ઘણી વખત એક વાર સાડી પહેરી લીધા પછી તે જેવી છે તેવી જ રાખેલી રહે છે. બીજીવાર આ સાડીઓ ખૂબ મુશ્કેલીથી પહેરવામાં આવે છે. તમારી મમ્મી પાસે આવી ઘણી બધી સાડીઓ રાખેલી હશે, જે તેણે એક-બે વાર જ પહેરી હશે.
વર્ષો સુધી કબાટમાં રાખવાને કારણે આવી સાડીઓ જૂની થઈ જાય છે. જોકે, સાડીઓની કિંમત ઘણી વધારે હોવાથી આપણે સાડીઓનો ફરી ઉપયોગ કરવો જોઈએ. આમ કરવાથી, સાડીઓની કિંમત સંપૂર્ણ રીતે વસૂલાય છે, સાથે જ તમે તે સાડીનો ફરીથી ઉપયોગ કરી શકશો.
આજના આર્ટિકલમાં અમે તમને આવા જ કેટલાક અલગ-અલગ આઇડિયા વિશે જણાવીશું, જેની મદદથી તમે સાડીઓને ફરીથી અલગ-અલગ રીતે સ્ટાઇલ કરી શકો છો. તો ચાલો જાણીએ આ સાડીઓના ઉપયોગની અનોખી રીતો વિશે.
જૂની સાડીઓમાંથી ફ્રોક સૂટ તૈયાર કરો
ફ્રોક સૂટ એક પરફેક્ટ એથનિક ડ્રેસ છે જેની કિંમત હજારોમાં હોય છે. તમે ઇચ્છો તો જૂની સાડીની મદદથી ફ્રોક સૂટ બનાવી શકો છો. તમારી જરૂરિયાત મુજબ દરજીને કાપડ બતાવો અને માપ આપીને તમે જૂની સાડીને નવા ફ્રોક સૂટમાં બદલી શકો છો.
ફ્રોક સૂટ બનાવવા માટેની ટિપ્સ
- ધ્યાન રાખો કે તમારી સાડીનું ફેબ્રિક એવું ન હોવું જોઈએ કે તેની સિલાઈ સરળતાથી ખુલી જાય.
- તેથી આવા સૂટ બનાવવા માટે સાડીની પસંદગી ગુણવત્તા જોઈને જ કરો.
- જો તમારે નિયમિત ઉપયોગ માટે સૂટ બનાવવો હોય તો તેના માટે કોટન ફેબ્રિકનો ઉપયોગ કરો, જ્યારે તમારે સ્ટાઇલિશ સૂટ બનાવવો હોય તો સિલ્ક અથવા સિન્થેટિક ફાઇબરનો ઉપયોગ કરો.
જૂની સાડી માંથી લહેંગો બનાવવો
જો તમારી મમ્મી પાસે જૂની ભારે સાડી છે, તો તેની મદદથી તમે તમારા માટે લહેંગા બનાવી શકો છો. જૂની સાડીઓની મદદથી તમારો નવો લહેંગા ઓછા પૈસામાં તૈયાર થઈ જશે.
સાડી માંથી લહેંગો બનાવવાની ટીપ્સ
- તમને જણાવી દઈએ કે લહેંગા તૈયાર કરવા માટે તમારે શિફોન અને બનારસી અથવા નેટની જૂની સાડીનો ઉપયોગ કરવો જોઈએ.
- બીજી તરફ, લહેંગાને વધુ સુંદર બનાવવા માટે એમ્બ્રોઇડરીનો ઉપયોગ કરવો જોઈએ.
સાડી ની મદદથી લોન્ગ સ્કર્ટ બનાવડાવી શકો છો
જો તમને હેવી વર્કવાળું લોન્ગ સ્કર્ટ પહેરવાનું પસંદ હોય તો તમે તેની મદદથી સાડીઓ પણ તૈયાર કરી શકો છો. આજકાલ એથનિક શોર્ટ સ્કર્ટનો ક્રેઝ છે, તો તમે ઇચ્છો તો શોર્ટ સ્કર્ટ પણ તૈયાર કરાવી શકો છો.
લોંગ સ્કર્ટ બનાવવા માટેની ટિપ્સ
જો તમારે નિયમિત ઉપયોગ માટે લોંગ સ્કર્ટ સિવડાવવું હોય તો તમારે કોટનની સાડીનો ઉપયોગ કરવો જોઈએ. બીજી તરફ જો હેવી લોન્ગ સ્કર્ટને સીવડવાવું હોય તો તમારે નેટ અને વર્ક વાળા ફેબ્રિકનો ઉપયોગ કરવો જોઈએ.
સ્કર્ટ માટે સૌથી શ્રેષ્ઠ ફેબ્રિક કોટન અથવા સિલ્ક હોય છે, તેથી સ્કર્ટ તૈયાર કરવા માટે મમ્મીની સિલ્ક અથવા કોટનની સાડીનો ઉપયોગ કરો.
તમે આ પ્રકારના લોંગ સ્કર્ટને એથનિક ક્રોપ ટોપ સાથે સ્ટાઈલ કરી શકો છો, તે તમારા દેખાવને વધુ સ્ટાઇલિશ બનાવશે. ખૂબ ઓછા લોકો તે અનુમાન લગાવી શકશે કે તેને જૂની સાડીની મદદથી બનાવવામાં આવી છે.
દુપટ્ટાની જેમ ઉપયોગ કરો
તમે તમારી મમ્મીની સાડીને ભારે દુપટ્ટા તરીકે પણ ઉપયોગ કરી શકો છો. તે ખૂબ જ સરસ દેખાશે, તેમજ તમારા સિંપલ સૂટને વધુ હેવી અને સ્ટાઇલિશ લુક આપશે. તમારા દરજી પાસે જઈને તમારે માત્ર સાડીને દુપટ્ટાના માપની સીવડાવવાની છે. જેની સાથે તમારો સ્ટાઈલિશ દુપટ્ટો તૈયાર થઈ જશે, જેને તમે તમારા સિમ્પલ પ્લેન સૂટ સાથે સ્ટાઈલ કરી શકો છો.
સાડીની મદદથી દુપટ્ટા બનાવવાની ટીપ્સ
- દુપટ્ટાના હેવી લુક માટે સિલ્ક સાડીનો ઉપયોગ કરો, બનારસી સિલ્ક દુપટ્ટા બનવા માટે સૌથી પરફેક્ટ વિકલ્પ છે.
- તો આ કેટલીક રીતો હતી જેની મદદથી તમે તમારી મમ્મી અથવા તમારી જૂની સાડીને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
Image credit- fabley.com, shopify.com and vadhini,com