લાફ્ટર યોગ એવી વસ્તું છે કે જેમા તમે સ્વેચ્છાએ કોઈના પણ દબાણ વગર પોતાના માટે હસી શકો છો. માત્ર આ વસ્તું કરતી વખતે તમારે તમારા શરીરમાં થોડીક હલન ચલન રાખવી પડતી હોય છે. આ એક એવો યોગ છે. કે જેના દ્વારા તમે મન મુકીને હસી શકો છો. જેના કારણે તમારા શરીરમાં હકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. સાથે માનસીક રીતે પણ આપણે ઘણા ટેન્શનને દૂર કરી શકીએ છે. જેથી લાફ્ટર યોગને કારણે આપણા શરીરને જે પણ ફાયદાઓ થતા હોય છે. તે ફાયદાઓ વીશે આજે આપણે વીગતવાર વાત કરીશું.
કેલરી બર્ન થશે
એક સર્વેમાં એવું સામે આવ્યું છે કે લાફ્ટર યોગ કરવાને કારણે આપણા શરીરમાં રહેલી કેલરી પણ બર્ન થતી હોય છે. જેથી જો તમે પોતાના શરીરમાં રહેલી કેલરી બર્ન કરવા માગો છો. તો તમે હસીને પણ તમારા શરીરની કેલરી બર્ન કરી શકો છો. આપને જાણીને નવાઈ લાગશે કે જેટલી કેલરી તમે એરોબીક એકસરસાઈઝ કરીને બર્ન કરો છો. તેટલીજ તમે લાફ્ટર યોગા દ્વારા પણ કરી શકો છો.
બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખશે
જે લોકોનું બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેતું તેમના માટે લાફ્ટર યોગ ખુબજ ફાયદેમંદ છે. કારણકે લાફ્ટર યોગ નીટમીત રીકે કરવાથી આપણું બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. બ્ડપ્રેશર કંટ્રોલમાં રહેતા આપણાને હ્રદયને લગતી સમસ્યા પણ નથી સર્જાતી. જેથી જો તમને પણ બ્લડપ્રેશરની સમસ્યા છે. તો તમે લાફ્ટર યોગ કરીને તમારું બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખી શકશો.
ઓક્સીજનનો અભાવ નહી સર્જાય
જોર જોરથી હસવાને કારણે આપણા શરીરને લાંબા શ્વાસની જરૂર પડતી હોય છે. જેના કારણે આપણા શરીરમાં ઓક્સિજન ભરપૂર માઊમાં જાય છે. કોરનાકાળામાં આપણા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ખુબજ જરૂરી છે. જેથી આપણા શરીરમાં લાફ્ટર યોગ દ્વારા આપણે ઓક્સિજનનું પ્રમાણ વધારે આપણા શરીરને નીરોગી રાખી શકીએ છે.
સ્ટ્રેસમાંથી રાહત મળશે
લાફ્ટર યોગ કરવાને કારણે જો તમને કોઈ વસ્તુંને લઈને ટેન્શન કે સ્ટ્રેસ હશે તો તે દૂર થશે. સાથેજ તમારા શરીરમા હકારાત્મક ઉર્જા પણ ઉત્પન્ન થશે. જેને લઈને તમને માનસીક શાંતીનો અનુભવ થશે. આ ઉપરાંત તામારા મગજમાં જે પણ નકારાત્મક વિચારો રહેલા છે તે પણ દૂર થશે..
કેવી રીતે કરશો લાફ્ટર યોગ
લાફ્ટર યોગ કરવા માટે તમે વહેલી સવારમાં કોઈ પાર્ક કે કોઈ અન્ય જગ્યાએ મિત્રો સાથે કે પછી પરિવાર સાથે પણ તમે ભેગા થઈને જશો. તો વધારે સારુ રહેશે. ત્યારબાદ બદા એક સાથે ભેગા થઈને જોરજોરથી હસો અને હસતી વખેત તાળીઓ પણ પડવાની રહેશે. આ યોગ કરતી વખતે બધીજ શરમ સાઈડમાં મૂકીને તમે જેટલા ખુશ થઈ શકો છો. તેટલું ખુશ રહેજો.
ઉલ્લેખનીય છે કે જો નીયમીત રીતે તમે યોગા કરશો. તો તમારા શરીરમાં થોડોક સમય રહીને તમને ફાયદો દેખાશે. સાથેજ તમને નીયમીત રીતે લાફ્ટર યોગા કરવા પણ ગમશે…
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team