દરેક મહિલા ઈચ્છે છે કે તેમની ત્વચા ખૂબ જ ગ્લોઇંગ અને સુંદર દેખાય. શું તમે પણ ઈચ્છો છો કે તમારા ચહેરા ઉપર કરચલી અને ડાર્ક સર્કલ ન દેખાય? કોઈપણ તહેવાર હોય કે પછી લગ્નનું ફંકશન હોય ત્યારે તમે ઈચ્છો છો કે તમારી ત્વચા ગ્લોઇંગ દેખાય? તો પછી તમે બજારમાં મળનાર કેમિકલ થી ભરેલ બ્યુટી પ્રોડક્ટ નો ઉપયોગ કેમ કરી રહ્યા છો. બ્યુટી પ્રોડક્ટ માં ઉમેરવામાં આવેલ કેમિકલ્સ ન માત્ર લાંબા સમયમાં ત્વજાને નુકસાન પહોંચાડે છે પરંતુ તેની કિંમત પણ વધુ હોવાના કારણે તે આપણને ખર્ચાળ પણ ખૂબ જ પડે છે. ગ્લોઇન તથા ખૂબ જ સુંદર ત્વચા માટે આજે અમે તમને જણાવીશું એક ખાસ નાઈટ જેલ વિશે. આ નાઈટ જેલને તમે સો ટકા નેચરલ તત્વોથી ઘરે જ માત્ર પાંચ મિનિટમાં બનાવી શકો છો. તો ચાલો જાણીએ આ નાઈટ જેલને બનાવવાની રીત અને તેનાથી મળતા ફાયદા વિશે..
નાઇટ જેલ માટેની સામગ્રી
- લીલી ચા – 1 પાઉચ
- એલોવેરા જેલ – 2 ચમચી
- વિટામિન-ઇ કેપ્સ્યુલ – 1 થી 2
- કોફી પાવડર – 2 ચમચી
નાઈટ જેલ બનાવવાની રીત
- આ નાઈટ જેલ બનાવવા માટે સૌથી પહેલા એક વાટકીમાં ગ્રીન ટી નું પાણી બનાવીને તેને બહાર કાઢો.
- આ ગ્રીન ટીના પાણીમાં અડધી ચમચી કોફી પાવડરને સારી રીતે મિક્સ કરો ગ્રીન ટી તથા કોફીનું આ મિશ્રણ દેખાવમાં થોડું ગાઢું હોવું જોઈએ.
- ત્યારબાદ આ મિશ્રણમાં એક વિટામિન ઈ કેપ્સુલ માંથી જેલ કાઢીને તેમાં નાખો હવે આ મિશ્રણમાં બે ચમચી એલોવેરા જેલ નાખીને મિક્સ કરો.
- હવે તૈયાર થયેલ મિશ્રણને કોઈ પણ એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને મૂકી શકો છો.
- આ નાઈટ જેલને દરરોજ રાત્રે સુતા પહેલા તમારી ત્વચા ઉપર લગાવો.
- ત્યારબાદ સવારે ઊઠીને ચહેરાને નોર્મલ પાણીથી ધુઓ. તમે ઘરે બનાવેલ આ નાઇટ જેલ નો ઉપયોગ દરરોજ કરી શકો છો.
View this post on Instagram
રાત્રે નાઈટ જેલ લગાવવાના ફાયદા
રાત્રે નાઈટ જેલ લગાવીને સુઈ જવાથી સંપૂર્ણ દિવસ ત્વચા ઉપર પડેલ પ્રદુષણ ના કણ, તાપના કિરણથી થનાર ડેમેજને કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદ મળે છે.
આ નાઈટ જેલમાં એલોવેરા નો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ત્વચાને અંદરથી રીપેર કરવામા ખૂબ જ મદદ કરે છે તેની સાથે જ કોફી આપણી ત્વચાના રંગને લાઈટ કરવામાં મદદરૂપ થાય છે.
ઘરે બનાવવામાં આવતી નાઈટ જેલમાં ગ્રીન ટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ચહેરા પર થતા પીમ્પલ્સ અને એકને એને કંટ્રોલ કરીને ત્વચાને ડાઘરહિત બનાવવામાં મદદરૂપ થાય છે.
નાઈટ જેલમાં ઉપયોગમાં લેવામાં આવતી વિટામિન ઈ ત્વચાના ટોન તથા ત્વચાને સફેદ કરવામાં મદદ કરે છે. અને તે એક એન્ટિઓક્સિડન્ટ હોવાના કારણે ત્વચાને સ્મુધ તથા ગ્લોઇંગ બનાવવામાં પણ મદદરૂપ થાય છે.
જો તમારી ત્વચા ઓયલી છે તો ગ્રીન ટી ની જગ્યાએ તમે ટી ટ્રી ઓઇલ નો ઉપયોગ પણ આ નાઈટ જેલમાં કરી શકો છો. આ નાઈટ જેલથી તમારી ત્વચાને કોઈપણ પ્રકારની એલર્જી ન થાય તેની માટે હાથના એક ભાગ ઉપર લગાવીને એક પેચ ટેસ્ટ જરૂરથી કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “શું તમે ત્વચાને ગ્લોઇંગ બનાવવા માંગો છો?? તો માત્ર આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરીને ઘરે જ બનાવો એલોવેરા નાઇટ જેલ”