શું તમને વારંવાર છીંક આવે છે? તો અપનાવો આ આસાન અને ઘરેલુ ઉપાય

Image Source

છીંક દરેક વ્યક્તિને આવે છે, જો તમને એક અથવા બે છીંક આવે છે. તો સામાન્ય વાત છે, પરંતુ જો વારંવાર છીંક આવવા લાગે અથવા બંધ ન થાય તો તે તકલીફ ઉભી કરી શકે છે. વારંવાર છીંકો આવવાથી વ્યક્તિ પરેશાન તથા ચીડ ચીડીયુ થઈ જાય છે, છીંક ના કારણે ઘણા લોકોને માથામાં દુખાવો પણ થવા લાગે છે, જો તમે પણ છીંકથી પરેશાન છો તો તેને રોકવાના ઘરેલુ ઉપચાર કરી શકો છો.

આયુર્વેદ અનુસાર છીંક આવવી ઘણી બધી બીમારીનું લક્ષણ હોઈ શકે છે. છીંક દ્વારા નાક અને ગળાના અંદરથી દૂષિત પદાર્થ બહાર નીકળે છે, અને તે એલર્જીથી બચાવવાની સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ જો કોઈ વ્યક્તિને વધુ ચિંતા કરે છે. તો તે વ્યક્તિની રોગપ્રતિકારક ક્ષમતામાં ઉણપ દેખાય છે. તેથી જ તમે છીંકથી જોડાયેલી દરેક જાણકારી જાણો. જેથી કોઈ તકલીફ આવે ત્યારે ઘરેલુ ઉપચાર કરીને તમે સ્વસ્થ બની શકો.

છીંક આવવી શું છે?

નાકમાં મ્યુકોસ મેમ્બ્રેન હોય છે, જેની પેશીઓ અને કોષો ખૂબ જ સંવેદનશીલ હોય છે, તેથી કોઈપણ પ્રકારની બહારની ચીકાશ અથવા તીવ્ર ગંધના સંપર્કમાં આવવાથી છીંક આવે છે. જયારે કોઈ બહારના કણ જેમકે ધૂળ તમારા નાકમાં પ્રવેશે છે. તો નાકમાં ગલીપચી થાય છે, અને માથામાં એક વિશેષ ભાગમાં સંદેશ પહોંચે છે. ત્યાર બાદ માથું સ્નાયુ અને બહારના કણને બહાર કાઢવા નો સંકેત આપે છે. તેનાથી છીંક આવે છે.આ કોણ મો અને નાકના દરવાજાથી ખૂબ જ તીવ્ર રફતારથી બહાર આવે છે.

Image Source

છીંક આવવાના કારણો

  • ધૂળ, ધુમાડો અને તીવ્ર ગંધ ના સંપર્કમાં આવવાથી નાકના અંદરના મ્યુકસ મેમ્બરન ઉત્તેજિત થઈ જાય છે. અને તેનાથી છીંક આવે છે.
  • પ્રદૂષણયુક્ત વાતાવરણમાં રહેવાથી છીંક આવે છે.
  • શરદી અથવા ઝુકામ થાય ત્યારે છીંક આવે છે, કારણ કે શરદી થાય ત્યારે નાક ની અંદર મ્યૂક્સ મેમ્બરન માં સોજો આવી જાય છે.
  • એલર્જીથી ગ્રસ્ત દર્દીઓ માં પરાગ કણો ના સંપર્ક માં આવવાના કારણે.
  • કોઈ દવા ના રિએક્શન ના કારણે છીંકની સમસ્યા થઈ શકે છે.

છીંક ની સમસ્યા ના લક્ષણો

  • આંખ લાલ થવી
  • નાકમાંથી વારંવાર પાણી પડવું
  • નાકમાં ખંજવાળ આવવી
  • માથામાં દુખાવો તથા ભારે પણું
  • ચીડચીડિયુ થઈ જવું
  • સૂંઘવાની શક્તિ ઓછી થઈ જવી

છીંકની તકલીફ માટે ઘરેલુ ઉપચાર

આદુ

એક ચમચી આદુનો રસ લો અને તેમાં અડધી ચમચી ગોળ મેળવીને દિવસમાં બે વખત તેનું સેવન કરો તે છીંકની સમસ્યામાંથી રાહત અપાવે છે.

તજ

એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મધ અને અડધી ચમચી તજનો પાવડર ઉમેરીને તેનું સેવન કરો. તેનાથી છીંક ની સમસ્યામાંથી છુટકારો મળે છે.

હિંગ

વારંવાર છીંક આવે ત્યારે થોડી હિંગ લો, અને તેની સુગંધ સુંઘો ઉપાય તમને વારંવાર છીંક આવવાની સમસ્યામાંથી રાહત અપાવશે.

ફુદીનો

ઉકાળતા પાણીમાં ફુદીનાના તેલના અમુક ટીપા નાખો. અને તેની વરાળથી નાસ લો. આ ઉપાય છીંક ની સમસ્યામાં ખુબજ રાહત આપે છે.

અજમો

એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો નાખીને ઉકાળો. જયારે તે ગાતમ થઈ જાય ત્યારે ગાળી લો. હવર તેમાં મધ ઉમેરીને તેનું સેવન કરો. 10 ગ્રામ અજમો, અને 40 ગ્રામ જુના ગોળને 450 મિલી પાણીમાં ઉકાળો જયારે પાણી અડધું થઈ જાય ત્યારે તે પાણીને ઠંડુ થવા દો. ત્યારબાદ તેનું સેવન કરો અને હવારહિત સ્થાન પર આરામ કરો.

હળદર

હળદરમાં એલર્જીથી રાહત આપવાની ક્ષમતા હોય છે. ભોજનમાં હળદરનો ઉપયોગ જરૂર થી કરો. તેની સાથે જ દૂધમાં હળદર નાખીને તેનું સેવન કરવાથી ખુબજ ફાયદો થાય છે.

મુલેઠી

મુલેઠીના ચૂર્ણને પાણીમાં ઉકાળીને તેનો કાઢો બનાવો. અને તેનો નાસ લો. મુલેઠીના પ્રયોગથી છીંકની તકલીફમાં છુટકારો મળે છે.

નીલગીરી

ઉકાળતા પાણીમાં નીલગીરીના તેલના અમુક ટીપા નાખો. અને તેની વરાળથી નાસ લો. આ ઉપાય છીંક ની સમસ્યામાં ખુબજ રાહત આપે છે. અને બંધ નાકની સમસ્યામાં આરામ આપે છે.

લીંબુ

એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મધ અને અડધું લીંબુનો રસ ઉમેરીને તેનું સેવન કરો. આ ઉપાય વારંવાર છીંક આવતી હોય તેમાં રાહત અપાવે છે.

લસણ

લસણની 3 થી 4 કળીને પીસીને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. આ પાણી ને ગાળીને થોડું ગરમ કરીને દિવસ માં બે વખત તેનું સેવન કરો.

મેથી

બે ચમચી મેથીના બીજને પીસીને તેને પાણીમાં ઉકાળો. ગરમ થાય ત્યારે તેનું સેવન કરો. દિવસમાં બે વખત તેનું સેવન કરવાથી આરામ મળે છે.

વરિયાળી

છીંક ઓછી કરવાના ઉપાયમાં વરિયાળી ખુબ જ ફાયદાકારક છે. તેની માટે એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી નાંખીને ઉકાળો અને ત્યારબાદ તેને ગરમ ગરમ પીવો.

સરસવનું તેલ

સરસવના તેલના નાકમાં બે-ત્રણ ટીપા નાખો. અને તેલ ને ઉપરની તરફ ખેંચો. તેનાથી છીંક આવતી બંધ થઈ જશે. તે ખુબજ કારગર ઉપાય છે.

નારંગી

દરરોજ ભોજન કર્યા બાદ એક ગ્લાસ નારંગીના જ્યુસનું સેવન કરો. તેનાથી છીંક અને ઝુકામથી રાહત મળે છે.નારંગીમાં વિટામિન સી હોય છે. અને તે રોગ સામે લડવામાં તમારી મદદ કરે છે.

Image Source

છીંકની સમસ્યા દરમિયાન તમારી જીવનશૈલી આ પ્રકારની હોવી જોઈએ

  • ભોજન કરતા પહેલા અથવા ક્યાંક બહાર થી આવો ત્યારે સૌથી પહેલા હાથને સારી રીતે ધુવો.
  • ધૂળ અને ધુમાડા વાળા સ્થાન ઉપર માસ્ક પહેરીને ફરો.
  • તમે નિયમિત રૂપે પ્રાણાયામ કરો. વિશેષ કરીને અનુલોમ-વિલોમ અને કપાલભાતી દરરોજ અડધો કલાક કરો. તેનાથી એલર્જીની અવસ્થામાં વિશેષ લાભ મળે છે.
  • છીંક દરમિયાન એલર્જી ઉત્પન્ન થતાં ખાદ્ય પદાર્થોથી દૂર રહેવું, તેથી આ પ્રકારના ખાદ્ય પદાર્થોનું સેવન ન કરો.
  • ઠંડા અને બીજા જામેલા ખાદ્ય પદાર્થો, વાસી ફ્રીજમાં મુકેલ પદાર્થ, પાસ્તા, મગફળી વગેરેનું સેવન બિલકુલ ન કરવું તે એલર્જી કારક હોય છે.
  • ઠંડી અને ગરમ ચીજોનું સેવન એક સાથે ન કરો.
  • તીવ્ર ગંધ વાળા પર્ફ્યુમ તથા સેનીટાઇઝર નો પ્રયોગ ન કરો.
  • જંકફૂડનું સેવન ન કરો.
  • બહાર ની ગરમીવાળા વાતાવરણથી આવીને એકદમ પંખામાં અથવા એસીમાં બેસો નહીં ઠંડા પાણીથી નહાવું જોઇએ નહીં.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment