દંપતીનાં જીવનમાં સંતાનનાં આગમનની ઘટના ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે દાંપત્યજીવનમાં સહિયારા આનંદનાં નિમિત્ત બનતાં બાળકો એક સ્ત્રી અને પુરૂષને પતિ-પત્નીમાંથી મા-બાપ બનવાની જવાબદારીપૂર્ણ તથા સંતોષજનક યાત્રાનાં સહયાત્રી બનાવે છે. આપણો દેશ એક ધાર્મિક દેશ તરીકે પણ ઓળખાય છે, જેમાં ઘણા ધર્મના લોકો રહે છે. દરેક લોકોના ધર્મમાં ઘણા રીતી રીવાજોની પરંપરા હોય છે, જેમાં દરેક લોકો ની પરંપરા અલગ અલગ હોય છે. આજે અમે તમને હિંદુ ધર્મ ની એક એવી જ પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે લગભગ હિંદુ ધર્મમાં દરેક લોકો કરતા હોય છે. એની સાથે ખાસ નિયમ પણ જોડાયેલા હોય છે.
હિંદુ ધર્મ માં સંતાન ના જન્મ સાથે થોડી પરંપરા પણ જોડાયેલી હોય છે, જેમાંથી એક છે સીમંત વિધિ, જેને દરેક લોકો અલગ અલગ નામથી ઓળખે છે જેમ કે અમુક લોકો એણે ગોદ ભરાઈ કહે છે તો અમુક લોકો ખોળો ભરવાની વિધિ કહે છે.
હિંદુ ધર્મ માં ગર્ભવતી સ્ત્રી ના સાત માં મહિના ના સમય દરમિયાન સીમત ની વિધિ કરવામાં આવે છે. જે એક પ્રકારનો પરિવાર માટે એક ખુશી નો પ્રસંગ બની જાય છે. એ પછી ડિલીવરી માટે એ મહિલાને એમના પિયર મોકલી દેવામાં આવે છે. ક્યારેય તમે વિચાર કર્યો છે કે આ પરંપરા (રીતી રીવાજ) શા માટે કરવામાં આવે છે? તો ચાલો જાણી લઈએ કે ગર્ભવતી મહિલા નું સીમત શા માટે કરવામાં આવે છે.
એવું કહેવામાં આવે છે કે સીમત ની પૂરી વિધિ આવનારા બાળક ના સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે. એ સમયે વિશેષ પૂજા કરીને ગર્ભ ના દોષો નું નિવારણ તો કરવામાં આવે જ છે અને સાથે જ ગર્ભ માં રહેલા બાળક ના સ્વાસ્થ્ય માટે આ પૂરી પ્રક્રિયા કરવામાં આવે છે. ગર્ભવતી મહિલા ને સીમત વિધિ માં મોટા વડીલો ના આશીર્વાદ તો મળતા હોય છે. આ સીમત વિધિ ની રસમ માં ગર્ભવતી મહિલા ના ખોળા માં સૂકોમેવો નાખવામાં આવે છે, ફળ અને સુકોમેવા પૌષ્ટિક હોય છે. જે બાળક અને ગર્ભવતી મહિલા બંને ના સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team