Image Source
વરસાદની ઋતુ તેમતો ઘણી સારી હોય છે પરંતુ આ ઋતુમાં વરસાદના પાણીથી ઘણું નુકશાન પણ થઈ શકે છે. ખાસકરીને જો તમે પેહલાથી તૈયારી કરી નથી તો વરસાદના પાણીથી તમારી મોંઘી વસ્તુઓ પણ ખરાબ થઈ શકે છે. આ ઋતુમાં સૌથી વધારે તમારા સ્માર્ટફોનનું ધ્યાન રાખવું જોઈએ. જો તમારો સ્માર્ટફોન વોટરપ્રૂફ નથી તો વરસાદના પાણીમાં તેને પલળતો બચાવવા માટે તમારે પેહલા જ વ્યવસ્થા કરી લેવી જોઈએ. જો મોબાઈલ પાણીમાં પલળી જાય છે તો તેનાથી તે ખરાબ પણ થઈ શકે છે.
ચાલો અમે તમને કેટલીક સરળ રીત જણાવીએ જેનાથી તમે તમારા મોંઘા સ્માર્ટફોનને પાણીમાં પલળવાથી બચાવી શકો છો.
Image Source
વોટરપ્રૂફ બ્લૂટુથ, ઇયર બર્ડ્સ અથવા હેડફોનનો ઉપયોગ કરો –
વરસાદની ઋતુમાં તમારા મોંઘા સ્માર્ટફોનને પાણીમાં પલળવાથી બચાવવા માટે વોટરપ્રૂફ બ્લૂટુથ, ઇયર બર્ડ્સ અથવા હેડફોનનો ઉપયોગ કરી શકો છો. આજકાલ બજારમાં વાયરલેસ હેડફોનની માંગ છે. બ્લૂટુથ માધ્યમે તમે તમારા મોબાઈલથી તેને કનેક્ટ કરીને મોબાઇલને બેગમાં રાખી શકો છો. તેનાથી કોઈ જરૂરી ફોન આવવા પર તમે સરળતાથી વાત પણ કરી શકશો અને તમારો મોબાઈલ પણ પલળવાથી બચશે. બ્લૂટુથ ઇયર બડ્સનો ટ્રેન્ડ પણ આજકાલ ઘણો જોવા મળે છે. તેને કાનમાં લગાવીને વાતચીત કરવી ખૂબ સુવિધાજનક છે. તેને તમે કાનમાં પણ લગાવી શકો છો અથવા તો ફક્ત એક કાનમાં લગાવીને પણ કામ ચલાવી શકો છો. તમને લગભગ 999 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધી સારા બ્લૂટુથ ઇયર બડ્સ બજારમાં મળી જશે.
પ્લાસ્ટિક જીપ પાઉચનો ઉપયોગ કરો –
વરસાદની ઋતુમાં મોબાઇલને પલળવાથી બચાવવા માટે સૌથી સરળ અને સારી રીત છે કે તમે તમારા સ્માર્ટફોનની સાઇઝનું જીપ પાઉચ ખરીદી લો. તે તમને બજારમાં લગભગ 50 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીમાં મળી જશે. તમે તેમાં તમારો મોબાઈલ રાખીને તેને ગળામાં લટકાવી શકો છો, તેનાથી વરસાદનું પાણી તમારા મોબાઈલ સુધી પહોંચશે નહિ.
વોટરપ્રૂફ ફ્લિપ મોબાઈલ કવરથી લાભ થશે –
તમારા મોબાઇલમાં મોડલ મુજબ બજારમાં તમને ઘણા વોટરપ્રૂફ ફ્લિપ કવર મળી જશે. જો તમે વરસાદની ઋતુમાં તેનો ઉપયોગ કરો છો તો તે તમારા મોબાઇલને ઘણી હદ સુધી પાણીમાં પલળવાથી બચાવી શકાય છે. તેટલું જ નહિ તે મોબાઈલ સ્ક્રીન માટે સેફગાર્ડ તરીકે કામ કરે છે. મોબાઈલ જો પડી જાય છે તો ફ્લિપ મોબાઈલ કવર ઉપયોગ કરવાથી તેની સ્ક્રીન ખરાબ થશે નહિ. બજારમાં લગભગ 150 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીમાં તમને સારું વોટરપ્રૂફ ફ્લિપ મોબાઈલ કવર મળી જશે.
ટેમ્પર્ડ ગ્લાસ અને લેમિનેશનનો ઉપયોગ કરો –
મોબાઈલમાં ટેમ્પર્ડ ગ્લાસ લગાવવાથી તેની સ્ક્રીન તો સુરક્ષિત રહે છે, પરંતુ વરસાદની મોસમમાં મોબાઈલ પાણીમાં પલળવાથી પણ ઘણી હદ સુધી બચી જાય છે. મોબાઈલ લેમિનેશનનો ટ્રેન્ડ પણ ઘણો જૂનો છે. વરસાદની ઋતુમાં જો તમે મોબાઈલના પાછળના ભાગમાં લેમિનેશન કરાવો તો તમારો ફોન પણ પાણીમાં પલળવાથી ઘણી હદ સુધી બચાવી શકાય છે. માર્કેટમાં તમને 50 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીના ટેમ્પર્ડ ગ્લાસ મળશે. તમે તમારા મોબાઈલના મોડલ પ્રમાણે અને ગુણવત્તા તપાસ્યા પછી યોગ્ય ટેમ્પર્ડ ગ્લાસ લગાવી શકો છો.
વોટર પ્રૂફ મોબાઈલ બેગના ફાયદા –
તમને માર્કેટમાં વોટર પ્રૂફ મોબાઈલ બેગની ઘણી વેરાયટી મળશે. આ બેગની ખાસિયત એ છે કે મોબાઈલની સાથે આ બેગમાં તમે થોડા પૈસા અને જરૂરી કાગળો પણ રાખી શકો છો. તમે તેને તમારા હાથમાં પણ લઈ શકો છો અથવા તેને સ્લિંગ બેગની જેમ બાજુ પર લટકાવી શકો છો. કમરમાં બેલ્ટની જેમ બંધાય તેવા વોટરપ્રૂફ મોબાઈલ બેગ પણ મળશે. તેમની કિંમત 200 થી 500 રૂપિયાની આસપાસ હોય છે.
વરસાદની ઋતુમાં તમારા મોંઘા સ્માર્ટફોનને પાણીમાં પલળવાથી બચાવવા માટે તમારે પણ ઉપર જણાવેલ ટિપ્સનો ઉપયોગ કરવો જોઈએ. આવી જ સરળ હેક્સ જાણવા માટે જોડાયેલા રહો તમારી પોતાની વેબસાઈટ ફક્ત ગુજરાતી સાથે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team