કહેવામાં આવે છે કે દરેક દિવસો એક જેવા હોતા નથી. ક્યારેક ઘણી નાની-નાની વાતો વ્યક્તિને ઉદાસ કરી દે છે. ઉદાસ હોવા પર દરેક વ્યક્તિના પોતાના રીએકશન હોય છે. કોઈ ચૂપ રહે છે તો કોઈ ખૂબ ગુસ્સો કરવા લાગે છે.
મૂડ ખરાબ હોવા પર ઘણા લોકો તેમના જીવનસાથી પર પણ ગુસ્સો કરે છે. જેનાથી ક્યારેક વાત ખૂબ બગડી જાય છે. આવી સ્થિતિમાં જો તમારો જીવનસાથી પણ ઉદાસ થવા પર ઓવર રીએક્ટ કરે છે, તો કેટલીક એવી વાતો છે જેને તમારે અનુસરવી જોઈએ, જેનાથી તમારા જીવનસાથીનો મૂડ સારો થાય અને તમારા સંબંધ પણ ખરાબ થશે નહિ. તેથી આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે ભૂલમા પણ તમારા જીવનસાથીનો મૂડ ખરાબ હોય ત્યારે કરવી નહી.
કોઈ પણ વાતચીત કરવાથી બચો
ગુસ્સામાં વ્યક્તિ મગજથી વિચારી શકતો નથી. હંમેશા તે ખોટું બોલી જાય છે, ખોટા નિર્ણય લઈ લે છે. આવી સ્થિતિમાં તમારા જીવનસાથીનો જો મૂડ સારો નથી, તો કોઈપણ જરૂરી વાતચીત કરવાનું ટાળવું.
વારંવાર વાત પૂછવી નહીં
શું થયું? શું થઈ ગયું? આખી વાત અત્યારે જણાવો? આ બધા એવા સવાલ છે, જેને સાંભળીને તમારા જીવનસાથીને પણ ગુસ્સો આવી શકે છે. આવી સ્થિતિમાં તમારા જીવનસાથીને સમય આપો. વારંવાર રીપીટ કરવાથી તમારા જીવનસાથીનો ગુસ્સો વધી શકે છે તમારા જીવનસાથી પણ ગુસ્સે થઈ શકે છે.
ભોજન કરવા માટે મજબૂર કરશો નહીં
ઘણી વસ્તુ સ્ટ્રેસ બૂસ્ટર થવાની સાથે તમારો મૂડ પણ સારો કરે છે પરંતુ તેમ છતાં પણ જો તમારા જીવનસાથી વારંવાર ભોજન કરવાની ના કહી રહ્યા છે, તો તેને જબરદસ્તી કઇપણ ખવડાવવાનો પ્રયત્ન કરશો નહીં. નહીંતર ગુસ્સો વધશે લગભગ આટલી નાની વાત પર તમારી વચ્ચે વિવાદ અથવા ઝગડો પણ થઈ શકે.
ભૂલ દર્શાવવી
ગુસ્સામાં દરેક સાધારણ વાત વધારે ખરાબ લાગે છે. આવી સ્થિતિમાં જો તમારા જીવનસાથીનો મૂડ ઓફ છે, તો તમારે વારંવાર તેની ભૂલ દર્શાવવી જોઈએ નહીં. ભલે પછી તેની સંપૂર્ણ ભૂલ કેમ ન હોઇ. તેના માટે તમારે થોડો સમય લઈ તમારી વાત સરખી રીતે સમજાવવી જોઈએ.
જીવનસાથીથી દુર જવું
મૂડ ઓફ હોવાનો અર્થ એ નથી કે જીવનસાથીને છોડીને ક્યાંય બહાર ચાલ્યા જવું અથવા બીજા ઓરડામાં બેસવું. જીવનસાથીની આજુબાજુ જ રહો. ચોક્કસપણે તેની સાથે વાત ન કરો પરંતુ તમારા હોવાનો અનુભવ કરાવતા રહો કે તમે તેની સાથે છો. તેમ કરવાથી જીવનસાથીનો મૂડ ધીમે ધીમે સરખો થશે અને ઝડપથી તે પેહલાની જેમ તમારી સાથે બોલવા લાગશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team