શું તમે સ્કૂબા ડાઇવિંગ વિશે જાણો છો?ચાલો તમને જણાવીએ ભારત માં સ્કૂબા ડાઇવિંગ ની 7 ખાસ જગ્યા વિશે

Image Source

સ્કુબા ડાઇવિંગની પોતાની એક અનોખી મજા છે, જેમાં તમે સમુદ્ર નીચે ની દુનિયા જોઈ શકો છો અને તેમાં શોધખોળ કરી  શકો છો. ભારતમાં એડવેન્ચર સ્પોર્ટ્સ ની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે જેમ કે સ્કુબા ડાઇવિંગ, ટ્રેકિંગ, બંજી જમ્પિંગ, પેરાસેલિંગ, રાફ્ટિંગ, વિન્ડ રાફ્ટિંગ વગેરે. ભારત ત્રણ બાજુ પાણીથી ઘેરાયેલું છે, જેમાં કેટલીક અદભૂત સ્કુબા ડાઇવિંગ ની જગ્યા છે, જે લોકપ્રિય થઈ રહી છે. આજના લેખમાં  સ્કૂબા ડાઇવિંગ શું છે? અને  ભારતમાં સ્કૂબા ડાઇવિંગના 7 વિશેષ સ્થાનો વિશે જાણીશું.

પાણીની વિશાળ દુનિયામાં સુંદર દ્રશ્ય જોવા અને ઘણા મૈત્રીપૂર્ણ જીવો જોવા એ એક અલગ જ મજા છે. જો તમે પણ તમારા જીવનમાં કેટલાક એવા જ કામો કરવા માંગતા હોવ જેને યાદ કરી ને તમને પછી સારું લાગે તો તમારે જીવનમાં એકવાર સ્કુબા ડાઇવિંગ જરૂર થી કરવું જોઇએ. જો તમને ફરવાનું પસંદ હોય અને નવી ચીજો જોવા માં  રુચિ હોય તો સ્કુબા ડાઇવિંગ થી સારું બીજું કશું નથી. સ્કુબા ડ્રાઇવિંગની મદદથી, તમે આ વ્યસ્ત દુનિયાથી દૂર થઈને અને સમુદ્રની દુનિયા જોઈ શકો છો અને ઘણી આકર્ષક વસ્તુ ની શોધ કરી શકો છો. આપણે સમુદ્રને ઉપરથી જોઈ શકીએ છીએ, પરંતુ સમુદ્ર ને અંદર થી જોવો એ ખૂબ જ આકર્ષક હોય છે.

Image Source

સ્કુબા ડાઇવિંગ શું છે

સ્કૂબા ડાઇવિંગ એ પાણીની અંદર ડાઇવિંગની એક પદ્ધતિ છે જેમાં એક મરજીવો સેલ્ફ કોન્ટેનએડ અંડરવોટર બ્રેથિંગ ઓપરેટ્સ (સ્કુબા) નો ઉપયોગ કરીને પાણીની અંદર શ્વાસ લે છે. જેની મદદથી, પાણીની અંદર શ્વાસ લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા મળે છે. સ્કુબા ડાઇવર્સ તેમના થી શ્વાસ લેવાતા ગેસના સ્ત્રોતને પાણી માં લઈ જાય છે, જેનાથી તેઓ પાણીમાં વધુ સમય સુધી શ્વાસ લઈ શકે છે. ઓપન સર્કિટ સ્કુબા સિસ્ટમ શ્વાસ લેવામા મદદ થતી એવી ગેસ ને વાતાવરણમાંથી છોડવા માં મદદ કરે છે. સિસ્ટમમાં એક અથવા તેથી વધુ ડાઇવિંગ સિલિન્ડર હોય છે, જેમાં ઉચ્ચ-દબાવ પર લેવામા આવતી ગેસ હોય છે, જે એક નિયામક દ્વારા મરજીવા ને શ્વાસ લેવામા મદદ કરે છે.

Image Source

ભારતમાં સ્કૂબા ડાઇવિંગ માટે 7 સારી જગ્યાઓ

ભારત એક એવો દેશ છે જ્યાં ઘણાં અદ્ભુત જળનિકાય અને ત્રણ બાજુ થી સમુદ્ર ઘેરાયેલો છે, ભારત શાનદાર અને વિશાળ સીમાઓ નો દેશ છે. જ્યાં એક તરફ આપણી પાસે પશ્ચિમમાં એક મહાન રણ છે, જ્યાં ખૂબ ઓછો વરસાદ પડે છે, બીજી બાજુ, આપણી પાસે દેશનો ઉત્તર પૂર્વ વિસ્તાર છે જ્યાં આખુ વર્ષ વરસાદ પડે છે. ઉત્તરમાં, આપણી પાસે શક્તિશાળી હિમાલય છે, જ્યારે દક્ષિણ ક્ષેત્ર ત્રણ બાજુ થી પાણીથી ઘેરાયેલ છે. પરિણામે, ભારતીય સંસ્કૃતિની જેમ, ભારતમાં પણ એડવેન્ચર  દિવસેને દિવસે વધી રહ્યું છે.

જેમ કે સ્કુબા ડાઇવિંગ, ટ્રેકિંગ, બંજી જમ્પિંગ, પેરાસેલિંગ, રાફ્ટિંગ, વિન્ડ રાફ્ટિંગ વગેરે. ભારત ત્રણ બાજુ પાણીથી ઘેરાયેલું છે, જેમાં કેટલીક અદભૂત સ્કુબા ડાઇવિંગ માંટે ની જગ્યા છે, જે લોકપ્રિય થઈ રહી છે.

Image Source

આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ માં સ્કૂબા ડાઇવિંગ

ભારત ના શહેરથી થોડે દૂર અંદમાન અને નિકોબાર એક એકલો ટાપુ છે જે ક્રિસ્ટલ વાદળી રંગ ના  પાણી અને સમુદ્રી જીવનથી દરેકને આકર્ષિત કરે છે તમને જણાવી દઈએ કે  આ સ્થાન સ્કુબા ડાઇવિંગ નું  મુખ્ય આકર્ષણ કેન્દ્ર  છે. અંદમાન એક ખૂબ જ શાંત જગ્યા છે જે તમને શહેરી જીવનથી દૂર લઈ જાય છે અને તમને સ્કુબા ડાઇવિંગ દ્વારા સમુદ્રી દુનિયા નો શાનદાર નજારો બતાવે છે. તમને જણાવી દઈએ કે અંદમાન વિશ્વના કેટલાક શ્રેષ્ઠ સ્કુબા ડાઇવિંગ સ્પોટ માંનું છે.

સ્કુબા ડાઇવિંગ પર જવાનો શ્રેષ્ઠ સમય

  • આ સ્થાનની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ડિસેમ્બર અને મેની વચ્ચેનો રહેશે.

લોકપ્રિય સ્કુબા ડાઇવિંગ સાઇટ્સ

  • માર્ગેરીતા મિસચેફ
  • કે રોક
  • બસ સ્ટોપ

Image Source

બાંગરમ લક્ષદ્વીપમાં સ્કુબા ડાઇવિંગ

લક્ષદ્વીપ અરબ સાગર ના અદભૂત સ્થળો ની ઓળખાણ કરાવતા વિદેશી સ્કૂબા ડાઇવિંગ સ્થળ  માટેનું વધુ ડિમાન્ડ વાળુ સ્થળ છે. આ દ્વીપ ની આજુબાજુ મૂંગા ચટ્ટાન છે અને તે તેના શાનદાર  અને શાંત વાતાવરણ માટે જાણીતું છે. લક્ષદ્વીપ તેના શાંત વાતાવરણ માટે જાણીતું છે. અહીં તમે સ્કૂબા ડાઇવિંગની મદદથી પાણીની અંદરની કુદરતી સુંદરતા જોઈ શકો છો. આ દ્વીપ ને માલદીવ અને મોરેશિયસ જેવા લોકપ્રિય સમુદ્ર તટ દેશોની સમાન ગણવામાં આવે છે. જો તમારે સ્કુબા ડાઇવિંગ ની મજા કરવી છે તો તમે લક્ષદ્વીપની યાત્રા કરી શકો છો. લક્ષદ્વીપમાં 18 થી 20 મીટર સુધીની ડાઇવિંગની મંજૂરી છે. જો તમે અહીં જવા માંગતા હો, તો પછી તેનું નજીકનું એરપોર્ટ અગાતીમાં સ્થિત છે અને અહીં જવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી એપ્રિલની વચ્ચેનો છે.

સ્કુબા ડાઇવિંગની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય

  • શાંત સમુદ્રને હોવા ને કારણે બાંગરમ દ્વીપ ની મુલાકાત લેવાનો સૌથી શ્રેષ્ઠ સમય ઓક્ટોબર અને માર્ચની વચ્ચે છે. તમે જ્યાં જાઓ ત્યાં તમારો પાસપોર્ટ લઈ જવાનું ભુલશો નહીં.

લોકપ્રિય સ્કૂબા ડાઇવિંગ સાઇટ્સ

  • લેકકાદિવ્સ
  • અગાતી આઇલેન્ડ
  • બાંગરમ ટાપુ

Image Source

નેત્રાની દ્વીપ કર્ણાટકમાં સ્કુબા ડાઇવિંગ

અરબ સાગર સ્થિત નેત્રાની આઇલેન્ડ સ્કૂબા ડાઇવિંગ માટે ખૂબ સારી જગ્યા છે.તરાની દ્વીપ , જેને પિજન આઇલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને જણાવી દઇએ કે આ સ્થળ કોઈ દર્શનીય  સ્થળ નથી પરંતુ જો તમને વોટર સ્પોર્ટ માં રસ છે, તો તમે અહીં સ્કુબા ડ્રાઇવિંગની મજા લઇ શકો છો. અહીં તમે 10 થી 26 મીટર પાણીમાં જોઈ શકો છો, તે પછી તમને પાણીમાં જોવાનું બંધ થશે.

સ્કુબા ડાઇવિંગ માટે મુસાફરી કરવાનો શ્રેષ્ઠ સમય

  • મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ડિસેમ્બર અને જાન્યુઆરીની વચ્ચેનો રહેશે.

લોકપ્રિય સ્કૂબા ડાઇવિંગ સાઇટ્સ

  • નેત્રાની  એડવેન્ચર્સ
  • વેસ્ટ કોસ્ટ એડવેન્ચર
  • ડાઇવ નેત્રાની

Image Source

ગ્રેન્ડ આઇલેન્ડ ગોવામાં સ્કુબા ડાઇવિંગ

ગોવા એ ભારતનું એક વિશેષ પર્યટક સ્થળ માંનું એક છે પરંતુ તમને જણાવી દઈએ કે આ સ્થાન ફક્ત તેના સમુદ્ર તટ માટે જ નહીં પણ સ્કુબા ડાઇવિંગ માટે પણ ખૂબ પ્રખ્યાત છે. અહીં તમે દરિયાઇ જીવો ને જોઈને તેની ભરપૂર મજા માણી શકો છો. જો તમે સમુદ્રને વધુ  ઉંડાઈથી જોવા માંગતા હો, તો ગ્રેન્ડ દ્વીપ તમારા માટે ખૂબ સારી જગ્યા છે. ગોવા ની યાત્રા કરવી એ કોઈપણ  સ્કુબા ડાઇવર્સ માટે સ્વર્ગ સમાન છે. તમને જણાવી દઈએ કે ઘણા વર્ષો પહેલા અહીં બ્રિટીશ જહાજ ડૂબી ગયું હતું  જેના ભાગો હજી પણ સમુદ્રની નીચે પડેલા છે, જે હવે સમુદ્રી જીવો અને વનસ્પતિનું સ્થાન બની ગયું છે. જો તમે ગોવા પર સ્કૂબા ડાઇવિંગ જવાનું નક્કી કરો છો તો નવેમ્બરથી માર્ચ મહિનામાં મુસાફરી કરો.

સ્કુબા ડાઇવિંગની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય

  • નવેમ્બર અને માર્ચ વચ્ચેનો શ્રેષ્ઠ સમય હશે કારણ કે તે સમયે તાપમાન બરાબર છે.

લોકપ્રિય સ્કૂબા ડાઇવિંગ સાઇટ્સ

  • એટલાન્ટિસ વોટરસ્પોર્ટ્સ
  • ગોવા ડાઇવિંગ

Image Source

પોર્ટ બ્લેયરમાં સ્કૂબા ડાઇવિંગ

કેન્દ્રશાસિત પ્રદેશ અંદમાન અને નિકોબારની રાજધાની, પોર્ટ બ્લેયર પાસે સ્કુબા ડાઇવિંગ માટે અદભૂત સ્થાન છે. વંદુરમાં મહાત્મા ગાંધી મરીન નેશનલ પાર્ક એક એવી જગ્યા છે જ્યાં સમુદ્રિય વનસ્પતિ ઓ અને જીવો ની રક્ષા માંટે રિજર્વ છે. આ જગ્યા દેશમાં એક ખાસ પરક ની જગ્યા છે, જ્યાં સૌથી સુંદર સમુદ્રી ફૂલો અને લગભગ 50 જેટલા વિવિધ પ્રકારના કોરલ જેવા છે જેલીફિશ, બટરફ્લાય માછલી, પોપટ માછલી વગેરે જોઈ શકાય છે. જો તમે પણ પોર્ટ બ્લેયરમાં સ્કૂબા ડાઇવિંગ પર જવાનું વિચારો છો, તો પછી તમે ડિસેમ્બરથી એપ્રિલ સુધી કોઈપણ સમયે જઈ શકો છો.

સ્કુબા ડાઇવિંગ માટે જવાનો શ્રેષ્ઠ સમય

  • શાંત સમુદ્રને કારણે ડિસેમ્બરથી એપ્રિલની વચ્ચે નો મુલાકાત નો સમય સારો છે.

લોકપ્રિય સ્કૂબા ડાઇવિંગ સાઇટ્સ

  • ડાઇવ મંત્ર
  • મારુતિ ડાઇવિંગ સ્કૂલ
  • અંદમાન એક્સપેરીયન્સ
  • લેકાદિવ્સ

Image Source

કોવલમ કેરળમાં સ્કૂબા ડાઇવિંગ

કોવલમ એ કેરળમાં  તિરુવનંતપુરમ થી થોડે દૂર એક સમુદ્રિય તટ ક્ષેત્ર છે જે ધીમે ધીમે સ્કુબા ડાઇવિંગ માટે વિકસી રહ્યો છે. આ સ્થાન ડાઇવિંગમાં વપરાતા સ્કુબા ગિયરને બદલે ‘બોન્ડ’ પનદુબબી નો ઉપયોગ થાય છે.

સ્કુબા ડાઇવિંગની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય

  • કેરળની યાત્રા કરવા નો શ્રેષ્ઠ સમય ચોક્કસપણે ડિસેમ્બર અને જાન્યુઆરીની વચ્ચે રહેશે કારણ કે તાપમાન બરાબર છે.

લોકપ્રિય સ્કૂબા ડાઇવિંગ સાઇટ્સ

  • બોન્ડ સફારી સ્કુબા ડાઇવિંગ – બોન્ડ સફારી સ્કુબા ડાઇવિંગ
  • સ્કુબા કોચિન ડાઇવ સેન્ટર – સ્કુબા કોચિન ડાઇવ સેન્ટર
  • સ્કુબા ડાઇવિંગ કોવલમ – સ્કૂબા ડાઇવિંગ કોવલમ

Image Source

વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં 7 સ્કુબા ડાઇવિંગ

વિશાખાપટ્ટનમ ને વિઝાગ તરીકે ઓળખાય છે અને તમને કેટલીક સુંદર મૂંગ અને અનોખી માછલી પણ જોવા મળે છે. વિશાખાપટ્ટનમમાં સ્કુબા ડાઇવિંગ થી તમે સમુદ્રમાં થનાર પારીસ્થિતિક તંત્ર ની શોધખોળ કરી શકો છો. અહીં તમે સ્કૂબા ડાઇવિંગ માટે 15 મીટરથી 25 મીટર સુધીની ડાઇવિંગ કરી  શકો છો.

સ્કુબા ડાઇવિંગની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય

  • ઓક્ટોબર અને જાન્યુઆરી વચ્ચે

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment