સ્વયંભૂ ગણાતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં શંકરને સદાશિવ કહેવાય છે. સૃષ્ટિના સંહારક શિવજી ને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. અન્ય દેવોની જેમ શિવને મૂર્તિ રૂપે નહી પૂજતા તેમનું પૂજન લિંગ સ્વરૂપે કરવામાં આવે છે. શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેની ત્રણ પુત્રીઓનો પણ તેમાં સમાવેશ થાય છે. જી હા, ભગવાન શિવજીને ત્રણ પુત્રીઓ પણ હતી. જેનું નામ અશોક સુંદરી, જ્વાલામુખી અને વાસુકી હતું. આજે અમે તમને આ ત્રણ પુત્રીઓ વિશે વિશેષ જણાવીશું.
સૌથી મોટી પુત્રી અશોક સુંદરી
ભગવાન શિવજીની સૌથી મોટી પુત્રી અશોક સુંદરીને દેવી પાર્વતીએ પોતાની એકલતાને દુર કરવા માટે જન્મ આપ્યો હતો. તેનું નામ અશોક એટલા માટે પડ્યું કેમ કે તે દેવી પાર્વતીજીના એકલતાના શોકને દુર કરવા આવી હતી. માનવામાં આવે છે કે, ભગવાન શિવજીની આ પુત્રી દેવી પાર્વતીની જેમ જ રૂપવાન હતી. એટલા માટે જ તેના નામ પાછળ સુંદરી લગાવવામાં આવ્યું. મોટા ભાગે અશોક સુંદરીની પૂજા ગુજરાતમાં થાય છે.
એક વાર જ્યારે ભગવાન શિવજીએ ગણેશજીનું મસ્તિષ્ક કાપી નાખ્યું હતું ત્યારે દેવી અશોક સુંદરી ડરી ગયા હતા અને નમકની બોરીમાં સંતાય ગયા હતા. આ કારણે તેને નમકના મહત્વની સાથે જોડવામાં આવે છે.
ભગવાન શિવજીની બીજી પુત્રી જ્વાલામુખી
ભગવાન શિવજીની બીજી પુત્રીનું નામ છે માં જ્વાલામુખી (જ્યોતિ) છે. દેવી જ્યોતિનો જન્મ ભગવાન શિવજીના તેજથી થયો હતો અને તે તેના પ્રભામંડલનું સ્વરૂપ છે. એક બીજી માન્યતા અનુસાર દેવી જ્યોતિનો જન્મ પાર્વતીજીના માથા પરથી નીકળતા તેજથી થયો હતો. દેવી જ્યોતિને જ્વાલામુખી દેવીના નામથી પણ ઓળખવામાં આવે છે અને તમિલનાડુમાં મંદિરોમાં તેની પૂજા કરવામાં આવે છે.
ભગવાન શિવજીની ત્રીજી પુત્રી દેવી વાસુકી
દેવી વાસુકી (મનસા) નો જન્મ પણ ભગવાન કાર્તિકેયની જેમ દેવી પાર્વતીજીના ગર્ભથી થયો ન હતો. દેવી વાસુકીનો જન્મ ભગવાન શિવજીના બિંદુ કદ્રુ, જેને સાંપોની માતા કહેવામાં આવે છે, તેના બનાવેલ એક પુતળાને સ્પર્શ કરી ગયું હતું. એટલા માટે તેને માત્ર શિવજીના પુત્રી કહેવામાં આવે છે પાર્વતીજીના પુત્રી નથી કહેવામાં આવતા.
સાવકી માતા અને પતિ દ્વારા ઉપેક્ષિત હોવાના કારણે દેવી વાસુકીનો સ્વભાવ ખુબ જ ગુસ્સા વાળો છે. સામાન્ય રીતે તેની પૂજા કોઈ પ્રતિમા અથવા તસ્વીર વગર જ કરવામાં આવે છે. તેની જગ્યાએ કોઈ વૃક્ષની ડાળી, માટીનો ઘડો અથવા માટીનો સાંપ બનાવીને પૂજવામાં આવે છે. બંગાળના ઘણા મંદિરોમાં તેનું પૂજન કરવામાં આવે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team