પરસેવાની દુર્ગંધથી બચવા માટે લોકો બોડી સ્પ્રેનો ઉપયોગ કરે છે જેનાથી શરીરમાંથી આવી રહેલ પરસેવાની દુર્ગંધથી છૂટકારો મળી શકે. ઘણા લોકો બોડી સ્પ્રેના એટલા શોખીન હોય છે કે તે જુદી જુદી વેરાયટી ના ડિઓડરન્ટ પોતાના કબાટમાં સજાવીને રાખે છે અને આ બોડી સ્પ્રેનો દરરોજ ઉપયોગ પણ કરે છે.
પરંતુ શું તમે જાણો છો કે બોડી સ્પ્રેથી તમારા સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચે છે. જી હા, જો તમે પણ ડિઓડરન્ટના શોખીન છો તો એક વાર તેના નુકશાન વિશે પણ જાણવું જોઈએ.
તો જાણો બોડી સ્પ્રેથી થતા 6 નુકશાન વિશે.
1. ડિઓડરન્ટનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચામાં લાલ રેશેષ થઈ શકે છે અને ખંજવાળ જેવી સમસ્યા થવા લાગે છે.
2. બોડી સ્પ્રેના ઉપયોગથી શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા પણ થઈ શકે છે. ઘણા લોકોને તેજ સુગંધવાળા ડિઓડરન્ટથી એલર્જી પણ હોય છે.
3. બોડી સ્પ્રેને પરસેવાની દુર્ગંધને ઓછી કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ડીઓ થી પરસેવો નીકળવાની પ્રક્રિયા પ્રભાવિત થાય છે જેનાથી અંદર રહેલો પરસેવો વધારે દુર્ગંધ ફેલાવે છે.
4. સ્પ્રેના ઉપયોગથી તમારા અંડર આમ્સ કાળા પણ પડી શકે છે. જો તમે સ્પ્રેને સીધો સ્કિન પર લગાવો છો તો તે ધીમે ધીમે તમારી ત્વચાને કાળી કરવા લાગે છે.
5. પરફ્યુમ અને સ્પ્રેનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખો. તેને સીધું શરીર પર લગાવશો નહિ પરંતુ કપડા પર સ્પ્રે કરો.
6. જ્વેલરી પહેરતા પેહલા જ પરફયુમ ને સ્પ્રે કરી લો, નહીંતર તેમાં રહેલા કેમિકલથી જ્વેલરીની ચમક પર અસર થઈ શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team