મોટા ભાગના લોકો 50ની ઉંમર બાદ ધીમે ધીમે વૃદ્ધાવસ્થા તરફ આગળ વધતા હોય છે. પરંતુ અમુક લોકો લાંબા સમય સુધી પણ યુવાન દેખાતા હોય છે. જેમકે બોલીવુડમાં ઘણા એવા સેલીબ્રીટી છે. જેમની ઉંમર થઈ ગઈ તેમ છતા તેઓ યુવાન દેખાય છે.
તમારું શરીર જ્યારે 30ની ઉંમર પાર કરી લે ત્યારે શરીરમાં ઘણા પરિવર્તનો આવતા હોય છે. શરીરના હાર્મોન્સમાં પણ બદલાવ આવી જતો હોય છે. 30 પછીની ઉંમર આપણા માટે એક મહત્વનો તબક્કો હોય છે. આ ઉંમર ખાસ કરીને મહિલાઓ માટે ઘણી મહત્વની છે. મોટા ભાગના લોકોની જવાબદારી આ ઉંમરે વધી જાય છે. જેમા મહિલાઓને બાળકની જવાબદારી પણ રહેતી હોય છે.
સમય સાથે શરીરમાં થતા ફેરફાર આપણી ખોરાકી પણ ઘણો આધાર રાખે છે. 30 વર્ષ પછી તમારા શરીરમાં એકંદરે બદલાવ જોવા મળે છે. ખાસ કરીને મહિલાઓ આ ઉંમરે માતા બની જાય છે. જેથી તેમના શરીરમાં મોટા પ્રમાણમાં ફેરફાર જોવા મળે છે.
આપણે જે પણ ખોરાક ખાવાનું રાખીએ છે તે આપણા શરીર માટે ઘણો મહત્વનો હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે તમારે 30ની ઉંમર પછી શું ખાવાનું રાખવું જોઈએ અને શુ ન ખાવું જોઈએ. કઈ વસ્તુ તમારા માટે પોષણ વાળી હોય છે. સાથેજ કઈ વસ્તુથી તમને નુકશાન થાય છે. તે બધીજ માહિતી આજે અમે તમને આપીશું
હાડકા મજબૂત રાખવા માટેનો ખોરાક
સમય જાય તેમ તેમ આપણા શરીરમાં ફેરફાર થતો હોય છે. પરંતુ આપણે આપણા શરીરમાં હાડકા મજબૂત રાખવા ઘણા જરૂરી છે. જેથી કેલ્શિયમ અને વિટામીન ડી આપણા શરીરમાં પુરતા પ્રમાણમાં હોવા ઘણા જૂરી છે. જેના માટે આપણે દૂધમાંથી બનેલી પ્રોડક્ટ વધારે લેવી જોય છે. સાથેજ દૂધ પિવાનું પણ રાખવું જોઈએ. ઉપરાંત માછnr અને બદામ પણ આપણા હાડકા માટે ઘણા ફાયદાકારક હોય છે.
એન્ટીઓક્સિડેન્ટ માટેનો ખોરાક
આપણા શરીરને ફીટ રાખવા માટે આપણે એન્ટીઓક્સિડેન્ટ વાળો ખોરાક લેવો ઘણો જરૂરી છે. ખાસ કરીને મોટા ભાગે લોકો ચા કોફી પીવાનું વધારે પસંદ કરે છે. કારણકે તેમા એન્ટીઓક્સિડેન્ટ તત્વો રહેલા હોય છે. પરંતુ જો તમે ગ્રીન ટી પીવાનું રાખશો તો તેમા પણ એન્ટીઓક્સિડેન્ટ વધારે રહેલું હોય છે. આ સીવાય તમે જાબું ખાવાનું રાખશો તે પણ તામારા માટે ઘણા સારા છે. કારણકે તેમા પણ એન્ટિઓક્સિડેન્ટ તત્વો રહેલા હોય છે.
ઉંઘ સારી આવે તે માટેનો ખોરાક
તમે દરરોજ જે ખોરાક ખાવાનું રાખો છો. તે તમારી ઉંઘ પર ઘણો આધાર રાખે છે. જેથી તમારે ઉંઘ સારી આવે તેવો ખોરાક લેવો પણ જરૂરી છે. ખાસ કરીને તમે બદામ અને અખરોટ ખાવાનું રાખી શકો છો. આ ઉપરાંત તમને રાતે ઉંઘ સારી આવે તે માટે તમે રોજ એક ગ્લાસ દૂધ પિવાનું પણ રાખી શકો છો.
બ્લડપ્રેશર કાબૂમાં રહે તેવો ખોરાક
આપણી દૈનિક દિનચર્યામાં આપણું બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે તે ઘણું જરૂરી છે. પોટેશિયમ યુક્ત ફુડ પ્રોડક્ટ ખાવાથી તમને ઘણો ફાયદો મળી રહેતી હોય છે. તેમા પણ તેના કારણે તમારુ બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહેતું હોય છે. બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે તેના માટે તમે બટાકા અને ટામેટા વધારે ખાવાનું રાખશો તો તમારું બ્લડપ્રેશર હંમેશા કંટ્રોલમાં રહેશે,
હવે અમે એ જણાવીશું કે તમે કયો ખોરાક ખાવાનું ટાળશો તો તમને ફાયદો મળી રહેશે.
ખાંડ ખાવાનું ટાળો
મોટા ભાગના લોકોને ખાંડ ખાવાની વધારે આદત હોય છે. પરંતું અમે તમને જણાવી દઈએ કે ખાંડ તમે જેટલી ઓછી ખાશો તેટલું તમારા માટે વધારે સારુ રહેશે. તે સિવાય પણ તમારે ચોકલેટ પણ ઘણી ઓછી ખાવી જોઈએ. ઉપરાંત દારૂ અને સીગરેટ જેવી વસ્તુઓથી પણ તમારે દૂર રહેવું જોઈએ. કારણકે તેના કારણે પણ તમને ઘણું નુકશાન થઈ શકે છે.
સોયા સોસથી બચો
સોયા સોસમાં સાલ્સોલિનોલ નામનો ન્યરોટોકિસન હોય છે. જે આપણા ડીએનએને ઘણું નુકશાન પહોચાડે છે. જેના કારણે શરીરમાં સમસ્યાઓ સર્જાતી હોય છે. ઉલ્લેખનીય છે કે વધારે પડતો સોયાસોસ ખાવાને કારણે તમને કેન્સર જેવી સમસ્યા પણ થઈ શકે છે.
બેકરી પ્રોડક્ટથી દૂર રહો
બેકરી પ્રોડક્ટ તમારી સ્કીન માટે ઘણા નુકશાનકારક હોય છે. કારણકે તેમા સોડિયમ નાઈટ્રેટ રહેલું હોય છે.પરિણામે તમારી સ્કિન પણ વધારે જલ્દી વૃદ્ધ થઈ જાય છે. જેથી બને તેટલા બેકરી પ્રોડક્ટથી દૂર રહેશો તે તમારા માટે વધારે સારુ રહેશે.
ફ્લેવર્ડ દહીથી પણ દૂર રહેવું જોઈએ.
ફ્લેવર્ડ દહીમાં મોટા પ્રમાણમાં ખાંડ રહેલી હોય છે. ખાંડ આપણા શરીર માટે વધારે સારી નથી કારણકે તેના કારણે આપણી ઉંમર ઝડપથી વધી જતી હોય છે. ફ્લેવર્ડ દહીમાં મોટા પ્રમાણમાં ખાંડ રહેલી હોય છે. જેથી ફ્લેવર્ડ દહી પણ તમારે ખાવાનું ટાળવું જોઈએ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team