મોટાપા ને ઓછું કરવા માંટે રોજ પીવો લીમડા ના પાન ની ચા, અને સાથે સાથે દૂર થશે આ 5 બીમારીઓ

ભારતીય રસોઈ માં ઘણા બધા મસાલા અને હર્બસ ભોજન ને સ્વાદિષ્ટ બનાવા માંટે ઉપયોગ માં લેવામા આવે છે. તેમા થી એક છે લીમડા ના  પાન. તેને મીઠો લીમડો પણ કહે છે. ખાવા નો સ્વાદ વધારવા માંટે લીમડા ના પાન સ્વાસ્થ્ય માંટે ખૂબ જ ફાયદાકારક છે.

Image Source

ખાસ કરી ને તમને તમારું વજન ઓછું કરવું હોય રોજ સવારે ઉઠી ને લીમડા ના પાન ની ચા પીવી. લીમડા નો ઉપયોગ આપણે પૌંઆ, શાકભાજી અને ફરસાણ માં કરીએ છીએ. પણ તેની ચા પણ બની શકે છે. અને તે પીવાથી શરીર ની ચરબી પણ ઓછી થાય છે. સાથે જ કબજિયાત, બ્લડ શુગર, અને ત્વચા સંબંધિત રોગ, પાચન સંબંધિત પરેશાની અને સ્ટ્રેસ થી છુટકારો મળે છે.

મોટાપા ને ઓછું કરે છે.

લીમડા ના પાન ની ચા જો તમે ખાલી પેટે રોજ સવારે ગરમ ગરમ પીવો છો તો તે તમારા શરીર માંથી બેડ કોલેસ્ટ્રોલ ને દૂર કરે છે. લીમડા ના પાન માં એક કેમિકલ કમ્પાઉન્ડ હોય છે જે મેટાબોલીસમ રેટ ને જડપ થી બૂસ્ટ કરે છે. આમ કરવાથી શરીર ની ચરબી જડપ થી ઓગળી જાય છે. અને તમારું વજન જડપ થી ઓછું થવા લાગે છે.

કબજિયાત માથી છુટકારો મળે છે.

જો તમને પાચન ને સંબંધિત સમસ્યા છે તો તમને કબજિયાત ની સમસ્યા હેરાન કરતી હશે. જો તમે લીમડા ના પાન ની ચા રોજ પીવો છો તો તમારું ડાયજેસ્ટિવ ટ્રેક સારો રહે છે. અને તમને કબજિયાત ની તકલીફ નથી રહેતી. તમારે લીમડા ના પાન ની ચા રોજ સવારે ઉઠતાં ની સાથે જ પીવી જેથી તમારું પેટ સાફ થાય.

ત્વચા માંટે હોય છે સારી

લીમડા ના પાન નું સેવન તમે કોઈ પણ રૂપ માં કરી શકો છો. જે તમારી ત્વચા માંટે ખૂબ જ સારું છે. તે ત્વચા ને ફ્રી રેડિકલ થી લડવામાં મદદ કરે છે. લીમડા ના પાન ની ચા પીવાથી ત્વચા સંબંધિત સમસ્યા દૂર થાય છે.

સ્ટ્રેસ થાય છે દૂર

રોજ રોજ ના કામ ને કારણે થતી દોડ ભાગ થી શરીર માં થકાવો લાગે છે અથવા તો ઘર કે ઓફિસ ના કામ માં સ્ટ્રેસ થવો ખૂબ સામાન્ય વાત છે. પણ એ વાત જાણી લો કે સ્ટ્રેસ થી શરીર માં બીજી બીમારી પણ થવા લાગે છે. જો તમે ચાહો છો કે તમને સ્ટ્રેસ ન રહે તો  તમે લીમડા ના પાન ની ચા પી શકો છો.

બ્લડ શુગર ને રાખે છે કંટ્રોલ

 

જો તમારા ઘરે કોઈ ડાયાબિટિસ નો દર્દી છે તો તમારે તેને લીમડા ના પાન ની ચા પીવડાવી જોઈએ. લીમડા ના પાન થી શુગર ની માત્રા કંટ્રોલ માં રહે છે. જો તમને ડાયાબિટિસ નથી અને તમે વધુ ગળ્યું ખાવ છો તો તમારા શરીર માં રહેલ એકસ્ટ્રા શુગર ને તે ફેટ માં કન્વર્ટ કરે છે જેના લીધે મોટાપો વધે છે. જો તમે રોજ લીમડા ના પાન ની ચા પીવો છો તો તમારી આ સમસ્યા નો ઉકેલ પણ મળી જશે.

બોડી ને રાખે છે ડિટોક્સ

બોડી ને ડિટોક્સ કરવા માંટે પણ લીમડા ના પાન ની ચા ખૂબ જ સારી છે. જો તમે રોજ સવારે અને સાંજે લીમડા ના પાન ની ચા પીવો છો તો તમારા શરીર ની બધી જ ગંદકી બહાર નીકળે છે. સાથે જ ફેટ પણ બર્ન થાય છે. જો તમે વધુ કેલેરી વાળા ભોજન કરો છો તો તમારે લીમડા ના પાન ની ચા જરૂર થી પીવી.

ખાસ નોંધ : ઉપરોક્ત આપેલ ટિપ્સ ને ફોલો કરતાં પેહલા નિષ્ણાત સલાહ આવશ્યક છે. 

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment