નેલ પોલીશ રીમુવર ખત્મ થઇ જાય તો ચિંતા ન કરો, આ ટ્રીક થી નિકાળો નેલ પોલીશ💅

હાથોને સુંદર રાખવા માટે મહિલાઓ ઘણીવાર સમય-સમયે મેનીક્યોર નો સહારો લેતા હોય છે . મેનીક્યોર કર્યાના થોડા દિવસ પછી હાથો થી નેલ પોલીશ ઉડવા લાગે છે જેનાથી હાથો ની પર્સનાલીટી પણ ફીકી પડી જાય છે.

ક્યારેક અચાનક બહાર જવાનું થયું અને નેલ પોલીશ બદલવા માટે રીમુવર પતી જાય તો ચિંતા વધુ થઇ જાય છે. એટલા માટે આજે અમે તમને નેલપોલીશ ઉતારવા માટે અલગ-અલગ ટ્રીક જણાવશું.

ગરમ પાણી 

નેલપોલીશ નીકળવા માટે એક વાસણ માં ગરમ પાણી લો અને તમારા નખ ને ગરમ પાણી માં ૧૦ મિનીટ સુધી ડુબાડી રાખો. ત્યાર બાદ કોટન થી સાફ કરી લો. આમ કરવાથી કેમિકલ ફ્રી રીતે નેલ્પોલ્સીહ નીકળી જશે.

ડિયોડ્રેન્ટ 

નેલપોલીશ લાગેલા નખ પર થોડું ડિયો છાંટી તરત કોટન થી લુછી લો. ડિયો માં નેલ પેન્ટ રીમુવર જેવા કોમ્પોનેન્ટ હોય છે જેના કારને તે આરામથી પોલીશ નીકાળી શકે છે.

હેન્ડ સેનીટાઇઝર 

હાથ સાફ કરવા ઉપરાંત, તમે નેઇલ પોલિશને દૂર કરવા માટે હેન્ડ સેનિટીઝરનો પણ ઉપયોગ કરી શકો છો. કોટનમાં થોડું સેનીટીઝર લગાડી નખ માં સાફ કરશો તો નેલ પેન્ટ રીમુવ થઇ જશે.

વિનેગર અને લીંબુ 

પહેલા લીંબુ અને વિનેગર બન્ને મિક્સ કરો. હવે નવસેકા પાણીમાં નખને મિનીટ સુધી રાખો. હવે વિનેગર અને લીંબુ ના મિક્સર માં કોટન ડુબાડી ૧૦ સેકન્ડ માએ નખ પર રગડો. આં કરવાથી પણ નેલ પોલીશ નીક્લી જશે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment