શું તમને ફેબ્રિક ની ઓળખ કરતા આવડે છે??? જાણો અહી આપેલા 10 પ્રકારના ફેબ્રિક વિશે

Image Source

જો તમે વિવિધ પ્રકારના ફેબ્રિકને ઓળખવા માંગતા હોય, તો આ લેખ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

એક વાત જે દરેક લોકોએ સમજવી જોઈએ કે તમારી ત્વચા માટે કયું ફેબ્રિક અનુકૂળ છે અને કઈ રીતે કપડાની સાર સંભાળ લેવી જોઈએ. જો હું મારી વાત કરું તો મને સ્પાન્ડેક્ષ મિક્સ ફેબ્રિકથી એલર્જી છે અને ખૂબ મુશ્કેલીથી આ ફેબ્રિકની ઓળખ મને થઈ છે. તે મોટાભાગે સ્પોર્ટ્સ કપડામાં જોવા મળે છે અને ઘણા લોકોને તેનાથી એલર્જી થાય છે. જો કોઈના કપડા ખરીદવા જઈ રહ્યા છો તો મોટાભાગે તે હાથથી કપડાની ઓળખ કરે છે, પરંતુ જો તેમ છતાં પણ સમજ ન પડે તો? આજે અમે તમને કેટલાક સામાન્ય ફેબ્રિક અને તેને ઓળખવાની રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સૌપ્રથમ તમારે જાણવું જોઈએ કે ફેબ્રિક મુખ્યત્વે કુદરતી અને કૃત્રિમ એમ બે પ્રકારના હોય છે. કુદરતી ફેબ્રિક એટલે છોડ અથવા પ્રાણીમાંથી બનતું ફેબ્રિક જેમકે કોટન અથવા સિલ્ક અને કૃત્રિમ એટલે સંપૂર્ણ રીતે કૃત્રિમ ફેબ્રિક જેમકે માણસ દ્વારા બનાવેલ. તો ચાલો જાણીએ અલગ અલગ ફેબ્રિક વિશે –

Image Source

1. કોટન

સૌથી સામાન્ય ફેબ્રિક કોટન હોય છે, પરંતુ તેમાં પણ જુદી જુદી પ્રકારના ફેબ્રિક મિકસ કરી ઉપયોગ કરવામાં આવે છે. જો જોવામાં આવે તો સાદુ કોટનનું સંચાલન કરવું મુશ્કેલ હોય છે, પરંતુ આ તે કાપડમાંથી એક છે જે ત્વચા માટે વધારે શ્રેષ્ઠ રહેશે.

કેવી રીતે ઓળખવું

  • કોટન સોફ્ટ નેચરલ ફેબ્રિક હોય છે અને હળવા ટેક્સચર વાળું હોય છે.
  • તે સરળતાથી સંકોચાય શકે તેવું ફેબ્રિક હોય છે.
  • કોટનને સરળતાથી ડ્રેપ કરી શકાતું નથી અને જો તેને ડ્રાઈ કરવામાં આવે તો તેનો રંગ ઘણીવાર નીકળે છે.
  • શુદ્ધ કોટન ખૂબ ઊંચા તાપમાન ટકી શકે છે, પરંતુ તેને પ્રેસ કરવા માટે પાણીની જરૂર પડી શકે છે.
  • આ ફેબ્રિક ફૂલેલું જોવા મળે છે તેથી કોટનની સાડીઓનું સરળતાથી સંચાલન થઈ શકતું નથી.

Image Source

2. ઉન

આ ઘણું રુવાંટીવાળું ફેબ્રિક હોય છે અને તે તમને ગરમ પણ રાખે છે. ઉનમાં પણ ઘણા પ્રકારના અલગ અલગ ફેબ્રિક આવવા લાગ્યા છે, પરંતુ શુદ્ધ ઉન રુવાટી વાળું હોય છે અને જો તેને પ્રોસેસ કરવામાં આવે નહિ તો તે ત્વચા માટે થોડું અસ્વસ્થ હોય છે.

કેવી રીતે ઓળખવું

  • આ સૌથી જાડું ફેબ્રિક હોય છે.
  • આ સરળતાથી ડ્રેપ કરી શકાય છે.
  • આ ફેબ્રિક કોટનની સાથે મિકસ પણ કરી શકાય છે અને તેને ધોવા માટે તમારે અલગથી ડિટર્જન્ટ વગેરેની જરૂર પડશે.
  • ઉન મિકસ ફેબ્રિક લેવુ વધારે ઉતમ હોય છે કેમકે શુદ્ધ ઉન રુવાંટીવાળું હોય છે અને ત્વચા પર ફોલ્લીઓ પણ ઉત્પન્ન કરી શકે છે.
  • શુદ્ધ ઉન પણ ઘણા લોકોને ડંખે છે.

Image Source

3. લીનન

શર્ટ અને બેડશીટ માટે લિનનનો ઉપયોગ ઘણો કરવામાં આવે છે અને તેને સારી ગુણવત્તાનું ફેબ્રિક માનવામાં આવે છે.

કેવી રીતે ઓળખવું

  • તે ઘણું મુલાયમ હોય છે.
  • આ કોટનની સરખામણીમાં વધારે સરળતાથી ડ્રેપ કરી શકાય છે.
  • ઉનાળા માટે આ સ્વસ્થ ફેબ્રિક હોઈ શકે છે.
  • તેમાં કરચલીઓ સરળતાથી પડી શકે છે તેથી તેને પ્રેસ કરવી એ એક મોટી સમસ્યા છે.
  • તેબે સ્પર્શ કરતા કોટનની સરખામણીમાં વધારે મુલાયમ લાગશે.

Image Source

4. સિલ્ક

સિલ્ક આમતો કુદરતી ફેબ્રિક હોય છે, પરંતુ તેને ઘણા પ્રકારના અલગ ફેબ્રિકની સાથે મિક્સ કરવામાં આવે છે. તે કેટલીક હદ સુધી ગરમ ફેબ્રિક હોય છે અને તેમાં અલગ પ્રકારની ચમક હોય છે.

કેવી રીતે ઓળખવું

  • સિલ્કમાં અલગ પ્રકારની ચમક હોય છે. સિલ્કને કોઈ અન્ય ફેબ્રિકની સાથે મિક્સ કરવામાં આવે તો પણ તે ચમક મારશે.
  • સ્લિકને અડકતા તે ઠંડુ લાગશે, પરંતુ તે ગરમ ફેબ્રિક હોય છે જેને તમે વધારે વખત અડશો તો ગરમીનો અનુભવ થશે.
  • સિલ્કને હાથથી ધોવાને બદલે તેને ડ્રાઈ ક્લીનીંગની જરૂર હોય છે.
  • તેને ખરીદતા પેહલા ધ્યાન રાખો કે તે ઘણા પ્રકારની આવે છે અને તે જર્સી, ટસર, બનારસી, વેલવેટ ઘણા પ્રકારની હોઈ શકે છે.
  • સિલ્ક ઘણું નાજુક ફેબ્રિક હોય છે તેથી તેને સ્પર્શ કરશો તો તમને તેનો અનુભવ થશે.

Image Source

5.પોલિએસ્ટર

તે ઘણા રફ અને ટફ ફેબ્રિક હોય છે અને તેને ડ્રાઈ કરવામાં આવે તો પણ તેમાંથી રંગ સરળતાથી નીકળશે નહિ. તે હાથથી ધોઈ શકાય છે અને તે સસ્તું હોય છે.

કેવી રીતે ઓળખવું

  • પોલિએસ્ટરથી કોઈપણ પ્રકારના કપડાં બનાવી શકાય છે.
  • તે ક્રીઝ રેઝિસ્ટન્ટ ફેબ્રિક છે.
  • પોલિએસ્ટર કુદરતી નહિ કૃત્રિમ ફેબ્રિક છે અને તેને પેહરવાથી પરસેવો આવી શકે છે.
  • ગરમ ઋતુ માટે તેને સારું માનવામાં આવતું નથી.

Image Source

6. વિસ્કોસ

વિસ્કોસને રેર્યોન પણ કેહવામાં આવે છે અને તે કુદરતી અને કૃત્રિમ ફેબ્રિકનું મિશ્રણ હોય છે. આ ફેબ્રિક વાસ્તવમાં લાકડા અને કેમિકલ પ્રોસેસથી બને છે.

કેવી રીતે ઓળખવું

  • વિસ્કોસ એક કોટન ફેબ્રિક છે અને તેને સરળતાથી ડ્રેપ કરી શકાય છે, પરંતુ કૃત્રિમ હોવાને કારણે એટલું આરામદાયક લાગતું નથી.
  • ઘણીવાર નરમ કોટન અને પોલિસ્ટર વચ્ચે વિસ્કોસ ને ઓળખવું મુશ્કેલ બને છે.
  • વિસ્કોસ જો ભીનું થઈ જાય તો તે મુલાયમ લાગતું નથી અને જ્યારે તે ભીનું થાય છે, ત્યારે વિસ્કોસ પોલિએસ્ટર અથવા કોટન કરતાં વધુ ભારે બને છે.
  • તે ડ્રેપ ટોપ અને ડ્રેસેજ માટે તે ઘણું સારું સાબિત થઈ શકે છે.

Image Source

7. ક્રેપ

આ એક ગુથેલા ફેબ્રિકનો બીજો પ્રકાર છે જેમાં પેહલાથી ખરબચડી સપાટી હોય છે. આ ફેબ્રિક થોડું જાડું અને તેને બનાવવા માટે દોરાની ખુબ ટ્વિસ્ટ કરવામાં આવે છે ત્યારે તે રફ બને છે.

કેવી રીતે ઓળખવું

  • સૌથી પેહલી ઓળખ એ છે કે આ ફેબ્રિક ખૂબ રફ છે.
  • તે કોટન અને સિલ્ક જેવા કુદરતી ફેબ્રિકની સરખામણીમાં જાડુ હોય છે.
  • જો તેમાંથી એક દોરો પણ નીકળી જાય તો આ ફેબ્રિકનો દેખાવ દૂર થઈ જાય છે કેમકે તેને ઊંધું કરીને બનાવવામાં આવે છે.
  • તેને સીવવા માટે પાતળી અને તીક્ષ્ણ સોયનો ઉપયોગ થાય છે અને જો તમે જાડી સોયનો ઉપયોગ કરી રહ્યા છો તો તેમાં નિશાન સરળતાથી દેખાય છે.

Image Source

8. ડેનિમ

ડેનિમ ખરેખર કોટનમાથી વણેલું ફેબ્રિક છે જેને તેની રચના, ટકાઉપણું અને આરામ માટે જાણવામાં આવે છે. તેને જીન્સ, ડ્રેસ, જેકેટ, બેલ્ટ, બેગ, બુટ વગેરે બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

કેવી રીતે ઓળખવું

  • તેને ધ્યાનથી જોશો તો દોરાનું વણાટ ચોખ્ખું જોવા મળશે.
  • તે સખત ફેબ્રિક હોય છે.
  • મોટાભાગે તેને વાદળી રંગમાં જોવામાં આવે છે.
  • આ ફેબ્રિક જેટલું ધોવાઈ છે તે તેટલું મુલાયમ થતું જાય છે.

Image Source

9. શિફોન

તે ખુબજ હળવું ફેબ્રિક હોય છે અને તેના સ્કાફ, સ્કર્ટ, સાડી, ડ્રેસ વેગેરે ઘણા બધા કપડા બનાવી શકાય છે. શિફોન પ્રિન્ટ વાળા અને સાદા બંને સ્વરૂપે આવે છે.

કેવી રીતે ઓળખવું

  • આ ફેબ્રિક ઘણું હળવું હોય છે અને તેમાં જો જાડી સોયનો ઉપયોગ કરવામાં આવે તો ત્યાં ખાડો પડી જાય છે.
  • શિફોનમાં હળવું વજન તો હોય જ છે, પરંતુ તેને સંભાળવું થોડું મુશ્કેલ હોય છે.
  • શિફોનને પ્રેસ કરવાની જરૂર ઓછી હોય છે અને તે ઊંચુ તાપમાન બિલકુલ સહન કરી શકાતું નથી.

Image Source

10. સાટીન

ઘણા લોકોને સાટીન અને સિલ્ક વચ્ચેનો તફાવત સમજવામાં મુશ્કેલ થાય છે, પરંતુ સાટીન કુદરતી હોતું નથી અને તેમાં પોલિએસ્ટર મિક્સ થઈ શકે છે. આ સિલ્ક, ઉન અને કોટનથી જ બને છે, પરંતુ તેમાં મિશ્ર ફેબ્રિકનો ઉપયોગ થાય છે.

કેવી રીતે ઓળખવું

  • શુદ્ધ સિલ્કની સરખામણીમાં તેમાં ખૂબ વધારે ચમક હોય છે.
  • તેની સપાટી ખૂબ જ મુલાયમ હોય છે. સિલ્કથી પણ વધારે મુલાયમ સપાટી મેળવવા માટે સાટીન ઉપયોગ થાય છે.
  • આ પ્રીમિયમ ફેબ્રિક સારું તો લાગે છે, પરંતુ ત્વચા પર સિલ્કની જેમ આ મુલાયમ લાગતું નથી.
  • તેની ચમક અને હળવું વજન હોવાને કારણે તેને વેડિંગ ગાઉન, લોંજરી, સાડી, ટોપ વગેરે બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
  • સાટીન ફેબ્રિક ખૂબ સરળતાથી સરકી જાય છે તેથી સાટીનની સાડીઓ માટે સેફ્ટી પીનની જરૂર પડે છે.

આ બધા ફેબ્રિક અથવા તો રેડીમેટ કપડા રૂપે અથવા કાચા માલ રૂપે ઉપલબ્ધ થશે. તમારી સ્કિનને જે પણ ફેબ્રિક અનુકૂળ હોય તેને લો. દરેક ફેબ્રિકની સારા સંભાળ અને ખર્ચ પણ અલગ થાય છે. આશા છે કે તમને હવે આ કાપડ વિશે થોડી માહિતી મળી ગઈ હશે. જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને શેર જરૂર કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment