આ વર્ષે શ્રાવણ મહિનો 14 જુલાઈથી શરૂ થઈ ગયો છે. અને શ્રાવણ નો મહિનો ભગવાન શંકરના ભક્તો માટે સૌથી ખાસ મહિનો હોય છે. આ મહિનો ભગવાન શંકરને ખૂબ જ પ્રિય હોય છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં ચાર સોમવાર હોય છે. પહેલો સોમવાર 18 જુલાઈએ બીજો સોમવાર 25 જુલાઈએ શ્રાવણ મહિનાના સોમવારના વ્રતનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે. એવી માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શંકરની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે અને જળાભિષેક કરવામાં આવે તો દરેક મનોકામના પૂરી થાય છે. તે આજે શ્રાવણનું વ્રત કરવાથી પણ ભગવાન શંકરની વિશેષ કૃપા મળે છે શ્રાવણ મહિનામાં લીલા રંગનો ખૂબ જ મહત્વ જોવા મળે છે શ્રાવણ મહિનામાં મહિલાઓ લીલા કપડાં વધુ પહેરતી હોય છે. અને હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે આ મહિનામાં લીલા રંગનો ઉપયોગ કરવાથી અને તેને પહેરવાથી આપણું ભાગ્ય પ્રભાવિત થાય છે. આવો જાણીએ શ્રાવણ મહિનામાં લીલા રંગનું મહત્વ.
ભગવાન શંકરને ખૂબ જ પ્રિય છે લીલો રંગ
જ્યોતિષ આચાર્ય અનુસાર લીલો રંગ સૌભાગ્યનો રંગો હોય છે અને શ્રાવણ મહિનો આવતા જતા ચારેય તરફ હરિયાળી થઈ જાય છે. શ્રાવણ મહિનામાં સુહાગન મહિલાઓ લીલા રંગના વસ્ત્ર અને બંગડી પહેરે છે. લીલો રંગ પ્રેમ પ્રસન્ન અને પ્રકૃતિનું પ્રતીક માનવામાં આવે છે. તે જ કારણે મહિલાઓ શ્રાવણ મહિનામાં લીલા રંગનો સિંગાર કરીને ભગવાન તથા પ્રકૃતિને ધન્યવાદ આપે છે. હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે લીલો રંગ ભગવાન શંકરને ખૂબ જ પ્રિય છે. તેથી જ શ્રાવણ મહિનામાં લીલો રંગ પહેરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ભગવાન વિષ્ણુના મળે છે આશીર્વાદ
શાસ્ત્રો અનુસાર પ્રકૃતિને ઈશ્વરનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. તેથી જ સંપૂર્ણ મહિનામાં લીલા વસ્ત્ર પહેનવાથી પ્રકૃતિની વિશેષ કૃપા રહે છે. અને લીલો રંગ બુધ ગ્રહનો પ્રતીક હોય છે તથા ભગવાન શંકરનું પ્રકૃતિથી વિશેષ જોડાણ હોય છે. તેથી જ ભક્તો ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે લીલા રંગના વસ્ત્રો પહેરે છે. તેટલું જ નહીં શ્રાવણ મહિનામાં લીલા રંગની બંગડી પહેરનાર મહિલા પર ભગવાન વિષ્ણુના આશીર્વાદ રહે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team