લગ્ન માટે કન્યાઓને છોકરો પસંદ ના આવે એ કંઈ મોટી વાત નથી. મોટેભાગે બંને વચ્ચે મુલાકાત થાય એ પછી જ જો કન્યાને છોકરા માટે કોઈ જાતની નાપસંદગી ઊભી થાય તો તે ના પાડી દે છે. ના પાડતી વખતે ઊંમર, અભ્યાસ, નોકરી, દેખાવ કે કોઈ શારીરિક ખોડખાપણ કારણ હોય તેવું બની શકે. પણ કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં એક થોડો આશ્વર્યજનક કહી શકાય તેવો કિસ્સો સામે આવ્યો છે.
વેબસાઇટ પરની વાતોથી પાંગરેલો પ્રેમ —
રમેશ નામના બેંગ્લુરુમાં રહેતા ૩૫ વર્ષના સોફ્ટવેર એન્જીનિયરની રશ્મિ સાથે મુલાકાત થઈ : એક વેબસાઇટ પર! રશ્મિ અમેરિકામાં રહેતી હતી. બંને કલાકો સુધી વેબસાઇટ પર વાતો કરતા. એમ કરતા બંને વચ્ચે પરિચય ગાઢ થયો, જે પ્રેમમાં પાંગર્યો. એમ થતા એક વખતે બંનેએ સાથે જીવન ગુજારવાનું નક્કી કર્યું અને વાત લગ્ન સુધી પહોંચી.
લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ —
એ પછી રશ્મિ ઓગસ્ટમાં બેંગ્લુરુ આવી. બંને વચ્ચે મુલાકાત થઈ. થોડા દિવસ પછી બંનેના પરિવારો પણ એકબીજા સાથે મળી લીધા. બધાં રાજી થયાં. સપ્ટેમ્બર મહિનામાં બંનેની સગાઈ પણ થઈ ગઈ.
એ પછી લગ્નની તારીક પણ નક્કી થઈ. લગ્ન કરવાનું આયોજન તો બેંગ્લુરુમાં જ હતું. કારણ કે રમેશનો આખો પરિવાર બેંગ્લુરુમાં જ હતો. પણ રશ્મિએ લગ્નનું સ્થળ તિરુમાલા મંદિર નક્કી કર્યું. આખરે એ વાત પર પણ રમેશનો પરિવાર રાજી થયો. ૩૦ જાન્યુઆરીના રોજ લગ્ન નક્કી થયાં. એ પછી રશ્મિ ફરીવાર અમેરિકા ચાલી ગઈ.
તારે નાક પર પ્લાસ્ટિક સર્જરી કરાવવાની જરૂર છે! —
આ બાજુ રમેશે લગ્નની તૈયારીઓ આરંભી દીધી. જમણવાર માટે રસોડાનો ઓર્ડર આપી દીધો. કપડાં લઈ લીધાં અને ગિફ્ટનું પેકિંગ પણ થઈ ગયું. આમ એડવાન્સમાં કરવાની બધી તૈયારીઓ થવા લાગી. એકાદ લાખ રૂપિયા એડવાન્સમાં આપી પણ દેવાયા. પણ આ બધા વચ્ચે રશ્મિના પિતાનો ફોન આવ્યો કે, સબંધ કેન્સલ કરવા પડે તેમ છે!
રમેશે રશ્મિને ફોન કર્યો. આવું કરવા પાછળનું કારણ પૂછ્યું ત્યારે રશ્મિએ જવાબ આપ્યો કે, રમેશનું નાક તેને પસંદ નથી. તે ઘણું મોટું છે! વળી, બહુ વિકૃત પણ છે! એની પ્લાસ્ટિક સર્જરી કરાવવાની જરૂર છે.
રશ્મિનો આવું કારણ સ્વાભાવિક રીતે રમેશને પસંદ ન પડ્યું. અને તે પણ છેક છેલ્લે! રશ્મિએ રમેશ પર આવી વિકૃત મજાક કર્યા પછી તેનો નંબર પણ બ્લોક કરી દીધો. એ પછી નારાજ રમેશે પોતાની છેતરપિંડી થયાનો રશ્મિ પર દાવો કર્યો છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team