શું આંખોને તમે લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માગો છો..? જાણો કેવી રીતે રાખવી જોઈએ આંખોની સંભાળ..

Image source

આપણા શરીર માટે આંખો એક વરદાન કહી શકાય . કારણકે આપણી આંખોને કારણે આપણે દુનિયાનો જોઈ શકીએ છે. અને સાથેજ દરેક કામકાજ કરી શકીએ છે. પરંતુ આખો આપણા શરીરનું એક એટલું નાજુક અંગ છે જેની સંભાળ રાખવી ખુબ જરૂરી છે. કારણકે આજની ભાગદોડ વાળી જીંદગીમાં આપણે પૂરતી ઉંઘ લઈને પણ આંખોને આરામ નથી આપી શકતા. સાથેજ પૃથ્વી પર વધી રહેલા પ્રદુષણને કારણે પણ આપણી આંખોને ભારે નુકશાન થતું હોય છે. જેથી આજે અમે તમને જણાવીશું કે તમે તમારી આંખું ધ્યાન કેવી રીતે રાખી શકશો. કે જેથી કરીને લાંબા સમય સુધી તમારી આંખો સ્વસ્થ રહે.

વાયું પ્રદુષણથી બચાવ કરો

 

 

 

Image source

વાયુ પ્રદુષણ આપણી આંખો માટે ખુબ ખરાબ છે. અને હાલ દિલ્હીમાં તો એટલું ખરાબ રીતે વાયુ પ્રદુષણ ફેલાયું છે કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. વાયપું પ્રદુષણને કારણે આપણી આંખોમાં ખુબ બળતરા થતા હોય છે. જેના કારણે આપણાને ભારે તકલીફ થાય છે. કારણકે આપણી આંખ એ આપણા શરીરનો ખુબ સંવેદીન શીલ અંગ છે. જેથી શક્ય બને તો બહાર નીકળો તો ચશ્મા પહેરવાનું રાખો. અને એવા ચશ્મા પહેરવાનું રાખો કે જેનાથી તમારી આંખો પૂરી રીતે ઢંકાયેલી રહે.

મોબાઈલ અને લેપટોપથી થોડી રાખો

Image source

ઈલેકટ્રોનીત ઉપકરણો મોબાઈલ ફોન અને લેપટોપનો જો તમે વધારે પડતો ઉપયોગ કરો છો, તો તેનો મર્યાદી ઉપયોગ કરવાની આદત પાડો. સાથેજ તેને તમારી આંખથી 1 મીટર જેટલા અંતરે દૂર રાખો જેથી તેનો પ્રકાશ તમારી આંખમાં સીધો ન પડે. કારણકે સીધો તમારી આંખમાં લાઈટ પડવાને કારણે તમારી રેટીનાને નુકશાન પહોચી શકે છે. સાથેજ રાત્રીના સમયે મોબાઈલ ફોન યુઝ કરતી વખતે પણ શક્ય બને તો બ્રાઈટનેસ ઓછી રાખવાનું રાખો

લેન્સ પહેરવાની ભૂલ ન કરો

Image by Anja🤗#helpinghands #solidarity#stays healthy🙏 from Pixabay

વાયુ પ્રદુષણને કારણે આપણા આખમાં મોટા ભાગે ખંજવાળ આવતી હોય છે. અને તેવા સમયે ન ઈચ્છા તો પણ આપણે આપણી આંખને ચોળીએ છે. જેથી જો તમે તે સમયે લેન્સ પહેર્યો હશે તો તમારી આંખમાં લેન્સ તૂટી જશે. જેના કારણે આખને ભારે નુકશાન થાય છે. અને ઘણી વખત આ સમસ્યા એટલી ગંભીર બની જાય છે. કે આંખના ડોક્ટર પાસે આપણાને જવાનો વારો આવતો હોય છે. જેથી શક્ય હોય ત્યા સુધી તમે લેન્સ પહેરવાનું ટાળો

હેલ્થી ડાયટપ્લાન ફોલો કરો

Image source

આંખોને પ્રોટીન મળી રહે તે માટે હંમેશા હેલ્થી ડાયટ પ્લાન ફોલો કરવો ખુબ જરૂરી છે. જો તમને ફીશ ખાવી ગમે છે તો તે આપણી આંખો માટે સૌથી બેસ્ટ છે. સાથેજ જો તમે લીલા શાકભાજી ખાવાનું રાખશો તે પણ તમારા માટે બેસ્ટ છે. અને સૌથી બેસ્ટ તમારા માટે દાળ છે. જો તમે દરરોજ દાળ પિવાનું રાખશો. તો તમારી આંખોને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળી રહેશે.

આંખો પર મેકઅપ ન કરશો

Image source

જો તમને લાગે કે તમારી આંખોને તકલીફ થઈ રહી છે. તો શક્ય બને તો આંખો પર મેકઅપ કરવાનું ટાળો. કારણકે તેના કારણે તમારી આંખોને વધુ એલર્જી થઇ શકે છે. અ સાથેજ પ્રદુષણની સાથે તે એલર્જી ગંભીર બિમારીને પણ આમંત્રણ આપી શકેછે. જેથી તમારી આંખોની આસપાસની સ્કીન બગડી જશે. જેથી શક્ય બને ત્યા સુધી તમે આંખો પર મેકઅપ કરવાનું ટાળો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment