જો તમે શિયાળામાં સંભાળની સાથે સ્ટાઇલ પણ કરવા ઇચ્છો છો, તો આ પ્રકારની ટોપી અને કેપનો ઉપયોગ કરો.
શિયાળાની ઋતુ આવતા જ શરીરને ઠંડીથી બચાવવું પણ જરૂરી હોય છે, તેથી તમારે શિયાળામાં કાન ઢાંકીને રાખવા જોઈએ. આજકાલ બજારમાં આ પ્રકારની સ્ટાઇલિશ ટોપીઓનો ટ્રેન્ડ છે, જેને પહેરીને તમે પોતાને ઠંડીથી બચાવી શકો છો. તેટલું જ નહિ તમે આ કોઈપણ ડ્રેસની સાથે મેચ કરી પેહરી શકો છો. આ ટોપી તમને આકર્ષક દેખાવાની સાથે આરામ પણ આપે છે, જેને તમે જગ્યાઓ અનુસાર કેરી કરી શકો છો.
આજના લેખમાં અમે તમને તે વિવિધ પ્રકારની કેપ્સ અને ટોપીઓ વિશે જણાવીશું, જેને તમે શિયાળામાં પેહરીને પરફેકટ વિન્ટર લુક તૈયાર કરી શકો છો. તો ચાલો જાણીએ તે વિવિધ ટોપી અને કેપ્સ વિશે.
વુલન બીની કેપ
આ કેપ તમને ખૂબ જ અલગ લુક આપે છે, જેને તમે તમારી કેઝ્યુઅલ આઉટિંગ કરી શકો છો. આ વુલન કેપ ટોપીના આકારમાં હોય છે, જે તમને ઠંડીથી બચાવવાની સાથે એક યુનિક લુક પણ આપે છે. પફ અથવા ફર જેકેટની સાથે પણ આ પ્રકારની કેપ વધુ સારો લુક આપે છે, આ ઉપરાંત આ પ્રકારની ટોપીને તમે ઓવર કોટ સાથે પેહરી શકો છો. જોકે બીની કેપ્સ ઘણા કલરમાં આવે છે, પરંતુ તમારે એ કલર પસંદ કરવો જોઈએ જે દરેક રંગના કપડા સાથે મેળ ખાતો હોય.
એમ્બ્રોઇડરી કેપ
બજારમાં ઘણા પ્રકારની ડિઝાઇન બીની કેપ્સ મળી આવે છે, પરંતુ તેમાંથી સૌથી વધારે અલગ અને સુંદર એમ્બ્રોઇડરી વાળી બીની કેપ્સ હોય છે. આ પ્રકારની કેપ પાર્ટી અથવા ઇવેન્ટ માટે પરફેક્ટ હોય છે, જે તમને ક્લાસી લુક આપે છે. આ કેપને તમારે હાથની મદદથી જ ધોવી જોઈએ, જેથી આ કેપ ખરાબ થાય નહિ.
સ્કલ કેપ
આ કેપ ખુલ્લા વાળ પર ખૂબ સારી લાગે છે. સાધારણ હોવાની સાથે સ્કલ કેપ તમને સારો લુક પણ આપે છે. આ પ્રકારની કેપમાં ખૂબજ મુલાયમ વુલન નો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી માથા પર ખંજવાળ અથવા ડંખ થતાં નથી. આ કેપને પણ તમે ટ્રેડિશનલ કુર્તીની સાથે ટી શર્ટ પર પણ પેહરી શકો છો.
ટર્બન કેપ
આ કેપ કોઈ પાઘડીના આકાર જેવી હોય છે, જે જોવામાં ઘણી અલગ લાગે છે. ટર્બન કેપ તમને મોટાભાગના લોકો પાસે સરળતાથી મળતી નથી, તેથી તમારે આ શિયાળામાં તેને જરૂર સમાવેશ કરવો જોઈએ. વુલન હોવાને કારણે આ કેપ તમને શિયાળાથી પણ બચાવે છે, તેને તમે કુર્તી અથવા સૂટની સાથે પેહરી શકો છો. આ કેપ ટ્રેડિશનલની સાથે વેસ્ટર્ન કપડા પર પણ તેટલી જ સ્ટાઇલિશ લાગે છે.
ફ્રેન્ચ બેરેટ કેપ
જૂના જમાનામાં આ કેપ ફ્રાંચના લોકો દ્વારા પહેરવામાં આવતી હતી. આ પ્રકારની કેપને તમે જેકેટ અથવા ઓવરકોટ સાથે પેહરી શકો છો. આ પ્રકારની કેપને તમે ઘણા ફિલ્મોમાં જરૂર જોઈ હશે, આવી કેપ હળવા શિયાળા માટે ખૂબ ફાયદાકારક હોય છે. તે ઘણા પ્રકારની ડિઝાઇનમાં જોવા મળે છે, આ ઉપરાંત આ કેપમાં એમ્બ્રોડરી પણ જોવા મળી શકે છે.
કોસૈક કેપ
વીતેલા થોડા સમયમાં કોસૈક કેપને સ્ત્રીઓએ ખૂબ પસંદ કરી છે. આ કેપ ફર થી બનેલી હોય છે, જેના કારણે હળવું કાપડ ખૂબજ મુલાયમ અને આરામદાયક હોય છે. આ પ્રકારની ટોપી જુદા જુદા પ્રિન્ટ મા જોવા મળે છે, જેની કિંમત પણ વ્યાજબી હોય છે. તમે આ પ્રકારની કેપ વેસ્ટર્ન કપડા સાથે પેહરી શકો છો.
બકેટ કેપ
ઠંડીથી બચાવવા માટે આ એકદમ પરફેકટ કેપ છે. આ પ્રકારની કેપ એક બકેટના આકારની હોય છે, જેની ઊંડાઈ પણ સાધારણ કેપ અથવા ટોપીની સરખામણીએ ખૂબ વધારે હોય છે. આ પ્રકારની કેપને તમે જીન્સ અથવા સ્વેટરની સાથે પેહરી શકો છો. આ કેપને બનાવવા માટે નાયલોન ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે તેમાં બિલકુલ પણ હવા પસાર થતી નથી.
તો આ હતી વિવિધ ડીઝાઇન મા બનેલ ટોપી અને કેપ્સ જેને તમે ઠંડીના દિવસોમાં પેહરી શકો છો
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team