ડીહાઇડ્રેશન અસર : ઓછું પાણી પીવાથી તમારા શરીર પર ખરાબ અસર પડી શકે છે, આ રોગો થઇ શકે છે.

Image Source

એક તંદુરસ્ત જીવનશૈલી માટે સૌથી અગત્યની સલાહ એ છે કે વારંવાર પાણી પીવું. શરીર માટે પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાણી શરીરમાં બધી ગંદકી દૂર કરવાનું પણ કામ કરે છે. અમેરિકાના પ્રખ્યાત ચિકિત્સક ડૉક્ટર જૈશ બુશનું કહેવું છે કે ‘ પાણી એ એક ડિટર્જન્ટ જેવું છે જે આપણા શરીરની સફાઈમાં કામ કરે છે. શરીરના દરેક કોષો યોગ્ય રીતે કાર્ય કરી શકે તે માટે પાણી ઘણું જરૂરી છે. ચાલો જાણીયે કે ડીહાઇડ્રેશન પાણીના અભાવને કારણે આપણા શરીરને કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

Image Source

જયારે શરીરમાં પાણીની તંગી હોય છે, ત્યારે કોષો મગજમાં સંકેત આપે છે કે તમને તરસ લાગી છે. જો કે ડીહાઇડ્રેશન મગજને અન્ય રીતે અસર કરે છે. ડીહાઇડ્રેશનની સીધી અસર મૂડ અને પ્રભાવથી જોડાયેલ હોય છે. અમેરિકન કોલેજ ઓફ ન્યૂટ્રિશનના સામયિક અનુસાર ફક્ત 2 ટકા ડીહાઇડ્રેશન દ્વારા કરવામાં આવેલ કોઈપણ કાર્યને બગાડે છે. ડીહાઇડ્રેશન મેમરીને પણ અસર કરે છે.

Image Source

ડિહાઈડ્રેશનને કારણે, ઇલેક્ટ્રોલાઇટનું સ્તર ખૂબ ઓછું થઇ જાય છે જે મગજમાં ઘણી સમસ્યાઓ પેદા કરી શકે છે. ઇલેક્ટ્રોલાઇટ્સ પોટેશિયમ અને સોડિયમ જેવા ખનીજો છે જે કોષો વચ્ચે સંકેતોનું કામ કરે છે. મેયો ક્લિનિક મુજબ, જો તમારી ઇલેક્ટ્રોલાઇટ્સ ઓછી છે, તો તેઓ કોષોને સંકેત મોકલી શકશે નહીં અને તેનાથી સ્નાયુઓની તાણથી માંદગી સુધીની સમસ્યાઓ થઇ શકે છે.

Image Source

જયારે શરીરમાં પાણીનો અભાવ હોય છે, ત્યારે કોષો હાયપોથેલેમસને સંકેત મોકલે છે, જે વાસોપ્રેસિન નામનું હોર્મોન બહાર કાઢે છે. તેને આંટી ડાયરેક્ટ હોર્મોન (એડીએચ) તરીકે ઓળખાય છે. આ હોર્મોન કિડનીને લોહીમાંથી ઓછું પાણી કાઢવા માટે સંકેત આપે છે જેના કારણે પેશાબ ઓછો, જાડો અને ઘાટા રંગનો થાય છે. કિડની લોહીનું મુખ્ય ફિલ્ટર છે અને પર્યાપ્ત પ્રવાહી વિના તેઓ શરીરમાંથી ઝેર દૂર કરતા નથી. ડૉક્ટર બુશ કહે છે, ‘આશ્ચર્યજનક રીતે, તમારી કિડની એક દિવસમાં 55 ગેલન પ્રવાહી વહન કરવામાં સક્ષમ છે.

Image Source

વધારે સમય સુધી તરસ્યા રહેવાથી કિડનીને ખૂબ જ મહેનત કરવી પડે છે. નેશનલ કિડની ફાઉન્ડેશન અનુસાર આ રીતે કિડનીને ઇજા થઇ શકે છે અને તમને કિડનીની બીમારી પણ થઇ શકે છે. શરીરમાં પાણીનો અભાવ પણ પથરીની સમસ્યાઓનું કારણ બને છે. મેયો ક્લિનિક અનુસાર, જે લોકો ગરમ, સૂકા વાતાવરણમાં જીવે છે અને જેઓને અન્ય કરતા વધારે પરસેવો થાય છે તે લોકોમાં આ જોખમ વધુ જોવા મળે છે.

Image Source

લોહી બનાવવા માટે શરીરને પ્રવાહીની જરૂર હોય છે. જયારે શરીરમાં પ્રવાહીનો અભાવ હોય છે, ત્યારે લોહીનું સ્તર પણ ઘટે છે. પ્રખ્યાત ડાયેટીશિયન સ્ટેફેન્સકી કહે છે, “શરીરમાં બ્લડપ્રેશર જાળવવા માટે પૂરતા પ્રવાહીની જરૂર પડે છે. ” શરીરના પાણીના અભાવને લીધે કોઈને હાઇપોટેંશન અથવા લો બ્લડ પ્રેશરની ફરિયાદ થઇ શકે છે અને આને કારણે તે વ્યક્તિ બેભાન પણ થઇ શકે છે.

Image Source

યુ. એસ. નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનના જણાવ્યા અનુસાર, ડીહાઇડ્રેશનની ગંભીર સ્થિતિને કારણે હાઇપોવૉલમિક શોક જેવી કટોકટીની સ્થિતિ પણ થઇ શકે છે. જ્યાં લોહીમાં ઓક્સિજનનો અભાવ થાય છે અને લોહીના અભાવના લીધે તે આખા શરીરમાં ફેલાતો નથી, જેના કારણે ઘણા અંગો કામ કરવાનું બંધ કરી શકે છે. ડૉક્ટર બુશ કહે છે કે આને કારણે માથાનો દુખાવો, ચક્કર આવવા, આંખો પર દબાણ, સેક્સ ડ્રાઈવમાં ખોટ અથવા ઊંઘનો અભાવ જેવી સમસ્યાઓ આવી શકે છે.

Image Source

પાચનતંત્રને યોગ્ય રીતે કાર્ય કરવા માટે પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. શરીરમાંથી ફક્ત પાણી દ્વારા કચરો બહાર આવે છે અને પાચન સિસ્ટમ સ્વસ્થ્ય રહે છે. સ્ટેફેન્સકી કહે છે, “શરીરમાં પ્રવાહીના અભાવથી શૌચક્રિયા પર અસર પડે છે.

Image Source

પાણીનો અભાવ પણ ત્વચા પર સીધી અસર કરે છે. પાણીના અભાવને લીધે ત્વચા શુષ્ક થવા માંડે છે અને હોઠ ફાટવા લાગે છે. સારી અને સ્વસ્થ્ય ત્વચા માટે સારુ હાઇડ્રોજન હોવું જરૂરી છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment