ઈલાયચી ભારતીય રસોડામાં ખાસ કરીને ગળી વસ્તુ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને તે એક એવો મસાલો છે તેનાથી વાનગી નો સ્વાદ વધી જાય છે આમ તો તે ન માત્ર સ્વાદ વધારવા માટે ફાયદાકારક છે, પરંતુ તે સ્વાસ્થ્ય અને સારું બનાવવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ઈલાયચીનો ઉપયોગ ઘણી બધી વાનગીમાં કરવામાં આવે છે. પરંતુ તેનું પાણી પીવાથી પણ આપણને ઘણા બધા ફાયદા મળે છે, તે સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક હોય છે. તથા માનવ શરીરમાં થતા અલગ અલગ રોગોથી પણ બચાવે છે. તો આવો જાણીએ ઈલાયચીનું પાણી પીવાથી શરીરને કયા કયા લાભ મળે છે, અને તેને બનાવવાની રીત વિશે.
ઈલાયચીનું પાણી કઈ રીતે તૈયાર કરવું
- ઈલાયચીનું પાણી બનાવવા માટે સૌથી પહેલા એક લીટર પાણી લો, અને તેમાં પાંચથી છ ઇલાયચીને છોલીને આખી રાત પાણીમાં પલળવા માટે મૂકો.
- સવારે ઉઠ્યા પછી તે પાણીને ઉકાળો જ્યારે પાણી પોણા ભાગનું રહે ત્યારે ગેસ બંધ કરી દો.
- હવે તેને ગાળીને દિવસમાં ત્રણથી ચાર વખત તેનું સેવન કરો.
- ઈલાયચીનું પાણી પીવાથી મળતા ફાયદા
1 ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે
ઈલાયચી નું પાણી ડાયાબિટીસ લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અમુક દિવસ સુધી આ પાણીનું સેવન કરવાથી ડાયાબિટીસ લેવલ કંટ્રોલમાં આવી જાય છે.
2 પાચન સ્વાસ્થ્ય અને સ્વસ્થ રાખે છે
જે લોકોને કબજિયાતની સમસ્યા રહે છે તેમને ઈલાયચીના પાણીનું સેવન કરવું જોઈએ. જો તેઓ નિયમિત રૂપે આ પાણીનું સેવન કરે છે તેમને પાચન સંબંધિત થતી સમસ્યાઓ દૂર થઈ જાય છે.
3 વજન નિયંત્રિત રાખે છે
જો તમે વજન ઓછું કરવા માંગો છો તો ઈલાયચીનું પાણી તમારું વજન ઓછું કરવામાં તમારી મદદ કરી શકે છે. આ પાણીમાં ઘણી બધી માત્રામાં એન્ટિઓક્સિડન્ટ જોવા મળે છે. તે શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને દૂર કરીને વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
4 કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે
હાઈ કોલેસ્ટ્રોલ વાળા લોકોએ ઈલાયચીના પાણીનું સેવન જરૂરથી કરવું જોઈએ. આ પાણી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરે છે અને તે હૃદયના રોગને પણ દૂર રાખે છે. આમ શરીરમાં લોહીના ગઠ્ઠા થઇ જવાના જોખમને પણ ઓછું કરે છે.
આ દરેક સામગ્રી માત્ર સામાન્ય જાણકારી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે યોગ્ય ચિકિત્સા નો વિકલ્પ નથી વધુ જાણકારી માટે હંમેશા વિશેષજ્ઞાની તમારા ડોક્ટરનો સંપર્ક કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team