શું ભોજનની માત્રા ઘટાડવાથી વજન ઘટી શકે છે કે શરીરને નુકશાન થાય છે!! જાણો તેના વિશે

આજકાલના સમયમાં મેદસ્વીતાથી દરેક વ્યક્તિ પરેશાન છે. સ્વસ્થ રહેવા માટે લોકો અલગ-અલગ પ્રકારના અનુભવ કરે છે. વધતા વજનની સાથે લોકોમા તણાવ અને બીમારીઓ પણ વધવા લાગી છે. વજન ઓછું કરવાના ચક્કરમ
કરવા લાગે છે, પરંતુ શું સાચે ભોજન ઓછું કરવાથી વજન ઘટે છે? શું અચાનક ભોજનમાં મોટો ફેરફાર વજન ઓછુ કરવામાં મદદરૂપ થાય છે ?

1. ઓછુ ભોજન કરવાથી શરીરને થતા નુકશાન – ઘણીવાર લોકો ઝડપથી વજન ઘટાડવાના ચક્કરમાં તેમના દૈનિક જીવનમાં ફક્ત એક વખત ભોજન કરે છે અને ફક્ત તે વાત પર ધ્યાન આપે છે કે તેને વજન ઘટાડવું છે અને તે વાતને ભૂલી જાય છે કે તેના શરીર પર શું અસર પડશે. આવી સ્થિતિમાં લોકો સમજી શકતાં નથી કે તેના માટે શું સારું છે અને શું નહીં ? શરીરને સુચારૂ રૂપે કામ કરવા માટે યોગ્ય પોષણ અને કેલેરીની જરૂર હોય છે. જો તમે શરીરને સરખી રીતે પોષણ આપતા નથી તો તમે સમસ્યાને આમંત્રણ આપી શકો છો જેમકે

  • થાકેલા અને નબળાઈ અનુભવ કરવી.
  • મેટાબોલિઝમ ઓછું થવું.
  • શરીરની કાર્યક્ષમતા ઓછી થવી.
  • સ્વભાવમાં ચીડિયાપણું આવવું.
  • કારણ વગર ગુસ્સો આવવો.

2. શું ડાયટીંગથી વજન ઓછું થાય છે ? – સામાન્ય રીતે લોકો વિચારે છે કે લાંબા સમય સુધી ડાયટિંગ કરવું અથવા ઓછું ભોજન કરવાથી વજન ઓછું થાય છે. પરંતુ શું તમે જાણો છો લાંબા સમય સુધી ડાયટિંગ કરવું સારા વિચાર નથી. લાંબા સમય સુધી ડાયેટિંગ કરવાથી વજન ઓછું થઈ શકતું નથી. સંશોધન મુજબ, જે લોકો ડાયટીંગ કરે છે તેનું વજન ઓછું થવાને બદલે સમયની સાથે વધારે વધતું જાય છે. આવી સ્થિતિમાં ઓછું ખાવાને બદલે તમારે હેલ્દી વસ્તુઓ પર વધારે ધ્યાન આપવું જોઈએ. જેમકે તમે પોષક તત્વોથી ભરપૂર સંતુલિત ભોજનનું સેવન કરો, જેટલું શક્ય બને વધારેમાં વધારે વ્યાયામ કરો.

ખરેખર, વજન સાચી રીતે તમારા દ્વારા લેવામાં આવતી કેલેરી અને તમારા દ્વારા બર્ન કરવામાં આવતી કેલેરી વચ્ચે સંતુલનથી નિયંત્રિત થાય છે. જો તમે કેલેરી વાળું ભોજન લો છો અને તેનાથી વધારે કેલેરી બર્ન કરો છો, તો તમારું વજન ઓછું થશે. તેમજ જો તમે કેલેરી બર્ન કરવાની સરખામણીમાં વધારે કેલેરી ખાઓ છો, તો વજન વધી જશે. શારીરિક ગતિવિધિઓ કરવાથી તમે વધારે કેલેરી બર્ન કરી શકો છો, જે વજન ઓછું કરવાની સૌથી સરળ રીત છે.

3. સંશોધન શું કહે છે ? – જર્નલ એપટાઇટમાં જણાવેલ નવા સંશોધનથી જાણ થાય છે કે જ્યારે પણ ડાયટીંગની વાત આવે છે, તો તે વાત મહત્વપૂર્ણ હોતી નથી કે તમે કેટલું ઓછું અથવા વધારે ખાઓ છો. ડાયટીંગમાં સૌથી મહત્વપૂર્ણ હોય છે કે તમે શું ખાઓ છો. વજન વધવું અને ઘટવું તમારા દ્વારા લેવામાં આવતી કેલેરીની માત્રા પર નિર્ભર કરે છે. રિસર્ચ ટીમ તે નિર્ણય પર પહોંચી છે કે જો તમે સ્વસ્થ અને ઓછી કેલેરીની સાથે વધારે ખાવાનું પસંદ કરો છો તો વજન ઓછું કરવામાં ખૂબ અસરકારક થઈ શકે છે તેમજ બીજી બાજુ વધારે કેલેરી વાળા ખાદ્ય પદાર્થને લાંબા સમય સુધી નજરઅંદાજ કરીને તમે સરળતાથી વજન ઓછું કરી શકો છો.

4. ઓછી કેલેરી વાળું ભોજન કેમ લેવું – સંશોધન કહે છે કે જો તમે વધારે કેલેરી વાળા ખાદ્ય પદાર્થને પસંદ કરો છો, પરંતુ એવા ખાદ્ય પદાર્થને પૂરતી માત્રામાં સેવન કરો છો તો તમને બીજીવાર ભૂખ લાગવાની શક્યતા છે, જે વજન વધવાનું કારણ બની શકે છે.

સામાન્ય રીતે જે લોકો તેમનું વજન ઓછું કરવા ઈચ્છે છે, તેને હંમેશા કેહવામાં આવે છે કે દરેક વસ્તુ ઓછી માત્રામાં ખાવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. તેનાથી વિરુદ્ધ, નવા સંશોધનથી તે વાત સામે આવી છે કે ઓછું ખાવાનો પ્રયત્ન કરવાની સરખામણીમાં વધારે પૌષ્ટિક, ઓછી કેલેરી વાળા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું વજન ઓછું કરવા માટે ઘણું વધારે મહત્વપૂર્ણ બની શકે છે.

આવી સ્થિતિમાં સવાલ ઉઠે છે કે વજન ઓછું કરવા કેટલી કેલેરીની દિવસભરમાં લેવી જોઈએ ? તેનો સીધો જવાબ છે કે તમે દિવસ દરમિયાન કેટલી કેલેરીનું સેવન કરશો, આ ટકાવારી બધા માટે અલગ હોઈ શકે છે. ખરેખર, સમયની સાથે ઉંમર, પ્રવૃત્તિઓના સ્તરમાં પરિવર્તન, મેટાબોલિઝ્મમાં પરિવર્તન અને શરીરમાં ચરબીની ટકાવારીમાં પરિવર્તન આવે છે, આ વસ્તુઓ પર દિવસ દરમિયાન કેલેરી લેવી નિશ્ચિત હોય છે, તમે તમારા ન્યુટ્રિશનિસ્ટ પાસેથી આ સંબંધમાં સંપર્ક કરી શકો છો.

5. દિવસ દરમિયાન કેવી રીતે ઓછી કેલેરીનું સેવન કરવું – ઘણા સંશોધનમાં તે સાબિત થયું છે કે વજન ઓછું કરવા માટે દિવસ દરમિયાન લેવામાં આવતી કેલેરીને ચાર ભાગમાં વહેચવામાં આવે છે. સવાર, બપોર, સાંજ અને રાત્રે.

  • સવાર અને બપોર પછી દિવસ દરમિયાન લેવામાં આવતી ટોટલ કેલેરીના 70 ટકા અથવા તેનાથી વધારે ભાગ લેવો જોઈએ.
  • તેમજ સાંજના સમયે દૈનિક કેલેરી રૂપે ટોટલ કેલેરીના 30% અથવા તેનાથી ઓછો ભાગ લેવો જોઈએ.
  • રાત્રે કેલેરીનું સેવન સંપૂર્ણપણે ટાળવું જોઈએ.

6. વજન ઓછું કરવા માટે ક્યાં ખાદ્ય પદાર્થોનું સેવન કરવું? – એકેડમી ઓફ ન્યુટ્રીશન એન્ડ ડાયટેટીક્સની હેડર માંગેરી આરડીનું કેહવુ છે કે કેટલાક એવા ખાદ્ય પદાર્થ છે જે તમારા વજનને ઓછું કરવામાં મદદ કરી શકે છે. આ ખાદ્ય પદાર્થોમાંથી કેટલાક ફક્ત મેટાબોલિઝ્મ ઝડપી કરવાની ક્ષમતા જ નથી રાખતા પરંતુ તમને લાંબા સમય સુધી ભૂખનો અનુભવ પણ કરાવશે નહિ જેમકે –

  • જુદા જુદા પ્રકારના બીજ
  • ભોજન પેહલા એક કપ સૂપ
  • ભોજન સાથે ડાર્ક ચોકલેટ
  • શાકભાજીઓ
  • ઈંડા
  • નટ્સ
  • સફરજન
  • દહી
  • ગ્રેપફૂટ

સારાંશ: નિયમિત વ્યાયામની સાથે વજન ઘટાડવાની યોજના ફક્ત વધારે સફળ નહિ પરંતુ તે સ્વસ્થ પણ છે. સ્વસ્થ ભોજનનું સેવન કરવું અને વ્યાયામ કરવાથી, તમારા હાડકાઓ, માંસપેશીઓ અને હદયને મજબૂત રાખી શકાય છે અને ઘણી બીમારીઓના વિકાસના જોખમને ઓછું કરી શકે છે. જ્યારે કેલેરીના સેવનથી વધારે કેલેરી બર્ન થાય તો તમે સ્વસ્થ રૂપે વજન ઓછું કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment