પુશ-અપ્સની જેમ વોલ પ્રેસ એક્સરસાઇઝ એક અસરકારક કસરત છે. તેનો તમે નિયમિત રીતે તમારી દિનચર્યામાં સમાવેશ કરી શકો છો. આ કસરતથી તમારી છાતી, પીઠ, ખભા અને હાથ મજબૂત બને છે. સ્ત્રીઓની બ્રેસ્ટ સાઈઝ વધારવા માટે પણ વોલ પ્રેસ એક્સરસાઇઝ ઘણી લાભદાયક છે. પુરુષો માટે છાતીને પહોળી કરવા માટે આ કસરત ખૂબ જ ફાયદાકારક છે. આજે અમે તમને આ લેખમાં વોલ એક્સરસાઇઝ કરવાની રીત અને ફાયદા જણાવી રહ્યા છીએ. ચાલો જાણીએ તેના વિશે.
વોલ પ્રેસ એક્સરસાઇઝ કરવાની રીત:
- આ કસરત કરવા માટે સૌથી પહેલાં દિવાલ પાસેથી બે ફૂટના અંતરે ઊભા રહી જાઓ. ત્યારબાદ બંને હાથોને દિવાલ ઉપર સીધા રાખો.
- આ દરમિયાન તમારા બંને હાથોને ખભાની પહોળાઈ બરાબરના અંતરે રાખો. ત્યારબાદ તમારી આંગળીઓને ઉપરની દિશામાં રાખો.
- હવે દિવાલ ની મદદથી પુશ અપ્સ કરો.
- પુશ અપ્સ કરવા માટે તમારા બંને હાથોને કોણીથી વાળતા માથાને દિવાલ પાસે લઈ જાઓ.
- ત્યારબાદ બંને હાથોને કોણી તરફથી સીધા રાખો અને માથાને દીવાલથી દૂર રાખો.
- ત્યારબાદ તમારી સ્થિતિમાં પાછા આવી જાઓ.
- આ ક્રિયાને વારંવાર કરો. લગભગ વીસથી ત્રીસ વાર આ કસરત કરો.
વોલ પ્રેસ એક્સરસાઇઝના ફાયદા:
વોલ પ્રેસ એક્સરસાઇઝ સ્થિરતા વધારે છે:
નિયમિત રીતે વોલ પ્રેસ એક્સરસાઇઝ કરવાથી શરીરમાં સ્થિરતા આવે છે. તે પુશ અપ્સની જેમ જ ફાયદાકારક છે. જ્યારે આપણે વોલ પ્રેસ કરીએ છીએ, ત્યારે આ દરમિયાન આપણી નસો શરીરને રોકવા અને ધકેલવાનો પ્રયત્ન કરે છે, તેનાથી શરીરનું સંતુલન અને ગતિ પ્રભાવિત થાય છે.
બ્રેસ્ટ સાઈઝ વધારવા માટે વોલ પ્રેસ એક્સરસાઇઝ:
સ્ત્રીઓને બ્રેસ્ટ સાઈઝ વધારવા માટે વોલ પ્રેસ એક્સરસાઇઝ ફાયદાકારક બની શકે છે. નિયમિત રીતે આ કસરત કરવાથી તમારા સ્તનનું કદ વધે છે.
સ્ટ્રોંગ કોર માટે વોલ પ્રેસ એક્સરસાઇઝ કરો:
સ્ટ્રોંગ કોરને વધારવા માટે નિયમિત રીતે વોલ પ્રેસ એક્સરસાઇઝ કરો. આ તમારા શરીરના વોશબોર્ડ એબ્સ અને મજબૂત કોર માટે ખૂબ જ અસરકારક કસરત હોય છે. આ કસરતથી પેટનો ભાગ અને કમરનો ભાગ મજબૂત બને છે. તેથી નિયમિત રીતે આ કસરત કરો.
શારીરિક વ્યાયામ માટે વોલ પ્રેસ એક્સરસાઇઝ કરો:
સંપૂર્ણ શરીરના વિકાસ માટે વોલ પ્રેસ એક્સરસાઇઝ ફાયદાકારક હોઈ શકે છે. તે તમારા શરીરના બધા જ ભાગને મજબૂત કરે છે. સાથે સાથે કમરના નીચેના ભાગને મજબૂત કરવા માટે ફાયદાકારક છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team