જો તમે પ્રકૃતિપ્રેમી છો, તો પછી હિમાચલ અથવા ઉત્તરાખંડ નહીં, પરંતુ મધ્યપ્રદેશમાં આવેલા આ અદ્ભુત ધોધનો આનંદ માણવા જાવ.
હિન્દુસ્તાનનું દિલ એટલે કે મધ્યપ્રદેશ ભારતના સૌથી મોટા રાજ્યોમાંનું એક છે. આ સ્થાનની સુંદરતા જોવા માટે, ફક્ત ભારત જ નહીં, પરંતુ વિદેશમાંથી પણ, લાખોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેવા માટે આવે છે. મધ્યપ્રદેશમાં જંગલોથી લઈને વન્યપ્રાણી અને ધોધ સુધી ફરવા માટે ઘણી બધી વસ્તુઓ છે. આમ તો દેશભરમાં ઘણા ધોધ આવેલા છે, પરંતુ મધ્યપ્રદેશમાં હાજર ધોધ એ પ્રકૃતિની સૌથી સુંદર રચનાઓમાંથી એક છે. અહીં હાજર એકથી એક ચડિયાતા શ્રેષ્ઠ ધોધ આ શહેરને એક શ્રેષ્ઠ પર્યટન સ્થળ બનાવે છે. આજે આ લેખમાં આપણે મધ્યપ્રદેશમાં રહેલા આવા જ કેટલાક શ્રેષ્ઠ ધોધ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પ્રકૃતિપ્રેમીઓ માટે કોઈ સ્વર્ગથી ઓછું નથી. તો ચાલો જાણીએ.
- ધૂઆંધાર ધોધ
- દૂધ ધારા ધોધ
- ચચાઇ ધોધ
- સિલ્વર ધોધ
ધૂઆંધાર ધોધ:
મધ્ય પ્રદેશના જબલપુર શહેરથી આશરે 21 કિમી દૂર આવેલો ધૂઆંધાર ધોધ પ્રકૃતિનું ઉત્તમ ઉદાહરણ છે. આ ધોધ દરેકને તેની શાંતિ અને અદભૂત દૃશ્યોથી સરળતાથી આકર્ષી લે છે. જ્યારે આ ધોધનું પાણી 18 મીટરથી વધુની ઉંચાઇથી પડે છે, ત્યારે પ્રવાસીઓમાં એક અલગ જ રંગત જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે પાણી પડવાનો અવાજ દૂર દૂર સુધી સંભળાય છે. ( જબલપુરના 5 સુંદર સ્થળો ) જો તમે જબલપુર ફરવા માટે જાવ છો, તો અહી નિશ્ચિતરૂપે પહોંચો. આ ધોધને એક રોમેન્ટિક વોટરફોલ તરીકે પણ પસંદ કરવામાં આવે છે. એટલા માટે ઘણા યુગલો પણ અહીં ફરવા આવે છે.
દૂધ ધારા ધોધ:
લગભગ 15 મીટરની ઊંચાઈથી પડતા પાણી જોવા અને અહી આજુબાજુ ફરવા માટે દર મહિને હજારો પ્રવાસીઓ આવે છે. આ ધોધ મધ્ય પ્રદેશના અનુપપુર જિલ્લામાં આવેલ છે. આ ધોધને લઈને એક માન્યતા છે કે અહી દુર્વાસા ઋષિએ તપસ્યા કરી હતી તેથી આ ધોધનું નામ દુર્વાસા ધોધ પડ્યું હતું. પરંતુ, પછીના સમયમાં તે દૂધ ધારા રૂપે પ્રખ્યાત થયું. એક અન્ય માન્યતા છે કે નર્મદા જીના કોઈ રાજકુમાર પર પ્રસન્ન થઈને તેને દૂધની ધારાના રૂપે દર્શન આપ્યા હતા ત્યાર પછી તેનું નામ દૂધ ધારા પડ્યું.
ચચાઈ ધોધ:
ભારતમાં આવેલ 23 મો સૌથી વધારે ઊંચાઈ પર આવેલ આ ધોધ લગભગ 115 મીટર ઉંડુ અને લગભગ 175 મીટર પહોળું પણ છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ મધ્ય પ્રદેશના રિવાથી લગભગ 42 કિલોમીટરના અંતરે સિરમોર જિલ્લામાં આવેલું છે. તે પણ જણાવી દઈએ કે ધોધ બિહર નદી દ્વારા નિર્મિત થાય છે. આ ધોધની આજુબાજુ આવેલા લીલાછમ અને સુંદર દ્રશ્યો કોઈપણ પ્રવાસીઓને આશ્ચર્યચકિત કરી શકે છે. આ ધોધને પિકનિક સ્થળ રૂપે પણ પસંદ કરવામાં આવે છે.
રજત ધોધ:
મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં આવેલ રજત ધોધ કોઈપણ પ્રકૃતિપ્રેમી માટે કોઈ સ્વર્ગથી ઓછું નથી. કહેવામાં આવે છે કે આ ધોધ ભારતનું 30મો સૌથી સુંદર અને અદભુત ધોધ છે. આ ધોધની ઊંચાઈ લગભગ 350 ફૂટ છે. તમને જણાવી દઈએ કે આ ધોધને સિલ્વર અને સતપુડાની રાણીના નામે પણ ઓળખવામાં આવે છે. કુટુંબ, મિત્રો અને જીવનસાથી સાથે ફરવા માટે આ ધોધ એક શ્રેષ્ઠ સ્થળ પણ છે.
આ ધોધ ઉપરાંત તમે અપ્સરા ધોધ, પાતાળ પાણી ધોધ અને રાનેહ જળ પ્રપાત જેવા સુંદર અને અદભુત ધોધ પણ ફરવા માટે જઈ શકો છો.
જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલશો નહીં અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે તમારી પોતાની વેબસાઈટ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “શું તમે અદભુત ધોધનો આનંદ માણવા ઈચ્છો છો? તો મધ્યપ્રદેશ ચોક્કસપણે જાઓ”