વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરમાં રાખવામાં આવેલ દરેક વસ્તુની અસર આપણા જીવન પર ફાયદા અને ગેરફાયદા રૂપે જોવા મળે છે. આ વસ્તુઓમાં ફોટાનો પણ સમાવેશ છે.
ઘરમાં કેટલાક ખાસ ફોટા લગાવવાથી શુભ ફળ જોવા મળી શકે છે સાથેજ તેનાથી વાસ્તુદોષ પણ દૂર થાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ દોડતા 7 ઘોડાના ફોટા લગાવવા ખૂબજ શુભ હોય છે જો તમે તમારા ઘર અથવા ઓફિસમાં દોડતા ઘોડાના ફોટા લગાવો છો, તો તે તમારા કાર્યમાં ગતિ પ્રદાન કરે છે. દોડતા ઘોડા સફળતા, પ્રગતિ અને તાકાતનું પ્રતીક હોય છે. આ ફોટા ઘરમાં લગાવવા ખૂબ શુભ માનવામાં આવે છે. તેને કઈ દીશા અને ક્યાં લગાવવા જોઈએ, તેની જાણકારી અહી મેળવો.
આ માટે ફોટો ખાસ છે
વાસ્તુ મુજબ, ઘોડા ગતિ અને તાકાતનું પ્રતીક છે. દોડતા 7 ઘોડાની તસવીરથી પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે જે તમને દરેક ક્ષેત્રમાં તરક્કી અને સફળતા અપાવે છે. ઘોડાના ફોટાથી પણ સકારાત્મક પરિવર્તન જોવા મળે છે. ધાર્મિક દ્રષ્ટિએ ઘોડા ખૂબજ શુભ માનવામાં આવે છે. ભગવાન સૂર્યદેવ જે રથ પર સવારી કરે છે તે પણ 7 ઘોડાનો રથ છે જે 7 દિવસનું પ્રતિનિધિત્વ કરે છે. ઘોડા હંમેશા ચાલતા રહેવાનો સંદેશ આપે છે, જેનાથી સફળતા મળવાની આશા રહે છે.
ધંધામાં સફળતા મેળવવા માટે આ વાતોનું ધ્યાન રાખો
ધંધામાં સફળતા માટે ઓફિસમાં 7 દોડતા ઘોડાનો ફોટો લગાવો. આ ફોટામાં ઘોડાના મોં ઓફિસની અંદરની તરફ આવતા હોવા જોઈએ અને દક્ષિણ દીવાલ પર ફોટા લગાવવા જોઈએ. આ ફોટાને ઘરમાં લગાવવાથી ઝડપથી સારી નોકરી, નોકરીમાં પ્રમોશન અને સામાજિક માન સન્માન ઉપરાંત ધનના ફાયદાનો પણ યોગ બને છે.
ઘરમાં ઘોડાના ફોટા અહી લગાવો
તેમતો આ પ્રકારના ફોટાને ઘરમાં કોઈપણ જગ્યાએ લગાવી શકો છો પરંતુ તેને ઘરની પૂર્વ દિશામાં લગાવવાથી વધારે ફાયદો મળે છે. ઘોડાના ફોટા ખરીદતી વખતે તે વાતનું ધ્યાન જરૂર રાખો કે ઘોડાનો ચેહરો પ્રસન્નચિત્ત મુદ્રામાં હોય, ન કે આક્રોશિત હોય. જો તમે લેણાથી પરેશાન છો તો ઘર અથવા ઓફિસમાં ઉતર પશ્ચિમી દિશામાં આર્ટિફિશિયલ ઘોડાની જોડી રાખો. સાત ઘોડાની તસવીર તમારા કરિયરમાં વૃદ્ધિ લાવે છે અને ઘરમાં સાત ઘોડાના તસવીર લગાવવાથી જીવનમાં પૈસા સંબંધિત વધારે ઉતાર-ચઢાવ જોવા મળતો નથી.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team