શું વરસાદી ઋતુમાં ધોયેલા કપડામાંથી દુર્ગંધ આવે છે?? તો આ ટિપ્સ દ્વારા કપડાં સૂકવી શકો છો

Image Source

વરસાદની ઋતુમાં કપડા ધોવા અને સૂકવવા કોઈ પડકારથી ઓછું કામ નથી. ખાસ કરીને ત્યારે જ્યારે લોકોને વરસાદના કારણે કપડાં સૂકવવા માટે તડકો અને હવા ન મળે. મૂશળધાર વરસાદ અને આદ્ર તાપમાનના સંયોજનની સાથે, સુકા રાખવા મુશ્કેલ હોય છે. પરિણામરૂપે કપડાને ચોખ્ખા અને તાજા રાખવા લગભગ અશક્ય જ હોય છે. જો આ ઋતુમાં કપડા સુકાય પણ જાય છે તો વધારે મોડે સુધી ભેજના કારણે તેમાં અલગ જ દુર્ગંધ આવવા લાગે છે.

તમે ગમે તેટલી વાર કપડાને ધોઈ લો, તો પણ તે ભેજવાળા, ગંદા અને વરસાદના કારણે તેમાં દુર્ગંધ આવતી રહે છે. આ ઋતુમાં કપડા ધોવાથી વધારે કપડા સૂકવવા મહત્વના છે. તેમ કેહવામા આવે કે આ ઋતુ સરખી રીતે કપડા ન સુકાય શકવા એ જ દુર્ગંધનું કારણ બને છે. તો ચાલો જાણીએ તમે વરસાદની ઋતુ દરમિયાન કપડા કેવી રીતે ફ્રેશ રાખી શકો છો અને તેને સુકવવાની કેટલીક ટિપ્સ જેનાથી તેમાં બદબુ આવે નહિ.

Image Source

કપડાને ભેગા કરવા નહિ –

આપણામાંથી મોટાભાગના લોકોની આદત હોય છે કે કપડા ધોવાની બાલટીમાં ગંદા કપડા ભેગા કરે છે અને જ્યારે ઘણા બધા કપડા થઈ જાય છે ત્યારે તેને ધોવે છે. પરંતુ, આ આદત વરસાદમાં સ્થિતિને ખરાબ કરી શકે છે અને તમારા કપડાને વધારે ખરાબ બનાવી શકે છે. તેથી, તેને મશીનમાં અથવા કપડા ધોવાની બાલટીમાં ભેગા કરવાના બદલે, તમે તેને તરત ધોઈ લો. કપડાને જો ધોયા વગર સૂકવવા છે તો તેને લટકાવીને રાખો. વધારે મોડે સુધી ગંદા અને ભીના કપડા ધોયા પછી પણ તે દુર્ગંધથી ભરેલા હોય શકે છે.

Image Source

સારા ડિટરર્જન્ટનો ઉપયોગ કરવો

ક્યારેય પણ વરસાદમાં ઓછી ક્વોલિટી વાળા ડિટરર્જન્ટ પાઉડરનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ખરાબ વોશિંગ પાવડર, મશીનમાં કપડા ધોયા પછી પણ કપડામાં ચોંટેલો રહે છે અને દુર્ગંધ નું કારણ બને છે. સારી કંપનીના વોશિંગ પાવડર ગંદા કપડાને ફરીથી સારા કરવા માટે એકદમ યોગ્ય હોય છે.

Image Source

પાણીમાં સરકો અથવા બેકિંગ સોડા ઉમેરો –

બાલટીમાં કપડા ધોતી વખતે પાણીની સાથે એક કપ સફેદ સરકો અથવા બેકિંગ સોડા ઉમેરો. તે કપડાની ખરાબ ગંધને બિનઅસરકારક કરશે અને આ અણગમતી વાસી ગંધથી છુટકારો મેળવવામાં મદદ કરશે જે વરસાદમાં સુકાયેલ કપડામાં પણ સતત આવતી રહે છે.

Image Source

કપડા સૂકવવા માટે સાચો સમય પસંદ કરો –

વરસાદમાં હંમેશા તેવું બને છે કે વધારે વરસાદના કારણે બહાર કપડા સુકવવાનો મોકો મળતો નથી. પરંતુ જેવો તમને હળવો તડકો જોવા મળે અથવા વરસાદ થોડી વાર માટે પણ બંધ થાય છે ત્યારે તમારા કપડાને સૂકવવાનો અવસર પ્રાપ્ત કરો. કુદરતી હવા અને સૂર્યના કિરણોની ગરમી કપડાને તાજા, સ્વચ્છ અને મીઠી મહેક આપે છે. વૈકલ્પિક રૂપે, તમારા કપડાને જુદા જુદા વિભાગોમાં સૂકવો જ્યાં તમે બારીઓ ખોલી શકો છો અથવા સારું વેન્ટિલેશન નક્કી કરી શકો છો. તેમ કરવાથી સુકાયેલ કપડામાં બદબું આવશે નહીં.

Image Source

પંખાની હવામાં સૂકવો કપડા –

જો તમે તમારા ભીના કપડાને તડકા અથવા હવામાં સુકવવાની રાહ જુઓ છો, તો તે વધારે મોડે સુધી ભીના રહેશે. તેથી જેવા તમે મશીનમાં કપડાને ધોઈ લો છો અને મશીનમાં કપડા સુકાઈ જાય છે ત્યારબાદ તરત ઘરમાં ઓરડાની અંદર ફૂલ પંખાની નીચે કપડાને સુકાવવાનો પ્રયત્ન કરો. વરસાદની ઋતુમાં તમારા કપડાને અંદર સૂકવવા જ સારા હોય છે. ઓરડાને સરખી રીતે હવાદાર રાખો અને ફૂલ ઝડપથી પંખો ચાલુ કરો. કપડાને લટકાવીને સૂકવો.

Image Source

ઈસ્ત્રીથી સૂકવો કપડા –

જો તમારે ઝડપથી દુર્ગંધ આવ્યા વગર કપડા સૂકવવા છે ત્યારે તેને સૂકવવા માટે ઈસ્ત્રી અથવા હેર ડ્રાયરનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમે હળવા ભીના કપડાને ઈસ્ત્રી કરો અને તેના ભેજને સરખી રીતે સુકાવા દો. તેમ કરવાથી કપડા ઝડપથી સુકાવાની સાથે ગંધથી પણ બચો.

Image Source

કપડાને કેવી રીતે સ્ટોર કરવા –

વરસાદમાં કપડા સુકવ્યાં પછી પણ તેમાં ભેજ હોય છે તેથી કપડામાં ભેજના જોખમને ઓછું કરવા માટે તેને સૂકા સ્થળ પર સ્ટોર કરો. આ ઉપરાંત, ચાકની લાકડીઓ અને ફીનાઈની ગોળીઓ કબાટ અંદર રાખો જેનાથી કપડા દુર્ગંધ અને વરસાદના કીડાથી બચેલા રહે છે.

આ રીતે તમે વરસાદમાં ભીના કપડાને ઝડપથી સૂકવવાની સાથે બદબું, ફંગસ અને કિડાથી પણ બચાવી શકો છો. જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને શેર જરૂર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલ રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment