા મળશે. જો કે યાત્રીઓ તેમના કાર્ડમાં ટોપઅપ કરાવી શકે છે.
SIM કાર્ડ ઈમિગ્રેશન સિસ્ટમ સાથે સિન્કમાં કામ કરશે. એક વખત ટૂરિસ્ટ દેશમાંથી નીકળી જાય એટલે તે ડિએક્ટિવેટ થઈ જશે. ન્યુઝ રિપોર્ટ્સ અનુસાર SIM કાર્ડ ટોપ અપ કરાવવા માટે યાત્રીઓ પાસે ત્રણ પેકેજ હશે, સ્મોલ, મીડિયમ અને લાર્જ.
દુબઈનો ટાર્ગેટ 2025 સુધીમાં વર્ષે 23થી 25 મિલિયન વિઝિટર્સનો છે. આથી પ્રવાસીઓ માટે તે વર્ષે વર્ષે સુવિધા પણ વધારી રહ્યા છે. દુબઈ ટૂરિઝમ માર્કેટમાં ટોચ પર પહોંચવા માંગે છે અને પોતાની જાતને બિઝનેસ ડેસ્ટિનેશન તરીકે પણ પ્રમોટ કરવા માંગે છે.
દુબઈ હંમેશાથી ટૂરિસ્ટ-ફ્રેન્ડલી દેશ રહ્યો છે. આખી દુનિયામાંથી વર્ષે કરોડો લોકો આ દેશની મુલાકાત લે છે. દુબઈ ટુરિઝમના ડેટા મુજબ 2019ના પહેલા ક્વાર્ટરમાં જ 47.5 લાખ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે, તેમાંથી સૌથી વધુ સંખ્યા ભારતીય પ્રવાસીઓની હતી.
તમે આ આર્ટીકલ ફક્ત ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો.દરેક પ્રકારની નવી માહિતી જાણવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે તો આ પેજને અત્યારે જ લાઈક કરી લો અને પ્રિય મિત્ર તથા સગા સબંધીઓ સાથે શેયર કરવાનું ભૂલતા નહીં.