શું તમારે પણ નીરોગી રહેવું છે? આજે જ જાણી લો દાદી ના રામબાણ ઘરેલુ નુસખા

Image Source

ઘણીવાર દરેક સમસ્યાનું સમાધાન ઘરના વડીલોની પાસે થી મળી રહે છે, જે રામબાણ સાબિત થાય છે. આવી કેટલીક નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ છે, જેના માટે દાદીના આ રામબાણ ના ઘરેલું ઉપાયો તેમને ઉકેલવા માંટે પૂરતા છે. ચાલો જાણીએ નુસખા વિશે..

જીણો તાવ:

  • 2-3 gm આદું, મરી, પીંપળી અને મૂળેઠી ની સાથે 7 પાંદડા તુલસી ના લઈ ને તેનો કાઢો બનાવો અને તેને દિવસ માં 2-3 વાર પીવો.
  • શરીર નું તાપમાન ઓછું થવું, ગરમી લાગવી,શરીર દુખવું, શરીર માથી પસીનો નીકળવો  આ બધા માંથી છુટકારો મળે તે માંટે 30 gm ધાણા ને 100 ml પાણી સાથે સાંજે લેવું.
  • આ ઉપરાંત તમે 1 gm પીંપળી કાક ચૂર્ણ ને 5-10 gm મધ સાથે દિવસ માં બે થી ત્રણ વાર લેવું.

કાન માં દુખાવો થવો:

  • આદું ના હૂંફાળા રસ ના 2-4 ટીપા કાન માં નાખો, દિવસ માં બે વાર આવું કરવું.  અથવા મૂળા ના હૂંફાળા રસ ના 2-4 ટીપા કાન માં નાખવા. દિવસ માં બે વાર આવું કરવું. અથવા દિવસ માં બે વાર લસણ હૂંફાળા રસ ના 2-4 ટીપા કાન માં નાખવા.

અપચો(ભારેપણું, ગેસ થવો, કબજિયાત):

  • 5 gm સૂંઠ ને 1 લિટર પાણી માં ઉકાળી ને કાઢો બનાવો દિવસ માં 2-3 વાર પીવો.
  • 2 gm સૂંઠ ને 3 gm ગોળ સાથે દિવસ માં બે વાર ખાવો.
  • 3 gm અજમો, 1 gm મીઠું ને હૂંફાળા માં પાણી માં 1 ચપટી હિંગ નાખી ને દિવસ માં 2-3 વાર પીવું.
  • 3 gm અજમો, 1 gm મીઠું ને હૂંફાળા માં પાણી માં 1 ચપટી હિંગ સાથે ફાકી લેવું.

કમર માં કે સાંધા માં દુખાવો:

  • 50 ml પાણી માં 5 gm સૂંઠ ને 20 ml જેટલું કાઢો રહે ત્યાં સુધી ઉકાળો. 5-10 ml એરંડા નું તેલ નાખી ને દિવસ માં બે વાર લેવું.
  • 10 -20 ml એરંડા નું તેલ હૂંફાળા પાણી સાથે દિવસ માં 2-3 વાર લો.
  • એક ચમચો પલાળેલા મેથી ના બીજ ને દૂધ સાથે લો.

આંતરિક ઘા માંટે:

  • શરીર માં અંદર ના કોઈ ઘા ને સારું કરવા માંટે એક ગ્લાસ ગરમ દૂધ માં એક ચમચી હળદર અને એક ચમચી શુદ્ધ ઘી નાખી ને અને ખાંડ નાખી ને પીવાથી તરત ફાયદો થાય છે.

હાડકાં ના તૂટવા પર/ સોજા આવવા પર:

  • એક ગ્લાસ ગરમ દૂધ માં થોડી શિલાજિત અને ખાંડ નાખી ને નિયમિત રીતે એક થી બે અઠવાડિયા પીવાથી તૂટેલા હાડકાં તરત જ રીપેર થાય છે. અને માશપેશીઓ ના સોજા ને પણ ઓછું કરે છે.

વિશેષ ટિપ્પણી:

  • શુદ્ધ શીલાજીત નું સેવન ઉત્તમ રસાયન છે. તેના નિયમિત સેવન થી ઘરડાપણા નો નાશ થાય છે.

લસણ ના પ્રયોગ થી થતા વિશેષ લાભ:

  •  આયુર્વેદિક અનુસાર લસણ થી ઘણા પેટ ના રોગો સામે સારવાર મળી શકે છે. લસણ ના સેવન થી રક્ત માં વસા ની માત્રા ઘણી ઓછી થાય છે. જેના કારણે હર્દય રોગ માં કમી અને હાઇ બ્લડ પ્રેશર માં પણ લાભ થાય છે. તેને સેવન કરવાની રીત રોજ સવારે લસણ ની એક કળી ને થોડું વાટી ને પાણી સાથે લેવું. 15-20 દિવસ સુધી આમ કરવું.

સદાબહાર ફૂલ નું સેવન:

  • સદાબહર ના ફૂલ નું સેવન કરવાથી મધુમેહ નો જડ મૂળ થી નાશ થાય છે.

વિધિ:

Image Source

  • એક ફૂલ નું સેવન 1 મહિના સુધી કરવું જેથી લાભ થાય.

દેશી પાન નું સેવન કરવાથી ગળા ના રોગો માં થતો ફાયદો:

  • ભોજન પછી દેશી પાન ના પત્તા કે જેમા થોડો ચૂનો, કાથો, મૂલેઠી ચૂર્ણ, વરિયાળી, ઈલાયચી,લવિંગ, ગુલકંદ વગેરે નાખી ને ખાવાથી ગળા ના રોગ કે ભોજન ના પાચન માં પણ લાભ મળે છે.

પાન ખાવાની વિધિ:

  • પાન ખાતા સમયે એ વસ્તુ નું ધ્યાન રાખવું કે તેની પહેલી પિક અને બીજી પિક ને થુકી ને કાઢી નાખવું. પરંતુ ત્રીજી પિક ને ગળી જવું કારણકે આયુર્વેદિક અનુસાર પાન ની ત્રીજી પિક અમૃત સમાન ગણવામાં આવે છે. પણ પહેલી અને બીજી પિક માં પાન ના અવગુણો દૂર થઈ જાય છે.

લંગ્ઘન ના ગુણ:

  • જો કોઈ વ્યક્તિ ને જીણો તાવ આવી જાય તો વ્યક્તિ એવું ઈચ્છે કે તે એક દિવસ નું ભોજન ન કરે. કારણકે એક દિવસ ભોજન ન કરે વાત્ત, પિત્ત,અને કફ ત્રણેય સમાન અવસ્થા માં આવી જાય છે.જેનાથી તાવ માં ઘણો ફરક પડે છે.

Image Source

તેલ માલિશ ના ફાયદા:

  • શરીર માં ક્યારેક ક્યારેક તેલ માલિશ કરવાથી માશપેશીઓ મજબૂત થાય છે. તેનાથી તાવ માં અને માથા ના દુખાવા માં રાહત મળે છે.

વરસાદ ની ઋતુ માં પેટ ખરાબ થવું/ જાડા થવા:

  • વરસાદ ની ઋતુ માં પાણી દૂષિત થઈ જાય છે. તેને પીવાથી ઊલટી અને જાડા થાય છે. આ પાણી ને ચોખ્ખું કરવા માંટે એક મોટા વાસણ માં આ પાણી લો તેમાં રાઈ ના દાણા બરાબર કપૂર નાખી ને રાખવાથી પાણી શુદ્ધ થાય છે. ત્રણ કે ચાર રાઈ ના રાઈ ના દાણા બરાબર કપૂર 10-10 મિનિટ ના અંતર પર પાણી સાથે લેવાથી  જાડા પણ બંધ થઈ જાય છે.

ઊલટી બંધ કરવા માંટે ઘરેલુ નુસખા:

  • કપૂરસાવ ના ત્રણ કે ચાર ટીપા થોડા પાણી કે ત્રણ ચાર ચમચી પાણી ની સાથે લેવાથી ઊલટી બંધ થઈ જાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment