શું તમારા બાળકની લંબાઈ નથી વધતી? તો લંબાઈ વધારવા માટે આ 5 એક્સરસાઇઝ ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે 

Image Source

આજકાલ બાળકોને લંબાઈ ને લઈને ઘણી તકલીફો આવે છે. ઘણા માતાપિતા કહેતા હોય છે કે અમારા બાળકની લંબાઇ વધતી નથી તેથી બાળક ની લંબાઈ વધારવા માટે અમે અહીં એવી 5 એક્સરસાઇઝ લઈને આવ્યા છીએ જેનાથી તમારા બાળકની લંબાઈ વધશે તથા તેમની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થશે તો આ કસરતો બાળકને કરાવવાથી તમારા બાળકની લંબાઈ માં જરુરથી વધારો થશે. 

Image Source

લટકવું

બાળકની લંબાઈ વધારવા માટે લટકવુંએ સૌથી સારી એક્સરસાઇઝ માંથી એક છે. તે તમારી ઉપરના શરીરની માંસપેશીઓને ઉત્તેજીત કરે છે અને તે શરીર ને ટોન કરવા માટે અને આકાર આપવા માટે પણ મદદ કરે છે. આમ બોડીને ટોનિંગ અને શેપિંગ બાળકની હાઈટ વધારવા માટે મદદરૂપ થાય છે.

Image Source

સ્વિમિંગ 

સ્વિમિંગ તમારા શરીરનું લચીલાપણામાં સુધારો લાવે છે અને તેની સાથે જ શરીરની અંદરની કોશિકાઓને પણ ઉત્તેજિત કરે છે. તથા તે બાળકની માંસપેશીઓને પણ ઉત્તેજિત કરે છે. જે સ્વાભાવિક રૂપથી બાળકની લંબાઈ વધારવા માટે મદદરૂપ થાય છે.

Image Source

પગના અંગુઠા પકડવા

પગની આંગળી અને અંગુઠા ને પકડવું તે એક સરળ કસરત છે. જે તમારી પીઠ અને પિંડીની માંસપેશીઓને ઉત્તેજિત કરે છે. તથા બાળકના જાંઘની માંસપેશીઓને એક યોગ્ય મસાજ આપે છે. બાળકને તેના પગની આંગળીઓ અને અંગુઠાઓને સ્પર્શ કરવાનું કહો પરંતુ બાળક તેનાથી વધુ આગળ ઝુકી જાય તેનું ખાસ ધ્યાન રાખો. તમે તમારા બાળકને ઓછી ઉંમરમાં જ આ કસરત કરવાનું કહી શકો છો.

Image Source

કોબ્રા મુદ્રા

કોબ્રા મુદ્રા કરવા માટે પોતાના પેટના બળ પર બાળકને સુવડાવો ત્યારબાદ ધીમે ધીમે શરીરને ઉપરની તરફ ઉઠાવો. ખભાને સીધા કરીને હથેળીને જમીન પર પાછળની તરફ ધકેલીને ગરદનને ઉપરની તરફ ઉઠાવો. ત્યારબાદ પીઠને એકદમ સીધી રાખીને ધ્યાન રાખો કે તમારા બાળકનું નીચેનું શરીર એકદમ સ્થિર હોય. આ આસન કરવાથી હાઈટ વધારવામાં મદદ મળશે.

Image Source

દોરડા કુદવા

દોરડા કુદવા એ ખૂબ જ આનંદિત એક્ટિવિટી છે જે નાના-મોટા દરેક ને ખુબ જ પસંદ છે. આ એક્ટિવિટી બાળકની લંબાઈ વધારવામાં મદદ કરે છે. કૂદવું બાળકની શરીરની કોશિકાઓને ઉપરથી નીચે સુધી સક્રિય કરે છે. તે બાળકના શરીરના વિકાસ અને વધતી લંબાઈ માટે ફાયદાકારક છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment