તમારા ઘરમાં લગભગ એવું થાય છે કે જ્યારે રાતનું ભોજન વધી જાય છે અથવા તો કાપેલા બટાકા કે પછી સલાડ અને રોટલી માટે વધારાનો લોટ કે પછી ચટણી. જ્યારે આ બધું જ વધી જાય છે ત્યારે આપણે તેને ફ્રિજમાં મૂકી દઈએ છીએ, પરંતુ શું તમે વિચાર્યું છે કે અમુક વસ્તુઓ એવી હોય છે જે ફ્રીજ માં મૂકવાથી કોઈ જ કામમાં આવતી નથી. ફ્રીજ નું તાપમાન ગમે તેટલું ઓછું કેમ ન હોય અમુક વસ્તુઓ અમુક સમય પછી ખરાબ થઈ જાય છે અને તે આપણા શરીર માટે પણ ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આમ તેવી જ એક વસ્તુ છે બાંધેલો લોટ. ડોક્ટરથી લઈને વૈધ બધા જ સલાહ આપે છે કે તેને ફ્રીજમાં ક્યારેય મૂકવો જોઈએ નહીં. કારણ કે તેનાથી બનેલી રોટલી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે.
સ્વસ્થ શરીર માટે સ્વસ્થ ભોજન ખૂબ જ જરૂરી છે અને શરીરને સ્વસ્થ રાખવા માટે અમુક નિયમો પણ હોય છે, અને વિશેષ રૂપે સ્વાસ્થ્ય વિશેસજ્ઞ માટે કે જે માને છે કે ભોજન હંમેશા તાજું જ ખાવું જોઈએ. આયુર્વેદમાં પણ જણાવવામાં આવ્યું છે કે ભોજન હંમેશા તાજુ બનાવવું જોઈએ. પરંતુ ફ્રીજને લઈને ઘણા વર્ષોથી આ બ્રહ્મ છે કે તેમાં ભોજન સુરક્ષિત રહે છે.
લગભગ ભારતીય મહિલાઓ એક વખતમાં જ બે થી ત્રણ વખતનો લોટ બાંધી દે છે, અને આજે દરેક લોકોના ઘરમાં ફ્રીજ હોવાના કારણે દરેક મહિલાઓનું માનવું છે કે ફ્રીજમાં લોટ જલ્દી ખરાબ થતો નથી. અને લગભગ મહિલાઓ જરૂર પડતા જ તેમાંથી રોટલી બનાવે છે, અને પોતાનું કામ ચલાવે છે પરંતુ તે જાણતા નથી કે તે લોટ ખાવો આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ફ્રિજમાં ખાદ્ય પદાર્થોમાં જોવા મળતા પોષક તત્વો તાજા ખાદ્ય પદાર્થોની તુલનામાં ખૂબ જ ઓછા થઈ જાય છે. અને ફ્રિજમાં મુકેલા ભોજનથી પોષક તત્વો નષ્ટ થઈ જાય છે અને આ પ્રકારનું ભોજન માત્ર પેટ ભરવા માટે જ હોય છે.
લોટને બાંધીને તૈયારીમાં જ તેનો ઉપયોગ કરવો જોઈએ નહીંતો તેમાં ઘણા બધા રાસાયણિક પરિવર્તન થતા જોવા મળે છે. અને તે આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. ત્યાં જ લોટને ફ્રિજમાં મૂકવાથી તેમાં ઉપસ્થિત ફ્રીજના હાનિકારક કિરણોના તે સંપર્કમાં આવે છે અને તેનાથી લોટ ખરાબ થઈ જાય છે. તેથી જ આ લોટથી બનેલી રોટલી ખાવાથી ઘણી બધી બીમારીઓ ઉત્પન્ન થાય છે.
આયુર્વેદમાં સાફ સાફ કહેવામાં આવ્યું છે કે ફ્રીજમાં મુકેલા લોટનો ઉપયોગ બિલકુલ કરવો જોઈએ નહીં, ઘરે જેટલી જરૂર હોય તેટલો જ લોટ બનાવો અને ફ્રિજમાં મુકેલો લોટ ખાટો થઈ જાય છે. અને તેનાથી ઘણા બધા પ્રકારના રોગ થાય છે.
શાસ્ત્રોનું કહેવું છે કે વાસી ભોજન ભૂતનું ભોજન હોય છે. અને એવું માનવામાં આવે છે કે જ્યારે ઘરમાં લોટ રહી જાય છે ત્યારે ભૂતોની સાથે સાથે નકારાત્મક શક્તિ પણ ઘરમાં આવે છે. અને એવું માનવામાં આવે છે કે ફ્રીજમાં વધુ લોટ મૂકવો એક પિંડ સમાન હોય છે જેના કારણે જ ભૂત ઘરમાં પિંડ ખાવા માટે આવે છે, તથા જે લોકોને ઘરમાં આ પ્રકારની આદત હોય છે તેમને હંમેશા બીમારી અને આળસની આદત રહે છે.
થઈ શકે છે આ સમસ્યાઓ
ફ્રિજમાં મુકેલો વાસી લોટ ભલે આપણને ખરાબ ન લાગતો હોય પરંતુ બીજા દિવસે તેમાંથી બનાવેલી રોટલી ખાઈ શકીએ છીએ પરંતુ તે જ લોટ તમારા પેટ સંબંધિત બીમારીઓને વધારી શકે છે, અને આ લોટની સાથે પ્રયોગ કરવાથી પણ તમારા શરીરને ખૂબ જ નુકસાન પહોંચે છે. પેટનો દુખાવો અને ગેસની સમસ્યા હોય તેમને પણ ક્યારેય વાસી ભોજનનું સેવન કરવું જોઈએ નહીં, અને વધેલા લોટનો બીજી વખત ઉપયોગ કરવાથી કબજિયાતનું જોખમ પણ વધી જાય છે. અને જે લોકોને કબજિયાતની તકલીફ રહે છે તેમને આ વાસી લોટનું સેવન બિલકુલ કરવું જોઈએ નહી.
વાસી અને વધેલો લોટ પણ ખરાબ પાચનશક્તિ અને કમજોર રોગપ્રતિકારક શક્તિ માટે પણ જવાબદાર હોઈ શકે છે. તેથી જ તેનાથી દૂર રહેવું જોઈએ.
એક્સપર્ટ ની જણાવેલી ટિપ્સ
થાક અને આળસની સમસ્યા
વાસી ભોજન ખાવાથી આપણને આળસ અને થાક નો અનુભવ થાય છે. અને જ્યારે પણ આપણે ભોજનને પછીથી ખાઈશું તેમ કરીને ફ્રિજમાં મૂકી દઈએ છીએ ભલે પછી ઓછા તાપમાનના કારણે ભોજન બગડી જતું નથી, પરંતુ તેમાં ઉપસ્થિત પોષક તત્વો સમાપ્ત થઈ જાય છે. અને ભોજનનો મુખ્ય ઉદ્દેશ્ય પોષક તત્વોને મેળવવાનું હોય છે અને તે આપણને સંપૂર્ણ દિવસ ઉર્જાથી ભરેલું રાખે છે. આમ વાસી ભોજન ખાવાથી આળસ અને થાકનો અનુભવ થવો તે ખૂબ જ સામાન્ય બાબત છે.
બાફેલા બટાકાને ફરીથી ગરમ ન કરો
બટાકામાં કાર્બોહાઇડ્રેટ અને ચરબી જોવા મળે છે અને બટાકામાં સ્ટાર્ચ પણ હોય છે, તેના લીધે જ તેને કાપવાથી તે લાલ થવા લાગે છે. બાફેલા બટાકામાં જરૂરી મિનરલ્સ હોય છે પરંતુ જો બટાકાને વધુ સમય સુધી મૂકી રાખવામાં આવે અને તેને ફરીથી ગરમ કરવામાં આવે તો તેમાં રહેલા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે, અને બટાકાને રૂમના તાપમાન પર મૂકવાથી અથવા તો ગરમ કરવાથી બોટુંલીઝમ નામનો બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે.
વાસી ચોખાનું સેવન છે નુકસાનકારક
બાફેલા ચોખા ને રૂમના તાપમાન પર મૂકવાથી અથવા તો ગરમ કરવાથી તેમાં હાનિકારક બેક્ટેરિયા ઘણા બધા વધી જાય છે, અને ભાત ખૂબ જ જલ્દી ખરાબ થઈ જાય છે. તેથી જ ભાતને વધુ સમય સુધી ખાવાથી ઝાડા,ઉલટી, પેટમાં દુખાવો, ફૂડપોઈઝનિંગ વગેરે જેવી બીમારી ઊભી થાય છે. અને ભાતને ફરીથી ગરમ કરવાથી તેમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા પણ મળતા નથી અને આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “તમે પણ બાંધેલા લોટને ફ્રિજમાં મૂકો છો? તો તમે પણ થઈ જાઓ સાવધાન”