સૂંઠ અને લવિંગનું એકસાથે સેવન કરવાથી સ્વાસ્થ્યને મળે છે આ 6 અદભુત ફાયદા, જેને જાણીને તમે આશ્ચર્યમાં મૂકાઈ જશો

સૂંઠ અને લવિંગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને સૂંઠને આયુર્વેદમાં ઔષધિના રૂપે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. સૂંઠ અને લવિંગનું એકસાથે સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે. સૂંઠ આદુને સૂકવીને બનાવવામાં આવે છે અને સૂંઠને લોકો પીસીને ઘણી બધી સમસ્યાઓમાં પણ ઉપયોગમાં લે છે. અને તે સિવાય તેનો ઉપયોગ ભોજનના મસાલાના રૂપે પણ કરવામાં આવે છે. સૂંઠ અને લવિંગમાં એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને બીટા કેરોટીન જેવા ગુણ જોવા મળે છે. સૂંઠ અને લવિંગનું એકસાથે સેવન કરવાથી તમે શરીરની ઘણી બધી ગંભીર સમસ્યાઓને પણ દૂર કરી શકો છો. આવો જાણીએ તેના વિશે વિસ્તારથી.

સૂંઠ અને લવીંગ ના ફાયદા

સૂંઠ અને લવિંગમાં ઉપસ્થિત ગુણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ બંનેનું એક સાથે સેવન કરવાથી તમે ઘણી બધી બીમારીઓમાં લાભ મેળવી શકો છો લવિંગમાં ઉપસ્થિત ગુણો પુરુષોની ઘણી બધી સમસ્યાઓ માટે ઉપયોગી માનવામાં આવે છે આવો આરોગ્ય હેલ્થ સેન્ટરના આયુર્વેદાચાર્ય પાસેથી જાણીએ સૂંઠ અને લવીંગ ના ફાયદા વિશે.

1 રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી

શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ બન્ને વસ્તુ નું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સૂંઠ અને લવિંગ ની અંદર કેપ્સેસિન અને કર્ક્યુમિન જેવા એન્ટી ઓક્સિડન્ટ તત્વો જોવા મળે છે. આ બંનેનું એક સાથે સેવન કરવાથી રોગપ્રતિકારક સિસ્ટમ ને ખૂબ જ ફાયદો મળે છે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે સૂંઠ અને લવિંગનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.

2 દાંતના દુખાવાની સમસ્યામાં ફાયદાકારક

આ બંનેમાં ઉપસ્થિત ગુણ દુખાવાને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. અને આયુર્વેદમાં લવિંગને દર્દનિવારક પણ માનવામાં આવે છે લવિંગમાં જોવા મળતાં એન્ટી બેક્ટેરિયલ ગુણ દાંતથી જોડાયેલા દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક છે લવિંગનું તેલ દાંતના દુખાવાને દૂર કરવા માટે ખૂબ જ અકસીર ઉપાય છે. દુખાવાના સમયે જો એક લવિંગ અને થોડી સૂંઠ દાંત નીચે રાખવાથી દુખાવો ગાયબ થઇ જાય છે. અને આ બંને વસ્તુઓ એકસાથે ધીમે ધીમે ચાવવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે.

3 શ્વાસથી જોડાયેલી સમસ્યામાં આરામ

આ બંને વસ્તુને મિક્સ કરીને તેનો કાઢો પીવાથી શ્વાસથી જોડાયેલી સમસ્યાઓમાં ખૂબ જ ફાયદો જોવા મળે છે. સૂંઠ,લવિંગ અને મધને એક સાથે ભેળવીને તેનો કાઢો બનાવો અને દિવસમાં ત્રણથી પાંચ વખત તેનું સેવન કરો. આમ કરવાથી તમને સ્વાસ્થ્યથી જોડાયેલી સમસ્યાઓમાં ફાયદો મળે છે અને તેને સૂંઘવાથી જ કફ, ખાસી, દમ, બ્રોન્કાઇટીસ સાઈનસાઈટીસ જેવી સમસ્યાઓ માટે તૈયારી માં જ રાહત મળે છે.

4 સોજાની સમસ્યા માં ફાયદાકારક

શરીરમાં આવતો સોજો કોઈપણ સમસ્યાના કારણે આવી શકે છે એવામાં જો તે વખતે તે સોજાને દૂર કરવા માટે આદૂના પાઉડરનો ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેની અંદર સંધિવાને ઓછા કરવાના ગુણ જોવા મળે છે. તેવામાં તમે બેથી ત્રણ ચમચી પાઉડરને પાણીમાં ઉકાળો અને તેનું સેવન કરો આમ કરવાથી ઘૂંટણના દુખાવામાં સાંધાના દુખાવામાં સોજા વગેરે દૂર થઈ શકે છે. તમે તેની પેસ્ટ અને સાંધામાં લગાવી શકો છો.

5 પાચનતંત્ર માટે ઉપયોગી

લવિંગનું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે, લવિંગ અને સૂંઠનું એકસાથે સેવન કરવાથી પાચનશક્તિ વધે છે અને તમને ભૂખ પણ સારી લાગે છે, તેની સાથે જ લવિંગ ખાવાથી પેટમાં રહેલા કીડા દૂર થઈ જાય છે તેથી જ ભોજનમાં દરરોજ બે લવિંગ નું સેવન કરવાથી પાચનતંત્ર ખૂબ જ સારું રહે છે.

6 ઊલટી અને ઉબકા માં ફાયદાકારક

ઊલટી અને ઉબકા ની સમસ્યા હાય ત્યારે લવિંગ અને સૂંઠનું સેવન કરવું જોઈએ. ઉલટી થાય ત્યારે શેકેલી લવિંગ નો પાવડર સૂંઠનો પાવડર ભેગો કરીને મધની સાથે ખાવાથી ખૂબ જ ફાયદો મળે છે. તદુપરાંત જો તમને ગભરામણ થઇ રહી છે તો બે લવિંગને પીસી ને એક ચમચી સાકરમાં થોડું પાણી ઉમેરીને ઉકાળો અને તેને ઠંડુ કરો તેને પીવાથી પણ ગભરામણ થતી બંધ થઇ જાય છે અને તેની સાથે જ પ્રેગ્નેન્સી દરમિયાન થતી ગભરામણ અને ઉબકાની સમસ્યામાં પણ ફાયદો મળે છે.

ઉપર જણાવેલ ઉપાય અનુસાર સૂંઠ અને લવિંગનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કોઈપણ પ્રકારની ઔષધિય ઉપયોગમાં લેતાં પહેલાં એક્સપર્ટ ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment