દૂધ અને સુહાગરાત વચ્ચે નું સાચ્ચું તાલમેલ જાણો છો?

ભારતીય પરંપરામાં જે કોઈપણ રીતિરિવાજ હોય છે એ સાચે જ ઘણા રોમાંચક હોય છે. પરંતુ આજ ના જમાનામાં આ રીતિરિવાજો માં કોઈ માને છે તો કોઈ નથી માનતું. ખાસ કરીને લગ્ન પ્રસંગે અનેક આવા પ્રકારની પરંપરાઓ હોય છે જે ભારતીય સમાજમાં અનુસરવામાં આવે છે.

દુલ્હનની વિદાઇ ના સમયે પોતાના હાથોથી પાછડની બાજુએ ચોખા નાખવા, ઘર પ્રવેશ કરતી વખતે પગથી ચોખાનું કળશ ઘરમાં પાડવાનું વગેરે જેવી પરંપરાઓ હોય છે જે ભારતીય પરંપરામાં કરવામાં આવે છે. આની સાથે એક પરંપરા હોય છે કે જેમાં દુલ્હન સુહાગરાતના સમયે પોતાના પતિને દૂધ સર્વ કરે છે.

આ પરંપરા ઘણા વર્ષોથી ભજવાય છે પણ ઘણા લોકોને આની પાછળનું વૈજ્ઞાનિક સત્ય ખબર નથી. આજે અમે આ રિવાજની પાછળનું વૈજ્ઞાનિક કારણ બતાવશુ જે તમને કદાચ ખબર ન હશે….

આપણાં દેશમાં સુહાગરાત પર નવા બનેલા દુલ્હા-દુલ્હન ને દૂધ સર્વ કરવાની પરંપરા ઘણા વર્ષોથી છે. આ દૂધમાં કેસર અને બદામ નાખવામાં આવે છે. જ્યારે ઘણા લોકો તો એમાં માત્ર કાળી મિર્ચ અને બદામનો પાઉડર નાખે છે. અને કેટલાક લોકો આમાં સોંફનો રસ નાખે છે.

પણ સવાલએ ઊઠે છે કે આખરે સુહાગરાત પર દૂધ કેમ સર્વ કરવામાં આવે છે. તો તમને જણાવી દઈએ કે હિન્દુ પરંપરામાં આ દૂધને ઘણું જ પવિત્ર માનવામાં આવે છે. કેમકે નવું જોડું પોતાની જીંદગીની નવી શરૂઆત કરવા જય રહ્યું હોય છે તેથી આ દૂધને આદર્શ પીણું માનીને સર્વ કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે દૂધમાં કેસર અને બદામ નાખીને લગ્ન પછી પીવાથી બંનેની લગ્નની વિધિઓ માં જે થકાવટ થઈ હોય એ દૂર થઈ જાય છે. અને બંનેને જ ઘણી માત્રામાં પ્રોટીન મળે છે. તમને જણાવી દઈએ કે ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજેન હોર્મોન માટે પ્રોટીનની ઘણી જરૂર હોય છે જેના નિર્માણ માટે દૂધ ઘણું ફાયદાકારક હોય છે.

તો હવે તો તમે સમજી જ ગયા હશો કે ભારતીય પરંપરામાં જે પણ વિધિઓ ભજવાય છે તે બધાનો કોઈ ને કોઈ વૈજ્ઞાનિક આધાર હોય છે તેથી જ આટલા વર્ષોથી આજ સુધી લોકો આ રિવાજોને નિભાવે છે. જો તમને આ જાણકારી કામની લાગી હોય તો તમારા ખાસ લોકો સાથે પણ શેયર જરૂર કરો.

ALL IMAGE CREDITS : GOOGLE IMAGE

આ પોસ્ટને શેર કરીને બધા ને જાગૃત કરો અને તમારી સલાહ અને સવાલ અમને કમેન્ટસ માં લખી ને મોકલો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR: ADITI NANDARGI

Leave a Comment