આજના સમયમાં જેટલા પણ વ્યક્તિને ગંભીર રોગો થઇ શકે છે તેમાંથી મોટાભાગના લોકોનું મુખ્ય કારણ ફક્ત મેદસ્વિતા છે. પછી ભલે તમે તેમાં કેન્સર ડાયાબિટીસ, સ્ટ્રોક અને હદય રોગની જ વાત કેમ ન કરો. તેમજ જ્યારે મેદસ્વિતાની વાત આવે ત્યારે તે પેટ અને સાઈડ પર સૌથી વધારે આવે છે અને લોકોને તેને ઘટાડવા માટે ફક્ત સખત મહેનત જ નથી કરવી પડતી પરંતુ તેને તેના આહારમાં પણ ઘણાં ફેરફારો કરવા પડે છે.
ઘણા લોકોનું માનવું છે કે બેલી ફેટ કે પેટની ચરબીનું મુખ્ય કારણ રિફાઇન્ડ શુગર થી બનેલા ઉત્પાદનો છે, કે સેચ્યુરેટેડ ફેટ છે. પરંતુ તમને જણાવી દઈએ કે તેની પાછળનું કારણ આપણી રોજિંદી કેટલી ખતરનાક આદતો પણ હોઈ શકે છે. ચાલો જાણીએ તે આદતો વિશે જે પેટની ચરબી વધારવાનું કામ કરે છે.
ઉભા રહીને પાણી પીવું
આજના સમયની કદાચ આ સૌથી સામાન્ય બાબત છે, કે લોકો ઉભા રહીને જ પાણી પીવે છે. આનું કારણ એ પણ હોઈ શકે કે સમય ન હોય અથવા હંમેશા ભાગ દોડમાં વ્યસ્ત રહેવું. પરંતુ તેનાથી ન ફક્ત પેટની ચરબી વધી શકે છે, પરંતુ તે પેટ ફૂલવાની સમસ્યાનું કારણ પણ બને છે.
તેમજ તેના વિશે આયુર્વેદનું કહેવું છે કે માનવ શરીર એવી રીતે બનાવવામાં આવ્યું છે કે જો બેસીને પાણી પીવામાં આવે તો જ તેના સર્વોચ્ચ લાભ મેળવી શકાય છે. તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે પાણી પીઓ ત્યારે તમારી કમર એકદમ સીધી રાખો. તેનાથી પાણી તમારા મગજ સુધી સરળતાથી પહોંચી શકે છે અને તેનું કામ વધુ સારી રીતે કરે છે.
ભોજન છોડવું
સામાન્ય રીતે લોકો વજન ઘટાડવા માટે એક ફૈડ ડાયેટ ફોલો કરે છે, એટલે કે, તેઓ લાંબા સમય સુધી તેમનું ભોજન છોડતા રહે છે. જેના કારણે મેટાબોલિઝમ ધીમો પડી જાય છે. તેમજ ધીમું મેટાબોલિઝમ ન ફક્ત તમારા પેટની આસપાસ વધારાની ચરબી જમા કરે છે.
પરંતુ તે સંપૂર્ણ શરીર પર મેદસ્વિતા વધવાનું કારણ પણ બને છે. આ સિવાય જો મેટાબોલિઝમ ધીમો પડી જાય તો વ્યક્તિની કેલરી બર્ન કરવાની ક્ષમતા પણ ધીમી થઈ જાય છે. જો તમે આવું કરો છો તો તેવું ન કરો, કારણ કે તે તમારા પેટની ચરબી ઝડપથી વધારી શકે છે.
પ્રોબાયોટીક્સ નું વધારે સેવન
યોગ્ય માત્રામાં પ્રોબાયોટિક્સ નું સેવન કરવાથી તે આપણા આંતરડા અને પાચનતંત્રના બેક્ટેરિયાને સુધારે છે. તેના માટે દહીં નું સેવન કરી શકાય છે. દહીં એક પ્રોબાયોટિક પ્રોડક્ટ છે. જે તમારા પેટનું ફૂલવું, સોજા અને પાચન સાથે જોડાયેલી સમસ્યામાં રાહત આપે છે. તેમજ તેના કારણે પેટ પર ચરબી જામતી નથી.
સોડા તેમજ અન્ય શુગર યુક્ત પીણા ન પીવા
આપણામાંના મોટા ભાગના લોકો દરરોજ ગરમી લાગવા પર કે જંક ફૂડ સાથે થોડા કે ઠંડા પીણાનું સેવન કરે છે. તે પાછળ લોકોનું માનવું છે કે ઠંડા પીણા કે સોડા આ પદાર્થોને સરળતાથી પચાવી શકે છે. જ્યારે તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે એક ગ્લાસ સોડા કે ઠંડાપીણાની અંદર 39 ગ્રામ સુધી શુગર હોય છે. તે તમારા પેટ પર 70 ટકા સુધી ચરબી જમા કરી શકે છે.
ભોજનનો સમય અને માત્રા
સામાન્ય રીતે લોકો ભોજન સમયે પોતાની કેલરી અને જરૂરી તત્વોનું ધ્યાન રાખતા નથી. આ લોકો માત્ર સ્વાદને કારણે જરૂર કરતાં વધુ ખોરાક લેવાનું શરૂ કરે છે, જે પેટની આજુબાજુ ચરબી વધવાનું કારણ બને છે. આ સિવાય જો તમે ભોજન કરવાનું બંધ કરો તો તે પણ તમારા માટે યોગ્ય નથી. કારણ કે આને કારણે તમારુ મેટાબોલીઝમ ધીમું પડી જાય છે.
તેમજ હાલમાં જ થયેલા એક સંશોધનમાં દર્શાવવામાં આવ્યું છે કે જે લોકો સવારે 8:30 પહેલા નાસ્તો કરી લે છે તેમનામાં મેટાબોલિઝમ અને ડાયાબિટીસ જેવા રોગો થવાની સંભાવના ઓછી રહે છે. તેથી, તમારા ભોજનની માત્રાનું ધ્યાન તો રાખો જ સાથે સ્વસ્થ અને પોષક તત્વોથી ભરપૂર ખોરાક લો. તેમજ તમારું ભોજન વહેલું પૂરું કરવાનો પ્રયત્ન કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team