કમાન્ડર અભિનંદનને ભારતના લોકો અલગ-અલગ રીતે સલામ કરે છે. અભિનંદનની બહાદુરીને લોકોએ ખુબ જ નવાજી છે. ત્યારે ફરી એક દુલ્હાએ એટલે કે, લગ્ન સમયે યુવકે એવું કર્યું કે, તેને અભિનંદનને પણ ખુશ કરી દીધા.
ઇન્દોર શહેરની એક ઘટના છે જેમાં લગ્ન સમયે યુવકે એવું જોરદારનું કામ કર્યું કે, દેશના તમામ લોકો વાહ..વાહના વખાણ કરવા મજબૂર થયા. કામ જ એટલું સારૂ કર્યું કે, વખાણ તો કરવા જ પડે ને. દુલ્હાએ હાથમાં અભિનંદનના નામની મહેંદી બનાવી અને તેની જીવનસંગીનીને કહ્યું કે, ભારત દેશની જગ્યા મારા દિલમાં બહુ ઉંચી છે.
આ યુવકે પોતાના લગ્ન સમયે અભિનંદનનો ચહેરો હોય તેવી મહેંદી હાથમાં લગાડી. સાથે તેની પત્નીના નામની જગ્યાએ અભિનંદનનું નામ લખ્યું. અભિનંદનની તસ્વીર તેને મહેંદીમાં બનાવી સેલ્યુટ કર્યું. આમ સામાન્ય રીતે લગ્ન વખતે કપલ એકબીજાના નામ મહેંદીમાં છુપી રીતે લખાવતા હોય છે પણ આ દુલ્હાએ તેના હાથમાં અભિનંદનનું નામ લખ્યું.
ઇન્દોરના સાંવેર રોડ પરના ગામ રિંગનોદીયામાં રહેવાવાળા દૂધનો વેપાર કરતા શુભમ ભારતના કમાન્ડર અભિનંદનથી એટલા પ્રેરિત થયા કે તેને લગ્ન સમયે હાથમાં દુલ્હનના નામની બદલે અભિનંદનની તસવીર મહેંદીમાં બનાવી. આ યુવકે તેની થનારી જીવનસંગીની સાથે ફોનમાં વાત કરતા એવું કહ્યું કે, “ તુમ દિલ મેં રહેતે હો લેકિન દેશ દિલ સે ઉપર હૈ.”
પાક.ને તેના કરતૂતની સજા મળી અને ભારતે બહુ ટૂંકા સમયમાં હુમલાનો વળતો જવાબ આપી દીધો એટલે તો ભારતના નાગરિક સેના સાથે ઉભા રહેવા માટે હાજર છે. દુલ્હા શુભમે એ પણ જણાવ્યું કે, દેશના જવાનો ૨૪ કલાક આપણી રક્ષા કરે છે, તો આપણો પણ હક બને છે તેને માન-સમ્માન આપવાનો.
એટલા માટે તો શુભમે તેના લગ્ન વખતે હાથની મહેંદીમાં કમાન્ડર અભિનંદનની તસવીર બનાવીને દેશને દેખાડ્યું કે, યુવાઓ ભારતનું રત્ન છે. એ ઈચ્છે તો અને એક જૂથ થાય તો અન્ય દેશની તાકાત નથી કે ભારત સામે કોઈ આંગળી ઉઠાવી શકે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel