શું તમે ભારતના એવા 5 ખુબજ રહસ્મય મંદિરો વિશે જાણો છો!! જેના રહસ્યો આજ સુધી વૈજ્ઞાનિકો પણ શોધી નથી શક્યા

Image Source

ભારતને આધ્યાત્મ અને સાધનાનું કેન્દ્ર માનવામાં આવે છે. અહી ઘણા પ્રાચીન મંદિરો છે જેનું વિશેષ મહત્વ છે. તેમાંથી ઘણા મંદિર ખૂબ ચમતકારિક અને રહસ્મય છે. દેવી દેવતાઓમાં આસ્થા રાખતા લોકો તેને ભગવાનની કૃપા માને છે, તો અન્ય લોકો માટે તે આશ્ચર્યનો વિષય છે. તો તમને જણાવીએ ભારતના રહસ્મય મંદિરો વિશે જેનું રહસ્ય આજ સુધી વૈજ્ઞાનિકો પણ શોધી શક્યા નથી.

Image Source

માતા કામાખ્યા દેવી મંદિર

માતા કામાખ્યા દેવીનું મંદિર આસામની રાજધાની ગુવાહાટી નજીક આવેલ છે. તે ચમત્કારિક મંદિર માતા ભગવતીના 51 શક્તિપીઠોમાં સમાવેશ છે. પરંતુ પ્રાચીન મંદિરમાં ભગવતીની એક પણ મૂર્તિ નથી. પૌરાણિક કથાઓ મુજબ, જ્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી માતા સતીના દેહને કાપ્યો હતો, ત્યારે કામાખ્યામાં તેના શરીરનો એક ભાગ પડયો હતો. જ્યાં જ્યાં માતા સતીના અંગ પડ્યા હતા તે જગ્યા શક્તિપીઠ કેહવાય છે. અહી પર કોઈ મૂર્તિ નથી. માતા સતીના શરીરના અંગની પૂજા કરવામાં આવે છે.

કામાખ્યા મંદિરને શક્તિ સાધનાનું કેન્દ્ર માનવામાં આવે છે. ત્યાં દરેક લોકોની કામના પૂરી થાય છે. આ કારણે આ મંદિરનું નામ કામાખ્યા પડ્યું છે. આ મંદિર 3 ભાગમાં વહેંચાયેલ છે. તેના પેહલા ભાગમાં દરેક લોકોને જવાની સંમતિ નથી. બીજા ભાગમાં માતાના દર્શન થાય છે. અહી એક પત્થરમાથી હંમેશા પાણી નીકળતું રહે છે. જણાવવામાં આવે છે કે આ પત્થરમાથી મહિનામાં એક વાર લોહીની ધારા વહે છે. તે કેમ અને કેવી રીતે થાય છે. આ વાતની જાણ આજ સુધી વૈજ્ઞાનિક પણ શોધી શક્યા નથી.

Image Source

જ્વાળામુખી મંદિર

હિમાચલ પ્રદેશના કાલીધાર પહાડી વચ્ચે માતા જ્વાળા દેવીનું પ્રખ્યાત જ્વાળામુખી મંદિર છે. હિંદુ માન્યતાઓ મુજબ, અહી પર માતા સતીની જીભ પડી હતી. માન્યતાઓ મુજબ માતા સતીની જીભના પ્રતીકના રૂપે જ્વાળામુખી મંદિરમાં ધરતીમાથી જ્વાળા નીકળે છે. તે જ્વાળા નવ રંગની હોય છે. અહી નવ રંગની નીકળતી જ્વાળાઓને દેવી શક્તિ રૂપે માનવામાં આવે છે. આ જ્વાળા મહાકાળી, અન્નપૂર્ણા , ચંડી, હિંગળાજ, વિંધ્યવાસિની, મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા અને અંજી દેવીનું સ્વરૂપ છે. મંદિરમાં નીકળતી જ્વાળાઓ ક્યાંથી નીકળે છે અને તેનો રંગ કેવી રીતે બદલાય છે. આજ સુધી આ અંગે કોઈ માહિતી મળી નથી. મુસ્લિમ શાસકોએ ઘણી વખત આ જ્વાળાને ઓલવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેને સફળતા મળી નથી.

Image Source

કરણી માતાનું મંદિર

કરણી માતાનું મંદિર રાજસ્થાનના બિકાનેર જિલ્લાના દેશનોકમાં આવેલ છે. તે ઉંદર વાળી માતાના મંદિરના નામે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. કરણી માતાના મંદિરમાં અધિષ્ઠાત્રી દેવીની પૂજા કરવામાં આવે છે. અધિષ્ઠાત્રી દેવીના મંદિરમાં ઉંદરનું સામ્રાજ્ય છે. અહી લગભગ 2500 હજાર ઉંદરો હાજર છે. અહી આવેલા મોટાભાગના ઉંદર કાળા રંગના છે. તેમાં ઘણા સફેદ અને કાળી દુર્લભ પ્રજાતિના છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, જે લોકો સફેદ ઉંદરને જોઈ લે છે તેની મનોકામનાઓ પૂરી થઈ જાય છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે ઉંદર કોઈને નુકશાન પહોંચાડતું નથી.

Image Source

મહેંદીપુર બાલાજી મંદિર

મહેંદીપુર બાલાજી મંદિર પણ રાજસ્થાનમાં આવેલું છે. આ ચમત્કારિક મંદિર રાજ્યના દૌસા જિલ્લામાં આવેલ છે. મહેંદીપુર બાલાજી ધામ હનુમાનજીના 10 મુખ્ય સિદ્ધ પીઠોમા સમાવેશ છે. માનવામાં આવે છે કે અહી પર ભગવાન હનુમાન જાગૃત અવસ્થામાં બિરાજમાન છે. જણાવવામાં આવે છે કે જે લોકો ઉપર ભૂત પ્રેત અને ખરાબ આત્માનો પડછાયો હોય છે. તે પ્રેતરાજ સરકાર અને કોટવાલ કપ્તાનના મંદિરમાં આવતા જ લોકોના શરીરમાંથી ખરાબ આત્માઓ અને ભૂત પ્રેત પીડિત વ્યક્તિના શરીરમાંથી નીકળી જાય છે. આ મંદિરમાં રાત વાસો કરી શકાતો નથી અને અહીંનો પ્રસાદ પણ ઘરે લઈ જઈ શકાતો નથી.

Image Source

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ભગવાન કાળ ભૈરવનું પ્રાચીન મંદિર આવેલૂ છે. આ મંદિર ઉજ્જૈન શહેરથી 8 કિલોમીટર દૂર છે. પરંપરાઓ મુજબ, ભગવાન કાળ ભૈરવના ભકત ફક્ત દારૂ ચડાવે છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે દારૂના ગ્લાસને કાળ ભૈરવની મૂર્તિના મોઢા સાથે લગાવતા જ, તે એક સેકન્ડમાં ગાયબ થઈ જાય છે. આ વાતની જાણકારી આજ સુધી મળી શકી નથી.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment