ઘરની આ દિશાઓમાં ભૂલથી પણ ધન ન રાખવું કેમ કે તેમ કરવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓનું ખુબ મહત્વ છે. વાસ્તુમાં દિશાઓના આધાર પર જ શુભ અને અશુભ નક્કી કરવામાં આવે છે. વાસ્તુમાં દિશાઓ જ હકારાત્મક અને નકારાત્મક ઉર્જા નક્કી કરે છે. તેમાં દરેક વસ્તુ માટે દિશા નિર્ધારિત કરવામાં આવી છે. વાસ્તુમાં ધન અને આભૂષણો રાખવા માટે પણ યોગ્ય દિશા જણાવવામાં આવી છે. જો તમે ધનને યોગ્ય દિશામાં રાખો છો તો તેનો તમને લાભ મળે છે. તેમજ, જો ધન ખોટી દિશામાં રાખો છો તો તેના કારણે આર્થિક મુશ્કેલીઓ સહન કરવી પડે છે. ચાલો તમને જણાવી દઈએ ધન અને આભૂષણ રાખવા માટે શું છે વાસ્તુ શાસ્ત્રના નિયમો –

આ દિશાઓમાં ધન ન રાખવું

  • ઘરના દક્ષિણ – પૂર્વની વચ્ચેની દિશામાં ક્યારેય ધન ન રાખવું જોઈએ. તેવું કરવાથી ધનમાં અભાવ આવે છે.
  • જો તમે દક્ષિણ દિશામાં ધન રાખ્યું છે તો તમને કોઈ આર્થિક નુકશાન નહિ થાય પરંતુ ધનમાં વૃદ્ધિ થતી બંધ થઈ જશે.
  • ઘરની દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ઘન રાખી શકાય છે. પરંતુ આ દિશામાં ધન રાખવાથી કઈ પણ અનર્થ થઈ શકે છે. હંમેશા આ દિશામાં ખોટી રીતે કમાયેલા પૈસા રાખવામાં આવે છે.
  • પશ્ચિમ અને ઉત્તર દિશાની વચ્ચેની દિશામાં ધન રાખવું અશુભ માનવામાં આવે છે. અહી ધન રાખવાથી બજેટ માં હંમેશા ચડતી પડતી રહે છે.
  • વાસ્તુમાં પશ્ચિમ દિશામાં ધન અને આભૂષણ રાખવા અશુભ માનવામાં આવે છે. આ દિશામાં ધન રાખવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે.

આ દિશામાં રાખો ધન

  • વાસ્તુ શાસ્ત્રમાં ઉત્તર દિશાએ ધન રાખવા માટે સૌથી યોગ્ય જગ્યા માનવામાં આવે છે. આ દિશામાં સ્વામી કુબેર છે. આ દિશામાં ધન રાખવાથી હંમેશા વધારો થાય છે.
  • ઉત્તર અને પૂર્વ દિશામાં ઘન રાખવું એ ખુબજ શુભ માનવામાં આવે છે. તેનાથી હંમેશા ધનમાં વૃદ્ધિ થાય છે.
  • વાસ્તુ મુજબ, પૂર્વ દિશામાં ધન અને તિજોરી રાખવાથી હકારાત્મક ઉર્જા બની રહે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment