વર્ક ફ્રોમ હોમ દરમિયાન તમારું વજન પણ વધ્યું છે અને તમે તમારું વજન ઓછું કરવાનું વિચારો છો તો પછી જરૂરથી આ કસરતો અપનાવો.
- વજન ઓછું કરવા લીલા શાકભાજી ખાઓ.
- ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ મેળવો.
- દરેક કસરતને રૂટીનમાં ઉમેરો.
વજન ઓછું કરવું એ ખુબજ મુશ્કેલ કામ છે અને તેમાં પણ જ્યારે તમે ઘરેથી કામ કરતા હોવ ત્યારે તે વધુ મુશ્કેલ બને છે. ઘરે રહી ને કામ કરવાથી શારીરિક વર્કઆઉટ ઓછો થઇ જાય છે જે આ લોકડાઉન દરમિયાન સામાન્ય બની ગયુ છે અને આને કારણે ઘણા લોકોએ વજન વધાર્યું છે. શું તમે પણ તમારા વધતા વજનથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગો છો તો જરૂરથી આ કસરતો અપનાવો.
દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવું
સવારે ઉઠતાંની સાથે જ 1 લિટર પાણી પીવો અને કામ કરતી વખતે બોટલ તમારી પાસે રાખો. પાણી પીવાથી વજન ઓછું થશે તેમજ ચહેરા પર ગ્લો આવશે.
શારીરિક પ્રવૃત્તિ કરો
શારીરિક પ્રવૃત્તિઓ જરૂર થી અપનાવો જેમકે પુશ અપ્સ, પુલ અપ્સ.આ કસરત કરવાથી, આખા શરીરની ચરબી એક જ સમયે દૂર થઈ જાય છે અને સ્નાયુઓ પણ મજબૂત થઈ જાય છે.
યોગ્ય સમયે ખોરાક લેવો
યોગ્ય સમયે જમવાનું જમવા થી તેનું પાચન પણ યોગ્ય સમયે થાય છે. યોગ્ય સમયે ખોરાક ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે અને પાચન તંત્ર પણ યોગ્ય રીતે કામ કરે છે.
તમારા આહારમાં સૂકા મેવા ને ઉમેરો
તમારા આહારમાં બદામ અને બીજ ઉમેરો. બદામ અને બીજમાં સ્વસ્થ ચરબી હોય છે જે તમને શરીરમાં શક્તિ આપે છે અને માંસપેશીઓ બનાવવામાં પણ મદદ કરે છે.
કાર્ડીયો ને તમારી દૈનિક કસરતમાં ઉમેરો
તમારી કસરતમાં દરરોજ એરોબિક્સ કરો, જેના કારણે કમરની ચરબી ઝડપથી ઓછી થઇ જાય છે અને શરીર પણ એક્ટિવ રહે છે.
આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો
આહારમાં લીલા શાકભાજી ઉમેરો તેમજ બધી ઋતુઓનાં ફળ ખાઓ. લીલી શાકભાજીમાં સૌથી વધુ ફાઇબર હોય છે, જે ઝડપથી વજન ઘટાડવાનું તરફ દોરી જાય છે અને કેલરી પણ ઓછી હોય છે.
પૂરતી ઊંઘ લો
વજન ઓછું કરવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. દરરોજ રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ આને કારણે મેટાબોલિઝમ પણ સારું રહે છે અને ભૂખ પણ ઓછી લાગે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team